(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦
રફાળેશ્વર ચોકડી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસે ચોરી કરનાર ઈસમને જામનગર-ખંભાળિયા હાઈવે પરથી ઝડપી લઈને ચોરી થયેલી રીક્ષા રીકવર કરી છે
Morbiના લાલપર ગામે રહેતા જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા નામના યુવાને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૨ જુનના સાંજના છએક વાગ્યે ફરિયાદીની રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૪૫૪૩ કીમત રૂ ૨ લાખ વાળી રફાળેશ્વર ચોકડીથી આગળ જીઆઈડીસી પાસે પોલીસ હેડ ક્વાર્ટર ખૂણા પાસે રાખી હતી જે રીક્ષા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
પોલીસે ટેકનીકલ વર્ક અને હુમન સોર્સથી માહિતી મેળવી હતી અને આરોપી જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલ જાખર ગામના પાટિયા પાસે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી કલ્પેશ ભુરાભાઈ પરમાર રહે હાલ ગૌરીદળ તા. રાજકોટ મૂળ છતર તા. ટંકારા વાળાને ઝડપી લઈને ચોરી થયેલી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૪૫૪૩ કીમત રૂ ૨ લાખ રીકવર કરી વધુ તપાસ ચલાવી છે

