Bhopal,તા.17
દેશમાં એક સર્વપ્રથમ રસપ્રદ ચુકાદામાં ‘પાકિસ્તાન-જીંદાબાદ’નો નારો લગાવનારા એક વ્યક્તિને મધ્યપ્રદેશ હાઈકોર્ટે જામીન માટે અનોખી શરત રાખી હતી. ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ધરાવતા એક વ્યક્તિ ફૈરલ ઉર્ફે ફેઝાન એ 17 મે 2024ના કોઈપણ કારણોસર પાકિસ્તાન જીંદાબાદ-હિંદુસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
પોલીસે તેની સામે દુશ્મનાવટનું વાતાવરણ સર્જાવ સહિતના આરોપ સર કેસ દાખલ કર્યો હતો તેની જામીન અરજી નકારાયા બાદ હાઈકોર્ટમાં રીટ કરી હતી. ફેઝલના ધારાશાસ્ત્રીએ સ્વીકાર્યુ કે તેના અસીલે આ પ્રકારે સૂત્રો પોકાર્યા હતા.
તેણે અદાલત જે શરતો સાથે જામીન આપે તે સ્વીકારવા તૈયારી દર્શાવી હતી. બાદમાં હાઈકોર્ટે ફેઝલને એક રસપ્રદ અને અનોખી શરતો સાથે જામીન મંજુર કર્યા હતા જેમાં તેણે જે પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધાયો હતો.
તે પોલીસ સ્ટેશને દરેક મહિનાના પ્રથમ અને ચોથા મંગળવારે હાજરી પુરાવવા જવાની સાથે ત્યાં ફરકતા રાષ્ટ્રધ્વજને 21 વખત સલામી આપવાની સાથે ભારત માતા કી જય નો નાદ પણ કરવાનો રહેશે.
તેની ટ્રાયલ પુરી થાય નહી ત્યાં સુધી તેને આ ‘સજા’ ભોગવવાની રહેશે. જો કે ન્યાયમૂર્તિ ડી.કે.પારીયાલએ કેસના મેરીટ પર જવાનો ઈન્કાર કરીને હાલ ટ્રાયલ કોર્ટ પર છોડયુ હતું. સરકાર તરફથી રજુઆત થઈ હતી કે ફેઝલ ગુન્હાહીત રેકોર્ડ ધરાવે છે અને હવે તેનો નવો જન્મ થયો છે અને જયાં મોટા થયા છે.
તે દેશની વિરુદ્ધ જ સૂત્રોચ્ચાર કર્યા છે. અદાલત સમક્ષ તે પાક ઝીન્દાબાદ અને હિન્દુસ્તાન મુર્દાબાદના નારા લગાવતો હોય તેવો વિડીયો પણ રજુ થયો હતો. અદાલતે આ શરતો ઉપરાંત તેને રૂા.50000ના જાતમુચરકા અને તેટલી જ રકમના જામીન આપવા સાથે જામીન પર છોડયો હતો.

