કેઅયોધ્યામાં ૨૫ લાખથી વધુ માટીના દીવાઓ એકસાથે પ્રગટાવવાનો અને ૧,૧૨૧ વેદાચાર્યો દ્વારા એકસાથે આરતીના બે ગિનિસ વર્લ્ડ રેકોડ્ર્સ નોંધાયા
New Delhi, તા.૩૧
રામનગરી અયોધ્યામાં દીવાળીની પૂર્વસંધ્યાએ આશરે ૨૫ લાખ દીવા પ્રગટાવીને ભવ્યાતિભવ્ય દીપોત્સવની ઉજવણી કરાઈ હતી અને આની સાથે બે નવા ગિનિસ વર્લ્ડ રેકોડ્ર્સ બન્યાં હતાં. પવિત્ર નગરીમાં ૨૫ લાખથી વધુ માટીના દીવાઓ એકસાથે પ્રગટાવવાનો અને ૧,૧૨૧ વેદાચાર્યો દ્વારા એક સાથે આરતીના બે રેકોર્ડ બન્યાં હતાં. બુધવારે અયોધ્યામાં સતત આઠમી વાર દિપાત્સવની ઉજવણી થઈ હતી, પરંતુ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછીનો આ પ્રથમ દીપોત્સવ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ હતું. ભગવાન રામને આવકારવા માટે સમગ્ર શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.સરયુ નદીના ૫૫ ઘાટ પર ૨૫ લાખથી દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં નદીના કિનારે વિશેષ આરતી કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ સ્થાનિક કારીગરો પાસેથી ૨૮ લાખ દીવા મંગાવ્યો હતાં, જેથી તેઓ કોઈપણ કારણસર તેમાંથી ૧૦ ટકા ઓછી ગણતરી થાય તો ૨૫ લાખનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય. લોકો દિવ્ય ઉત્સવને લાઈવ જોઈ શકે તે માટે ઘાટ ૪૦ જમ્બો એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી હતી.ગિનીસ કન્સલ્ટન્ટ નિશ્ચલ ભારોટ સાથે અયોધ્યાની મુલાકાત લેનારા ગિનીસ વર્લ્ડ રેકોડ્ર્સના નિર્ણાયક પ્રવિણ પટેલે નવા રેકોર્ડની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કુલ ૧,૧૨૧ લોકોએ એકસાથે આરતી કરી હતી અને તેનાથી યુપી પ્રવાસન, અયોધ્યાના જિલ્લા વહીવટીતંત્ર અને સરયુ આરતી સમિતિ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.બીજા રેકોર્ડ પર તેમણે જણાવ્યું હતું હતું કુલ ૨૫,૧૨,૫૮૫ દીવાઓ સાથે એકસાથે સૌથી વધુ દીવા પ્રગટાવવાનો યુપી પ્રવાસન, યુપી સરકાર, અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર અને ડો રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીએ નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમને એક સાથે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડને વેરિફાઇ કરવાનો ખૂબ આનંદિત થયો હતો. એક સાથે સૌથી વધુ લોકો આરતી કરતાં હોય તે બ્રાન્ડ ન્યૂ રેકોર્ડ છે. દીવાના સૌથી મોટા પ્રદર્શન માટેનો અગાઉનો રેકોર્ડ ૨૨,૨૩,૬૭૬ હતો. તેમણે જણાવ્યું હતું કે માત્ર આંકડાનું જ મહત્ત્વ ન હતું, પરંતુ માર્ગદર્શિકતાનું પણ એટલું જ મહત્ત્વ હતું. તમે બંને રેકોર્ડ માટે માર્ગદર્શિકાને પૂર્ણ કરી છે. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં સરયુ નદીના કિનારે ૨૦૧૭થી દિવાળીના એક દિવસ પહેલા અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

