Dhoraji, તા.27
આધુનિક યુગમાં મહિલા ઉપર અત્યાચાર પ્રકરણમાં પતિના અવસાનને ત્રીજે દિવસે પુત્રવધુને મુંડન કરાવતા સમાજમાં ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પછી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ધોરાજી-નવાગઢ જેતપુરની રૂબરૂ મુલાકાત પછી અંધશ્રદ્ધાળુ સાસુની જોહુકમનીના કારણે પુત્રવધુને મુંડન કરાવ્યાનુ ખુલ્યુ હતુ. મિલ્કત સંબંધી ઝઘડો મુખ્ય કારણભૂત છે. પતિના મોતના આઘાતમાં આત્માને શાંતિ મળે તે માટે ષડયંત્ર કરવામાં આવ્યુ હતુ તેમ જાથાની એક યાદીમાં જણાવાયુ છે.

