Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 25 જૂનનું પંચાંગ
    • 25 જૂનનું રાશિફળ
    • Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો
    • Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું
    • Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો
    • Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત
    • Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?
    લેખ

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    જેઠ મહિનો એટલે ઉનાળાની ઋતુનો છેલ્લો મહિનો, અને જેઠ મહિનો બેસતા જ લોકોમાં હાશકારો થાય કે ચાલો હવે ગરમીનાં દિવસો પૂરા! હવે તો પ્રાકૃતિક પ્રદૂષણને કારણે ગરમી પણ એવી પડે છે કે ત્રાહિમામ પોકારી જવાય! જેઠ મહિનો શરૂ થાય એટલે જાણે મેઘરાજાને નોતરું આપતાં હોય એમ મોર કોયલનાં ટહુકાઓ સંભાળાય! આમ જનતાને તો વરસાદ થાય તો ગરમી ઘટશે અને વધીને શાકભાજી અને ફળોનાં ભાવ ઘટશે! એવું કારણ હોય, પણ મેઘ કહો, વરસાદ કહો, કે ચોમાસું કહો, એની સૌથી વધુ રાહ ખેડૂત જુવે છે! અને એની વાર્ષિક આમદનીનો આધાર ચોમાસું કેવું જશે? એની પર હોય છે! જેઠ મહિનો બેસતાં એ વાવણીની તૈયારી શરૂ કરી દે છે! અને આશા રાખે છે કે મબલખ પાક ઉતરે, અને એનાં ટેકાના ભાવ ઉંચા રહે! કારણકે ઘણીવાર એવું થાય કે પાક તો સારો ઉતરે અને ગુણવત્તા પણ સારી હોય! પરંતુ ઘણા ખેતરોમાં આટલો જ પાક ઉતર્યો હોય તો જોઈએ એવાં ભાવે માલ વેંચાય નહીં! અને ખેડુતથી પાકનો સંગ્રહ પણ કરી શકાય નહીં, સડો બેસી જાય તો, આટલાં રુપિયા પણ આવે નહીં! હાં વેપારી ચોક્કસ સંગ્રહ કરી વધુ આવક મેળવી શકે! કારણકે એની પાસે મોટા ગોડાઉન હોય, અને બીજું માલ નથી એવી ખોટી અછત ઉભી કરીને મોં માંગ્યા ભાવ મેળવી માલામાલ થઈ શકે! સરકાર ખેડૂતોની આવક વધે એ માટે ઘણાં પ્રયત્નો કરે છે! ઉચ્ચ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ બધું સબસિડી પર આપે છે! એટલે કાગળ પર એવું દેખાય છે, સાચે હકીકત શું છે?  એ તો ઉપરવાળો જ જાણે! ખેર છોડો આજે આપણે જોઈએ ખેડૂતની મનોદશાનો એક કિસ્સો!
    દશરથ ભાઈની નજર આકાશ તરફ હતી, અને મનોમન બોલ્યા વાવણી ટાણું થયું છે! હેં ભગવાન કાલે મંડીમાં વાવણીનું બિયારણ યોગ્ય ભાવે મળી જાય, તો હું પણ ઓણ બે ખેતરમાં વાવણી કરી નાખું! સમરથનું ખેતર તો પાંચ વર્ષથી આમ જ પડ્યું છે! ભાઈ છે મારો, એટલો હક્ક તો બને જ ને ! એટલીવારમાં ઓસરીમાં કૌશલ્યા દેખાણી! એણે કહ્યું શું એકલાં એકલાં બોલો છો! એમણે આમ જ હસી લીધું! લે મને તો એમ કે તું ચા લાવીશ પણ … ત્યાં જ મોટી દિકરી હાથમાં ચા લઈને આવીને બોલી બાપુ લ્યો ચા, અને મારે એક બીજી વાત પણ કરવી છે! પણ કૌશલ્યા બેનનો ઈશારો જોઈ પાછી ફરી ગઈ! એમણે કહ્યું કે ઈશ્વરે દશરથ કૌશલ્યાનું જોડું તો યોગ્ય બનાવ્યું, પણ પંડનો પુત્ર રાઘવ રામ સાબિત થયો નહીં! કૌશલ્યા બેને કહ્યું કે એમાં એનો શું દોષ છે? તમે જ….
