Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025

    હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!

    July 5, 2025

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત
    • હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!
    • Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»મોટા રાજયોને હંફાવીને નવા ઈન્વેસ્ટરોમાં સૌપ્રથમવાર Gujarat બન્યું ‘Number One’
    વ્યાપાર

    મોટા રાજયોને હંફાવીને નવા ઈન્વેસ્ટરોમાં સૌપ્રથમવાર Gujarat બન્યું ‘Number One’

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.24
    શેરબજારમાં ગુજરાતીઓનો દબાવને હોવાની વાત જાણીતી જ છે. હવે ઈન્વેસ્ટરોની સંખ્યામાં પણ ગુજરાતે નવો રેકોર્ડ બનાવ્યો છે અને પ્રથમ વખત અન્ય રાજયોને હંફાવીને ‘નંબર વન’નું સ્થાન મેળવ્યું છે. સપ્ટેમ્બરમાં ગુજરાતમાંથી નવા ત્રણ લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા.

    નેશનલ સ્ટોક એકસચેંજના રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી નવા 3.02 લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. ઓગષ્ટ-સપ્ટેમ્બરના બે માસમાં 135 ટકાનો વધારો થયો છે. ગુજરાત પ્રથમ વખત નવા ઈન્વેસ્ટરોના ઉમેરાની સંખ્યામાં પ્રથમ સ્થાને આવ્યુ છે. ઉતરપ્રદેશમાં 2.93 લાખ તથા મહારાષ્ટ્રમાં 2.60 લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા.

    એનએસઈના રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, સપ્ટેમ્બરમાં નવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં ઉતરપ્રદેશ તથા મહારાષ્ટ્રને પાછળ રાખીને ગુજરાતે મેદાન મારી લીધુ છે. દેશના નવા કુલ ઈન્વેસ્ટરોમાં 14 ટકા માત્ર ગુજરાતમાંથી ઉમેરાયા હતા. ઉતરપ્રદેશના નવા 2.93 લાખ ઈન્વેસ્ટરો સાથે ટકાવારી 13.6 ટકા થવા જાય છે. મહારાષ્ટ્રનો હિસ્સો 12 ટકા છે.

    રાજસ્થાનમાંથી 1.65 લાખ તથા પશ્ચિમ બંગાળમાં 1.24 લાખ નવા ઈન્વેસ્ટરોનો ઉમેરો થયો છે. શેરબજારના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચાલુ કેલેન્ડરવર્ષ પ્રાયમરી માર્કેટ માટે બ્લેકબસ્ટર નિવડયુ જ છે. રેકોર્ડબ્રેક સંખ્યામાં આઈપીઓ સાથે અત્યાર સુધીમાં જ કંપનીઓ એક લાખ કરોડથી વધુ નાણાં એકત્રીત કરી લીધા છે.

    હજુ અનેક જાણીતી-મોટી કંપનીઓના આઈપીઓ પાઈપલાઈનમાં છે તેને કારણે નવા-નવા ઈન્વેસ્ટરોની એન્ટ્રી થઈ રહી છે. મોટાભાગના આઈપીઓના લીસ્ટીંગ પ્રીમીયમથી થતા હોવાથી ઈન્વેસ્ટરોને સારી કમાણી છે. પરિણામે આકર્ષણ વધતુ રહ્યું છે.

    ગુજરાતીઓ દાયકાઓથી શેરબજાર સાથે સંકળાયેલા જ છે અને વર્ષોથી દબદબો ધરાવે જ છે પરંતુ બાકી રહી ગયેલ નાના ઈન્વેસ્ટરો પણ તેમાં ઝુકાવી રહ્યા છે. ટ્રેડીંગથી દુર રહેવાનું પસંદ કરતા આ રોકાણકારો માત્ર આઈપીઓ પર જ ફોકસ કરી રહ્યા છે.

