Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Chandigarh, તા.૪

    જ્યોતિ મલ્હોત્રા બાદ, પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે વધુ એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જ્યોતિ મલ્હોત્રાના ફ્રેન્ડ, પંજાબના યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરી છે. જસબીર ’જાન મહલ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે મળીને જાસૂસી કરવાનો આરોપ છે.

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જસબીર પાકિસ્તાની ગુપ્તચર અધિકારી શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા, હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની હાઇ કમિશનમાંથી કાઢી મૂકવામાં આવેલા અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતો. જેમાંથી જ્યોતિ મલ્હોત્રાની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી છે અને હાલ જસબીર પણ પકડાયો છે.

    રિપોર્ટ અનુસાર, પંજાબ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, જસબીર સિંહ આતંકવાદી સમર્થિત જાસૂસી નેટવર્કનો ભાગ છે. તેણે પાકિસ્તાની હાઇ કમિશનના દાનિશના કહેવાથી ૨૦૨૪માં દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશન ખાતે આયોજિત એક પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં, તે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને કેટલાક વ્લોગર્સને મળ્યો હતો જેઓ ગુપ્તચર પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

    તપાસમાં એ પણ ખૂલ્યું છે કે, જસબીર ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૪માં ત્રણ વખત પાકિસ્તાન ગયો હતો, અને તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણો (મોબાઈલ-ફોન, લેપટોપ)માં ઘણા પાકિસ્તાની નંબર મળી આવ્યા છે. હવે ફોનમાંથી મળેલા તમામ ડેટાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. પોલીસને આશા છે કે, ફોરેન્સિક તપાસમાં વધુ માહિતી જાણવા મળશે.

    કોણ છે જાસૂસ જસબીર?મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, યુટ્યુબર જસબીર સિંહ પંજાબના રૂપનગર જિલ્લાના મહલાન ગામનો રહેવાસી છે. જે “જાન મહેલ” નામના યુટ્યુબ ચેનલ ચલાવે છે. હાલ આ ચેનલને ૧૧ લાખથી વધુ લોકોએ સબ્સ્ક્રાઇબ કરેલી છે. નોંધનીય છે કે, જાસૂસીના આરોપમાં પકડાયેલી હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા પણ એક યુટ્યુબર છે, જેથી જસબીરનો યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પણ ગાઢ સંપર્ક હતો. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, યુટ્યુબર જસબીર સિંહ પંજાબના રૂપનગર જિલ્લાના મહલાન ગામનો રહેવાસી છે. જે “જાન મહેલ” નામના યુટ્યુબ ચેનલ ચલાવે છે. હાલ આ ચેનલને ૧૧ લાખથી વધુ લોકોએ સબ્સ્ક્રાઇબ કરેલી છે. નોંધનીય છે કે, જાસૂસીના આરોપમાં પકડાયેલી હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા પણ એક યુટ્યુબર છે, જેથી જસબીરનો યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પણ ગાઢ સંપર્ક હતો.

    જસબીરની જેમ જ જ્યોતિ મલ્હોત્રાએ પણ પાકિસ્તાનના દાનિશ સાથે સંપર્કમાં હતી. જેથી આ મામલે જ્યોતિની ધરપકડ થયા પછી, જસબીરે પણ તેના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનીઓ સાથેના મેસેજો ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની સતર્કતાએ તેનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યોતિના ઉપકરણમાંથી ૧૨ ટેરાબાઈટ ડેટા મળી આવ્યો હતો, જેમાં તેની ચેટ અને ૈંજીૈં સાથેના નાણાકીય વ્યવહારોના પુરાવા હતા.

    ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવ અને ઓપરેશન સિંદૂર બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ જાસૂસી નેટવર્ક પર ચાંપતી નજર રાખી રહી છે. જ્યોતિ અને જસબીરનો કેસ એ વાતનો પુરાવો છે. જેમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારતમાં બનાવેલા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસે કહ્યું કે, જસબીરના ફોનમાં રહેલા ટેકનિકલ ડેટાની સંપૂર્ણ તપાસથી વધુ ખુલાસા થઈ શકે છે.

    another Arrested Chandigarh Jyoti Malhotra YouTuber
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    April 16, 2026
    અન્ય રાજ્યો

    પીરિયડ લીવ કોઈ વિશેષ અધિકાર કે એહસાન નથી, પરંતુ મહિલાઓનો અધિકાર છે: Karnataka High Court

    April 16, 2026
    વ્યાપાર

    Adani Groupના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’

    April 15, 2026
    વ્યાપાર

    કેરએજ-ESG દ્વારા ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩ ના સર્વોચ્ચ ESG સ્કોર સાથે રેટિંગ અપાયું

    April 15, 2026
    વ્યાપાર

    ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીએ 87.3 નો સર્વોચ્ચ ESG સ્કોર હાંસલ કર્યો

    April 15, 2026
    વ્યાપાર

    Sagar Adaniની કતર સેન્ટ્રલ બેંકના ગવર્નર અને કતર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA)ના ચેરમેન સાથે બેઠક

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.