વન વિભાગની સતર્કતાથી લોકોમાં રાહતની લાગણી
(ભાસ્કર વૈદ્ય દ્વારા)
Prabhas-Patan, તા.27
વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મંદિર પાસેના વાહન પાર્કીંગ પાસેના ખાણખીણીયામાં લાંબા સમયથી રહેતો દિપડો આજે વહેલી સવારે વેરાવળ વનવિભાગે પાંજરે કેદ કર્યો છે. સોમનાથ ટ્રસ્ટના આર.ઓ.પ્લાન્ટ પાસે દિપડી તેના બચ્ચાઓ સાથે વસવાટ કરે છે તેવી ફરિયાદ વેરાવળ વનવિભાગને પહોંચતા આર.એફ.ઓ. વાય.એસ.કલસરીયાના માર્ગદર્શન હેઠળ રેસ્કયુ સ્ટાફ એલ.પી.વરુ, એચ.એમ.મેર-વનરક્ષ ડી.બી.ચૌધરી વનરક્ષક તેમજ લેબર તથા ટ્રેકર સ્ટાફે તે સ્થળે પાંજરુ ગોઠવતા આજરોજ સવારે ૬.૪૪ કલાકે માદા દિપડી જીવ-૧ ઉંમર અંદાજીત ૭ વર્ષને રેસ્કયુ કરી અમરાપુરા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલ.

