Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક
    • હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney
    • AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે
    • ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે
    • Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે
    • મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે : Vikrant Massey
    • ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર Sharvari ની નજર
    • Ford Company એ ૩૫૦ અનુભવી એન્જિનિયર્સને પાછા બોલાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: નવ મહિનાના કાઉન્સેલિંગે સર્જ્યો ચમત્કાર દારૂ છોડતાં તૂટતો પરિવાર ફરી એક થયો
    મોરબી

    Morbi: નવ મહિનાના કાઉન્સેલિંગે સર્જ્યો ચમત્કાર દારૂ છોડતાં તૂટતો પરિવાર ફરી એક થયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026Updated:June 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૮૧ અભયમ અને પોલીસ સ્ટેશન બેઇડ સપોર્ટ સેન્ટરની સફળ કામગીરી, બે દીકરીઓના ભવિષ્ય માટે પિતાએ વ્યસનનો ત્યાગ કર્યો

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૩૦

    દારૂની લતના કારણે વિખેરાવના આરે પહોંચી ગયેલા એક પરિવારને નવ મહિનાના સતત કાઉન્સેલિંગ, સમજાવટ અને પરિવારના સહયોગથી ફરી એક કરવામાં મોરબી મહિલા અને બાળ વિભાગ સંચાલિત પોલીસ સ્ટેશન બેઇડ સપોર્ટ સેન્ટર, વાંકાનેર તથા ૧૮૧ અભયમ ટીમને નોંધપાત્ર સફળતા મળી છે.

    વર્ષ ૨૦૨૫ દરમિયાન એક મહિલાએ પોલીસ સ્ટેશન બેઇડ સપોર્ટ સેન્ટરમાં અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે તેમના પતિ નબળી આર્થિક પરિસ્થિતિ અને દારૂડિયા મિત્રોના સંપર્કમાં આવી દારૂના વ્યસની બની ગયા હતા. જેના કારણે ઘરમાં સતત ઝઘડાઓ થતા હતા અને મહિલાને શારીરિક તેમજ માનસિક ત્રાસનો સામનો કરવો પડતો હતો. મારપીટની ઘટના બાદ મહિલા પિયર જવા મજબૂર બની હતી. જોકે સાસરિયાઓએ તેમની બે દીકરીઓને સાથે મોકલવાનો ઇનકાર કરતાં મહિલાએ ૧૮૧ અભયમની મદદ લીધી હતી. ટીમે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બંને દીકરીઓને માતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું હતું.

    ત્યારબાદ બંને પક્ષોનું વારંવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાના પિતાએ સ્પષ્ટ શરત મૂકી હતી કે જમાઈ સંપૂર્ણપણે દારૂ છોડે અને ભવિષ્યમાં ફરી દારૂ નહીં પીવે તેની પરિવારના વડીલો બાહેંધરી આપે તો જ સમાધાન કરવામાં આવશે. આશરે નવ મહિનાના સતત પ્રયાસો દરમિયાન બંને દીકરીઓના ભણતર અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પતિએ દારૂ છોડવાનો સંકલ્પ કર્યો હતો, જ્યારે પરિવારના વડીલોએ પણ તેની જવાબદારીની બાહેંધરી આપી હતી. અંતે બંને પક્ષોની સંમતિથી સુખદ સમાધાન થયું અને મહિલાએ પોતાના પરિવાર સાથે ફરીથી જીવનની નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો.

    આ સમગ્ર કામગીરીમાં ૧૮૧ અભયમના જાગૃતિબેન ભુવા તેમજ પોલીસ સ્ટેશન બેઇડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર વનિતાબેન સોલંકી અને તેજલબા ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઘટના સમાજને સંદેશ આપે છે કે ધીરજ, સંવાદ, સતત કાઉન્સેલિંગ અને પરિવારના સહયોગથી તૂટતા સંબંધોને પણ ફરી મજબૂત બનાવી શકાય છે.

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: પાકીટ ચોરીની શંકાએ યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

    June 30, 2026
    મોરબી

    Morbiની રફાળેશ્વર ચોકડી નજીકથી રીક્ષા ચોરી કરનાર ઇસમ ઝડપાયો

    June 30, 2026
    મોરબી

    Morbi: વાંકાનેર નવી ક્લાવડી ગામે વાડીના શેઢે પથ્થર લેવા બાબતે સગા ભાઈઓ બાખડ્યા

    June 30, 2026
    મોરબી

    Morbiના થોરાળા ગામે ગોડાઉનમાંથી ૩૦ ગેસ ભરેલા બાટલાની ચોરી

    June 30, 2026
    મોરબી

    Morbiના સિલ્વર પાર્કમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત

    June 30, 2026
    મોરબી

    Morbiના લાલપર નજીક ટ્રકે ઠોકર મારતા બાઈક ચાલક વૃદ્ધને ઈજા

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    June 30, 2026

    ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે

    June 30, 2026

    Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે

    June 30, 2026

    મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે : Vikrant Massey

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.