    વાત જાણે એમ હતી કે કૌશલ્યાને પહેલે ખોળે જ દિકરો રાઘવ જન્મ્યો, પરંતુ એની જેઠાણી સુલોચનાની પાંચ વર્ષે પણ કૂખ ખાલી હતી! સમરથને ખેતીમાં રસ નહોતો, અને થોડું ભણેલ હોવાથી વિદેશમાં વેપાર કરવો હતો! એટલે રોકડા રૂપિયા જોઈતાં હતાં, પિતાજી એ કહ્યું કે અમારા પાંચ ભાઈની આ સહિયારી મિલકત છે! એમ હું તને રુપિયા આપી નહીં શકું! પોતાને એમ થયું કે લગ્નને હજી બે વર્ષ જ થયાં છે, દિકરો તો બીજો થશે, એટલે સમરથને કહ્યું કે દિકરો તારો અને તારે ભાગે આવે એ ખેતર મારું! અને એણે એ વાત મંજૂર કરી! કૌશલ્યા ખૂબ રોઈ! અને કુદરતનું કરવું અને પછી ચાર દિકરીઓ થઈ પણ એકેય દિકરો જન્મ્યો નહીં! આજે તો હવે રાઘવ વીસ વર્ષ ઉપરનો થયો હશે! કારણકે મોટી દીકરી શોભનાને અઢાર પૂરાં થયાં! પણ દિકરો કંઈ વેચવાની વસ્તુ નથી, એમ કરીને કૌશલ્યા એ ક્યારેય એ ખેતરમાં વાવણી કરવા દીધી નથી! એ જાણતી હતી કે આમાં પતિનો એવો કોઈ દોષ નથી, પોતાનાં નિઃસંતાન ભાઈને ઘણાંએ પોતાનાં પુત્રને દત્તક આપ્યો હશે! પોતાને એ પછી દિકરીઓ જ જન્મી, એનો પણ એને અફસોસ નહોતો! ખાલી સંપત્તિની બદલે દિકરો આપ્યો એ વાંધો હતો, અને આ કારણે એની “હાઈ” લાગી છે, એવું દશરથ ભાઈ માનતાં હતા! બાકી એ ખૂબ મહેનત કરતાં પણ કોઈ વાર વાવણી પછી વરસાદ ખેંચાય, તો કોઈવાર અતિ વૃષ્ટિ ને કારણે ક્યારા પાણીથી ભરેલા રહે! તડકો મળે નહીં! પાકમાં રોગ બેસી જાય એવું થાય! પણ આ વખતે તો એણે પૂજા કરાવી હતી! અને પત્નીને પણ સમજાવી માફ કરી દેવા સમજાવવાનાં હતાં! તેમજ સારી આવક થાય તો દાગીના કરાવી દેવા સુધીની તૈયારી કરી રાખી હતી.
    દશરથ ભાઈ ક્યારે કહું એવી તક શોધતા હતાં, ત્યાં કૌશલ્યા બેને કહ્યું કે ગાયત્રી માટે એક માગું આવ્યું છે! મારી મોટી બહેનનાં દિયરનું અને દહેજની કોઈ માંગણી નથી! પણ દીકરી એમનેમ તો પરણશે નહીં! અને એમાં પાછી ચાર! એટલે આ વખતે હું સામેથી કહું છું કે બીજા ખેતરમાં પણ વાવણી કરજો! દશરથ ભાઈનાં કાન સાચું સાંભળી રહ્યા છે કે નહીં એ વિશે હજી અસમંજસમાં હતાં, ત્યાં કૌશલ્યા બેન બોલ્યાં કે પણ તમારી લાડકીને આ સંબંધ મંજૂર નથી! એણે કહ્યું કે એને… હજી વાક્ય પૂરું કરે ત્યાં જ મોટી બેન કુસુમ અને એમનાં પતિ અને દિયર સાથે જ્ઞાતિના બે ચાર જણા આવ્યાં. કુસુમનો દિયર મહર્ષિ દેખાવે એકદમ સુંદર હતો, અને એણે ગાયત્રીને પસંદ પણ કરી લીધી, પરંતુ દશરથ ભાઈએ કહ્યું કે હું ખરેખર ભાગ્યશાળી છું, પરંતુ મારે એકવાર ગાયત્રીને પુછવું પડશે, કારણકે ભૂતકાળમાં એક નિર્ણય મેં મારી રીતે લીધો અને એનો પસ્તાવો મને આજ સુધી છે, ગાયત્રી એ આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી અને એ લોકોએ ગાયત્રીની ઈચ્છાને માન્ય રાખી! ગોળ ધાણા ખાઈ લીધાં, અને અષાઢી બીજે સગાઈ નક્કી કરી નાખી.
