Mumbai,તા.7
આજે સતત બીજા દિવસે સોનાચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. સોનામાં રૂા.2000 અને ચાંદીમાં 3000નો કડાકો થયો છે. તેની સાથે જ સોનુ રૂા.79050 અને ચાંદી રૂા.92900ની સપાટીએ પહોંચ્યું છે. બે દિવસનો સૌથી મોટો ઘટાડો છે.
અમેરિકાના નવા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બન્યા છે તેની ભવ્ય વિજયની વિશ્વભરની ફાઈનાન્સીયલ માર્કેટો પર મોટી અસર પડી છે. જયારે ડોલર સામે રૂપિયો ધડામ થયો હતો. શેરબજારમાં મોટી ઉથલ પાથલ મચી છે.
ટ્રમ્પ જીતે તો શેરબજારમાં સારો પડઘો પડયાનો આશાવાદ વ્યક્ત થતો જ હતો. માર્કેટમાં શરૂઆત તેજીના ટોને જ થઈ હતી અને ટ્રમ્પની જીત જાહેર થતા તેજી વધુ વ્યાપક બની હતી. હેવીવેઈટથી માંડીને રોકાણ સુધીના તમામ ક્ષેત્રોના શેરોમાં ઉછાળો નોંધાયો હતો.
આજે પણ તેની અસર જોવા મળી રહી છે. ડોલર 2657એ સ્પોટ થયુ છે. બજાર ખુલતા જ મોટી ઉથલપાથલ જોવા મળી. સોનામાં આજે ફરી રૂા.2000નુ તો ચાંદીમાં 3000નુ ગાબડુ પડયુ છે.