Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Samvat 2081માં સોના-ચાંદીમાં તેજીનો ઝગમગાટ ચાલુ રહેશે
    વ્યાપાર

    Samvat 2081માં સોના-ચાંદીમાં તેજીનો ઝગમગાટ ચાલુ રહેશે

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સંવત ૨૦૮૧નો પ્રારંભ થઈ રહ્યો છે. સોના-ચાંદીએ ગત ૨૦૮૦ના વર્ષે તેજીનો સ્વાદ ચખાડયો હતો. સોના-ચાંદીનાં બજારોમાં હજુય તેજી છે. અલબત્ત, મધ્યમવર્ગે સોનાની ખરીદીના વિચારને ટાટા-બાયબાય કહી દેવું પડે તેમ છે. સોનાનો ભાવ એક લાખની દિશામાં દોડશે તે તો કોઇએ કલ્પ્યું પણ નહોતું. જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સોના-ચાંદીના વધતા ભાવો જોઇ મૂઝવણમાં પડી ગયા હતા.

    સંવત ૨૦૮૦માં સોનાના ભાવમાં ૩૨ ટકાનો વધારો નોંધાયો હતો. એટલે જ કહ્યું છે કે ૨૦૮૦નું વર્ષ ચકમકતી ચીજો માટે તેજીનું રહ્યું હતું. સોનાના ભાવમાં વધારો ચિંતાજનક એટલા માટે બન્યો હતો કે વિશ્વમાં સતત ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા સંભળાતા હતા. જો ખરેખર યુદ્ધ ફાટી નીકળે તો સોનાના ભાવોમાં મોટી ચડઉતર જોવા મળી શકે એમ હતી. જાણકારો કહે છે કે સંવત ૨૦૬૭ ( એટલેકે અંગ્રેજી વર્ષ ૨૦૧૧) પછી સોનાના ભાવોમાં  પહેલી વાર આટલો મોટો અને સ્થિર ઉછાળો જોવા મળ્યો છે.

    સંવત ૨૦૬૭માં સોનામાં ૩૬ ટકા અને ચાંદીમાં ૪૦ ટકાનું રીટર્ન જોવા મળ્યું હતું. સોના-ચાંદીનાં બજારોની ચડઉતર પ્રજાની સમૃદ્ધિની અને ખરીદશક્તિનાં દર્શન કરાવતી હોય છે. આપણે ત્યાં લોકોક્તિ છે કે સુખ મેં સમરે સોની,  દુખમેં સમરે રામ. અર્થાત્ આર્થિક સમૃદ્ધિ સહેજ સુધરે કે તરત જ લોકો સોનું ખરીદવા પ્રેરાય છે. 

    મધ્યમવર્ગ પોતાનાં સંતાનોનાં લગ્ન માટે ટુકડે ટુકડે સોનાની ખરીદી કરીને  ભેગું કરતા રહે છે. તે માટે તે ગુરૂ પુષ્ય નક્ષત્ર કે ધનતેરસ જેવા પવિત્ર દિવસોની રાહ જુવે છે.

    વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો  ગયા સપ્ટેમ્બરમાં આવેલો રિપોર્ટ કહે છે કે અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી અને મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે સોનાના ભાવ હજુ પણ વધી શકે છે. અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીનો નિર્ણય આ મહિનામાં આવી જવાનો છે, જ્યારે યુદ્ધની આગ વિકરાળ બનીને આગળ વધી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર સપ્ટેમ્બર માસમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં ૭૬.૭ ટન સોનું વેચાયું હતું.  ભારતના પ્રથમ ગોલ્ડ સોવેરીન બોન્ડની મેચ્યોરિટી પણ સંવત ૨૦૮૦માં ચૂકવાઇ હતી.

    જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓને એક તરફ ઓનલાઇન જ્વેલરી વેચનારા પડકારી રહ્યા છે, તો બીજી તરફ શહેરોમાં સોના-ચાંદીની નાની દુકાનો ધરાવનારા પડકારી રહ્યા છે. દરેક કુટુંબ એક ચોક્કસ સોનીની દુકાન સાથે વિશેષ ઘરોબો ધરાવતું હોય છે. દરેક પ્રસંગે તેને ત્યંાથી ખરીદી કરવામાં આવે છે. સંવત ૨૦૮૦માં સોનાના ભાવ એટલા ઊંચા ગયા હતાકે મધ્યમવર્ગે સોનાની ખરીદીમાં કાપ મુકવો પડયો હતો. ૮૦,૦૦૦ રૂપિયે એક તોલું સોનું ખરીદવા માટે મધ્યમવર્ગે મહિનાઓ સુધી સતત બચત કરવી પડે છે. મધ્યમવર્ગ સોનાના ઊંચા ભાવોથી દેખીતી રીતે જ નારાજ છે.

    સરકારે જુલાઇ ૨૦૨૪માં જ્યાં સોના પરની આયાત ડયુટીમાં ઘટાડો કર્યો ત્યારે ભાવોમાં નવ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ સોનાની આયાત ૩૬૦ ટન જેટલી વધી હતી અને લોકોમાં તેની ખરીદી પણ વધી હતી. 

    આજથી ૨૦૮૧નો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે વર્ષની શરૂઆતથી જ જાણે કે ત્રીજા વિશ્વયુધ્ધનાં વાદળો બંધાઇ રહ્યાં છે. હવે મેરેજ સિઝન આવશે. દેશમાં વીસ લાખ જેટલાં લગ્નો થવાં જઈ રહ્યાં છે ત્યારે સોનાની ખરીદીની માત્રા પણ વધતી જશે. લગ્નોની મોસમ વર્ષમાં ત્રણ વાર આવે છે. આપણે ત્યાં લગ્નોમાટેની ખરીદીની યાદીમાં સોનું ટોેપ પર હોય છે. લગ્નનાં છ મહિના અગાઉ જ સોનાની ખરીદી સામાન્યપણે થઈ જતી હોય છે.

    ગઈ કાલે શુક્રવારે બજારો બંધ હતી અને સોનાનો ભાવ અંદાજે ૮૦,૦૦૦ તેમજ ચાંદીનો ભાવ ૯૬,૦૦૦ બોલાયો હતા. સોના-ચાંદીનાં બજારોના જાણકારો કહે છે કે સંવત ૨૦૮૧માંપણ સોનામાં તેજી ચાલુ રહી શકે છે. જે લોકો સોનામાં રોકાણ કરવા માગે છે તેમના માટે સંવત ૨૦૮૧ પણ શુકનવંતુ સાબિત થઇ શકે છે. જેમની પાસે સોનામાં રોકાણ કરવાલાયક પૈસો છે તેમના માટે સોનું ઝગમગાટનું બીજું નામ છે તે સમજી લેવું જોઇએ.

    gold and silver market Samvat 2081
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.