New Delhi,તા,૨૫
ભીષણ ચક્રવાતી તોફાન દાના મોડી રાતે ઓડિશાના કાંઠે ત્રાટક્યું. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વાવાઝોડાનું લેન્ડફોલ હજુ પણ ચાલુ છે. ઓડિશાના ધામરા અને ભિતરકનિકા પાસે તોફાન ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું. તોફાનના કારણે ઓડિશા અને બંગાળના અનેક વિસ્તારો આંધી તોફાનની ઝપેટમાં છે.તોફાનના કારણે ઓડિશા અને બંગાળના અનેક વિસ્તારો આંધી તોફાનની ઝપેટમાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. પવન ફૂંકાવવાના કારણે ઝાડ ઉખડી ગયા છે. તોફાન અંગે ઓડિશા અને બંગાળમાં એનડીઆરએફની ટીમો હાઈ એલર્ટ પર છે.
ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ દાના સવારે ૭.૩૦ વાગે ધામરાથીલગભગ ૩૦ કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમ અને હબલીખાતી નેચર કેંપ (ભિતરકનીકા)થી ૫૦ કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં કેન્દ્રીત થયું હતુંં. તોફાન ત્રાટક્યા બાદથી જ ઓડિશામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મૂસળધાર વરસાદ પડી રહ્યો છે. આઈએમડી ભુવનેશ્વરના સ્થાનિક ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરતા કહ્યું છે કે ઓડિશામાં આજે આખો દિવસ પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. અત્રે જણાવવાનું કે ઓ તોફાનની અસર ઓડિશા ઉપરાંત ૬ અન્ય રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. આ તમામ રાજ્યોમાં તોફાનને પહોંચી વળવાની તૈયારીઓ થઈ છે.
હવે તે એક ગંભીર ચક્રવાતી તોફાન છે અને પવનની ઝડપ ૧૦૦-૧૧૦ કિમી પ્રતિ કલાકની છે. લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જે આગામી ૧-૨ કલાક સુધી રહેશે. આ ઉપરાંત ઓડિશામાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને ધીરે ધીરે નબળું થઈ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. ઓડિશાના ધામરામાં સાઈક્લોન દાનાના પ્રભાવથી સમુદ્ર અશાંત છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં ૫.૮૪ લાખ લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે.
ઓડિશાના ૩૦માંથી ૧૪ સમુદ્રી કાંઠા જિલ્લાઓ ચક્રવાતી તોફાન દાનાની ઝપેટમાં છે. આઈએમડીએ ૨૪થી ૨૬ ઓક્ટોબર સુધી ૧૪ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ૧૪ જિલ્લામાં અંગુલ, નયાગઢ, બાલેશ્વર, મયૂરભંજ, ભદ્રક, કેન્દ્રપાડા, જગતસિંહપુર, કેન્દુઝાર, જાજપુર, કટક અને ઢેંકનાલ, ખુર્દા, ગંજમ અને પુરી સામેલ છે. નુકસાનને પહોંચી વળવા માટે ઓડિશા સરકારે એનડીઆરેએફની ૨૦ ટીમો ફિલ્ડમાં તૈનાત કરી છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ફોર્સની ૫૧ ટીમો પણ ફિલ્ડમાં છે. ફાયર બ્રિગેડની ૧૭૮ ટીમો એલર્ટ મોડ પર છે. ૧૬ લાખ લોકોને ૬ હજાર રાહત શિબિરોમાં ખસેડાયા છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે અને જનજીવન અસ્તવ્યસ્ત છે.
પશ્ચિમ બંગાળમાં ૮ જિલ્લાઓમાં ચક્રવાતી તોફાન દાનાની અસર જોવા મળી શકે છે. આ જિલ્લાઓમાં પૂર્વ મેદનીપુર, પશ્ચિમ મેદનીપુર, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા, કોલકાતા, હાવડા, હુગલી અને ઝારગ્રામ સામેલ છે. એલર્ટ છે કે ૮ જિલ્લાઓમાં ૨૩થી ૨૬ ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે શાળા કોલેજો બંધ છે. સમુદ્રી કાંઠા વિસ્તારોમાં ૮૫ રાહત ટીમો તૈનાત છે. કોલકાતામાં એરપોર્ટ બંધ છે. ૧૫૯૮૩૭ લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા છે. આંધ્ર પ્રદેશમાં રાયલસીમામાં પણ ચક્રવાતની અસર જોવા મળી શકે છે. વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ૩૦થી ૫૦ કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. સુરક્ષા કારણોસર આંધ્ર સરકારે કાંઠા વિસ્તારોમાં દ્ગડ્ઢઇહ્લ ની ૯ ટીમો તૈનાત કરી છે.