    સારો પાક ઉતરશે અને દીકરીની સગાઇ તથા લગ્નની ઉજવણી રંગેચંગે થશે, એવી એક આશા સાથે દશરથ ભાઈએ યોગ્ય સમયે ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરી લીધી. એક દિવસ પતિ પત્ની બંને ફળિયામાં ખાટલો નાખી બેઠાં હતાં, અને દશરથ ભાઈની આંખ આકાશ તરફ મંડાયેલી હતી, કારણકે વાવણી કરે એક અઠવાડિયું થયું, પણ હજી વરસાદ પડ્યો નહીં. દશરથ ભાઈએ પત્નીનો હાથ પકડીને કહ્યું કે કૌશલ્યા મને માફ કરી દે! મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ! એક મા થી એનાં દુધ પીતા બાળકને જુદું કરવાની! અને એક નાના બાળક જેમ એ રડી પડ્યા! કૌશલ્યાની આંખમાંથી પણ આંસુ સરવા લાગ્યા, અને કૌશલ્યાનાં આંસુથી જાણે આસમાન પીગળી ગયું હોય, એમ વાદળો ગર્જવા લાગ્યાં,વીજળીઓ ચમકવા લાગી અને થોડીવારમાં તો કાળા કાળા વાદળોની સવારી આવવા લાગી, અને મેઘનું આગમન થયું! ભીની ભીની માટીની સુગંધથી એમનું આંગણું મહેંકી ઉઠ્યું!
     મિત્રો આવી હોય છે ખેડૂતની જીંદગી! જેનું ભવિષ્ય કેવળ અને કેવળ કુદરત જ નક્કી કરે છે! અને ક્યારેક આવા કારણોસર પણ..ધીરેધીરે ખેડૂતોનો વિશ્વાસ પણ ખેતીનાં વ્યવસાય પરથી ઉઠી ગયો હોય, એમ ખેડૂતો ખેતીની જમીનો બીન ખેતીની કરી વેંચવા લાગ્યા છે! ફેક્ટરી ઓની સ્થાપના કરીને ગામડાનું ઔદ્યોગિકકરણ થતું જાય છે, પણ અનાજ પાકશે નહીં તો ખાઈશું શું!; એતો વિચારવું પડશે ને?.
        લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026
    લેખ

    તંત્રી લેખ…પ્રસાદની ચોરી શ્રદ્ધા પર પ્રહાર છે

    June 24, 2026
    લેખ

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    June 24, 2026
    ધાર્મિક

    ગુરુવારે શિવયોગમાં Bhim Agiaras and Vedamata Gayatri જયંતિ

    June 23, 2026
    લેખ

    તંત્રી લેખ… બેદરકારીની આગ

    June 23, 2026
    લેખ

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા, વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026

    Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો

    June 24, 2026

    Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું

    June 24, 2026

    Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.