(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
Jamnagarમાં પોતાના કુટુંબીને ત્યાં આવેલા અને મૂળ ચાંદખેડા ના વતની નિકિતાબેન કિરીટભાઈ પરમાર (૩૨) કે જેનો નવ વર્ષનો પુત્ર હર્ષ કિરીટભાઈ પરમાર ગત ૫.૬.૨૦૨૬ ના રોજ અન્ય કુટુંબીજનો સાથે જામનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલા હોલીડે વોટર પાર્કમાં નાહવા માટે ગયો હતો, અને ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું.
આ મામલો આખરે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને પંચકોશી એ. ડિવિઝનના પીઆઇ એન.એમ. શેખ તેમન સ્ટાફના એ.જી. જાડેજા વગેરે વોટરપાર્ક ના સ્થળ સહિતની મુલાકાત લીધી હતી, તેમજ મૃતકના પરિવારજનો , જ્યારે વોટરપાર્ક સાથે સંકળાયેલા કર્મચારી માલિક સહિતના નિવેદનો નોંધ્યા હતા. પોલીસની તપાસ બાદ આકસ્મિક મૃત્યુનો બનાવ હોવાનું સાબિત થયું છે. જે અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે મૃત્યુ નોંધ કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા આ પ્રકરણમાં હજુ આગળની તપાસ ચલાવાઈ રહી છે.