ઝારખંડમાં પૂર્વ સિંહભૂમ, પશ્ચિમ સિંહભૂમ, સિમડેગા, સરાયકેલા-ખરસાવા, દેવધર, ધનબાદ, દુમકા, ગિરીડીહ, ગોડ્ડા, જામતાડામાં અસર જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સરકારે એનડીઆરએફની ૯ ટીમો તૈનાત કરી છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે વાવાઝોડું છેલ્લા છ કલાકમાં ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને પછી કેન્દ્રપારા જિલ્લાના ભીતરકણિકા અને ભદ્રક જિલ્લાના ધમરા વચ્ચે પહોંચ્યું હતું. આ દરમિયાન પવનની ઝડપ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.
’દાના’ના આગમન બાદ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તાઓને પણ નુકસાન થયું છે. ’દાના’ની અસર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત ’દાના’ના કારણે ભૂસ્ખલનની પ્રક્રિયા ચાલી રહી છે. ચક્રવાતનો પાછળનો ભાગ જમીનમાં પ્રવેશી રહ્યો છે. ભૂસ્ખલન પ્રક્રિયા આગામી ૧-૨ કલાક સુધી ચાલુ રહેશે. ઉત્તર ઓડિશામાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આજે સવાર સુધીમાં તે ધીમે ધીમે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. આ સમયે, ઊંચા મોજાઓ વધી રહ્યા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં બે-ત્રણ કિલોમીટર સુધી પાણી પહોંચી શકે છે. આગામી ૨૪ કલાક માટે વધારાની સુરક્ષા લેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત ’દાના’ના કારણે ભૂસ્ખલનની પ્રક્રિયા ચાલી રહી છે. ચક્રવાતનો પાછળનો ભાગ જમીનમાં પ્રવેશી રહ્યો છે. ભૂસ્ખલન પ્રક્રિયા આગામી ૧-૨ કલાક સુધી ચાલુ રહેશે. ઉત્તર ઓડિશામાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આજે સવાર સુધીમાં તે ધીમે ધીમે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. આ સમયે, ઊંચા મોજાઓ વધી રહ્યા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં બે-ત્રણ કિલોમીટર સુધી પાણી પહોંચી શકે છે. આગામી ૨૪ કલાક માટે વધારાની સુરક્ષા લેવાની સલાહ આપવામાં આવી છે.
ચક્રવાત ’દાના’ના કારણે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સ્થિતિ વણસી છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને રસ્તાઓ પર પડી ગયા છે. દરમિયાન, ચક્રવાત ’દાના’ના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે મોડી રાત્રે હાવડામાં રાજ્ય સરકારના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. તે આખી રાત કંટ્રોલ રૂમમાં રહી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવતી રહી. બંગાળમાં અત્યાર સુધીમાં ૨ લાખ ૧૧ હજાર ૨૩૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ચક્રવાત ’દાના’ના કારણે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સ્થિતિ વણસી છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને રસ્તાઓ પર પડી ગયા છે. દરમિયાન, ચક્રવાત ’દાના’ના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે મોડી રાત્રે હાવડામાં રાજ્ય સરકારના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. તે આખી રાત કંટ્રોલ રૂમમાં રહી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવતી રહી. બંગાળમાં અત્યાર સુધીમાં ૨ લાખ ૧૧ હજાર ૨૩૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તોફાન ત્રાટકવાની આશંકાથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના અધિકારીઓએ લાખો લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ૪૦૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે.તોફાન ત્રાટકવાની આશંકાથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના અધિકારીઓએ લાખો લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ૪૦૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દાના વાવાઝોડાની અમદાવાદ શહેર કે રાજ્યભરમાં અસર થવાની શક્યતા નહિવત છે. જો કે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરથી ઉત્તર પૂર્વના સૂકા પવનો શરૂ થવાની સાથે ભેજનું પ્રમાણ ઘટતા ગરમી વધવાની પણ શક્યતા છે. ૨ ડિગ્રી ગરમી વધી શકે છે.

