(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦
થોરાળા ગામની સીમમાં આવેલ ગેસ એજન્સીના ગોડાઉનના દરવાજામાં અપપ્રવેશ કરી ચોર ઇસમોએ ગોડાઉનમાં રહેલ ઇન્ડેન ગેસના ભરેલા ૩૦ બાટલાની ચોરી કરી ગયા હતા પોલીસે ૯૯ હજારની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
Morbiના શનાળા રોડ રામનગર સોસાયટીમાં રહેતા મૂળ થોરાળાના વતની રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા ૨૭ જુનના રાત્રીના આઠેક વાગ્યાથી તા. ૨૮ જુનના રાત્રીના પાંચેક વાગ્યા દરમીયાન થોરાળા ગામની સીમમાં આવેલ ફ્રીડમ ઇન્ડેન ગેસ એજન્સી ગોડાઉનમાં અજાણ્યા ચોર ઇસમોએ ગોડાઉન દરવાજાના તાળું તોડવા પ્રયાસ કર્યો હતો જોકે તાળું નહિ તૂટતા દરવાજાને હુકમથી ખોલી ખસેડી ગોડાઉનમાં અપપ્રવેશ કર્યો હતો
ચોર ઇસમોએ ગોડાઉનમાં સ્ટોકમાં રહેલ ઇન્ડેન ગેસના ભરેલા બાટલા નંગ ૩૦ એક બાટલાની કીમત રૂ ૩૩૦૦ લેખે કુલ રૂ ૯૯,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