    ગુજરાત પાડોશી રાજયો એવા રાજસ્થાનમાં પણ રોકાણકારો વધી રહ્યા હોય તેમ સપ્ટેમ્બરમાં માસિક ધોરણે સંખ્યા 32.4 ટકાનો વધારો સુચવે છે. સમગ્ર દેશલેવલે સપ્ટેમ્બરમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં 11.6 ટકાનો વધારો હતો. ઓગષ્ટમાં 19.6 લાખ નવા ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. સપ્ટેમ્બરમાં તે આંકડો 21.8 લાખનો થયો હતો.

    છેલ્લા એક માસમાં સૌથી વધુ ઈન્વેસ્ટરો ગુજરાતમાંથી ઉમેરાયા હોવા છતાં કુલ રોકાણકારોની સંખ્યામાં મહારાષ્ટ્ર નંબર-વન છે. 1.7 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટર સાથે દેશના કુલ રોકાણકારોમાં 16.7 ટકાનો હિસ્સો ધરાવે છે. બીજા ક્રમે ઉતરપ્રદેશમાં 1.2 કરોડ ઈન્વેસ્ટરો છે. દેશલેવલે 8.8 ટકાનો હિસ્સો છે.

    ગુજરાતમાં એક જ મહિનામાં ત્રણ લાખ નવા ઈન્વેસ્ટરોના ઉમેરાથી નિષ્ણાંતો પણ મોઢામાં આંગળા નાંખી ગયા છે. ઉતરપ્રદેશમાં 23.70 કરોડ તથા મહારાષ્ટ્રમાં 12.7 કરોડની વસતી સામે ગુજરાતની જનસંખ્યા સાત કરોડ છે છતાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં મોટા રાજયોને હંફાવી રહ્યું છે.

    ચાલુ માસમાં વિદેશી નાણાં સંસ્થાઓની 80,000 કરોડની જંગી વેચવાલી
    શેરબજારમાં કેટલાંક દિવસોથી અનિશ્ચિતતાભર્યા માહોલમાં મંદીનો ઝોક છે અને તે પાછળનુ એક કારણ વિદેશી નાણા સંસ્થાઓની જંગી વેચવાલી છે. વિદેશી નાણા સંસ્થાઓએ ચાલુ ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં 80,000 કરોડથી પણ વધુનુ વેચાણ કર્યુ છે. જે ચાલુ વર્ષનો રેકોર્ડ છે.આ પૂર્વે મે મહિનામાં 6 હજાર કરોડનું વેચાણ કર્યું હતું.

    વારી એનર્જીનાં આઈપીઓએ ટાટા – બજાજનો પણ રેકોર્ડ તોડયો
    પ્રાયમરી માર્કેટમાં આઈપીઓની હારમાળા છે.ગઈકાલે ખતમ થયેલા વારી એનર્જીનાં આઈપીઓએ ક્રેઝ ઉભો કર્યો હતો જેમાં ટાટા ટેકનોલોજી તથા બજાજ હાઉસીંગનો રેકોર્ડ પણ ધ્વસ્ત થયો હતો વારી એનર્જીમાં કુલ 97.34 લાખ અરજી થઈ હતી. 4321 કરોડના આઈપીઓમાં 2.41 લાખ કરોડ ઠલવાયા હતા તેના કારણે 76 ગણો ભરાયો હતો.

    સંસ્થાકીય કેટેગરીમાં 208 ગણુ તથા બીન સંસ્થાકીય ક્ષેત્રમાં 62 ગણુ ભરણુ થયુ હતું. કુલ 97.34 લાખ અરજી થઈ હતી. આ પૂર્વે બજાજ હાઉસીંગનાં આઈપીઓમાં 90 લાખ તથા ટાટા ટેકનોલોજીના આઈપીઓમાં 73 લાખ અરજીનો રેકોર્ડ હતો તે તૂટી ગયો હતો. કંપનીએ 1503 ના ભાવે શેર ઓફર કર્યો છે.ગ્રે માર્કેટમાં 1485 નું પ્રિમીયમ છે.

    NSE REPORT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    વ્યાપાર

    IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર

    July 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025

    હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!

    July 5, 2025

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025

    હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!

    July 5, 2025

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.