Srinagar,તા.05
વિશ્વના સૌથી ઉંચા રેલ્વે બ્રિજ આર્ચ બ્રિજ ચિનાબ રેલપુલનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આ ચિનાબ બ્રિજ નદીથી 459 મીટરની ઉંચાઈ પર છે. જે 1315 મીટર લાંબો સ્ટીલ આર્ચ બ્રિજ છે.ભૂકંપ કે તોફાની પવનની પણ તેને કોઈ અસર નહીં થાય. વડાપ્રધાન કટરાથી શ્રીનગર વચ્ચે વંદેભારત ટ્રેનમાં લીલીઝંડી પણ આપશે ટ્રેનથી આ અંતર માત્ર ત્રણ કલાકમાં કપાશે.