દિલ્લી, હૈદરાબાદ, મુંબઈથી માત્ર પતંગનો કાગળ લવાય છે : પતંગ માટે ઉપયોગી વાંસ માત્ર આસામમાં થાય છે
ઉત્તરાયણની ઉજવણી થવાના મહિનાઓ પહેલા જ પતંગ બજારમાં તેજી આવી જાય છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પતંગ બનાવવામાં આવે છે. દેશના ખૂબ ઓછા શહેરોમાં ઉત્તરાયણના દિવસે અથવા તો મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવામાં આવેછે. અમદાવાદ ઉપરાંત રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ પતંગ ઉડાડવાની પરંપરા વર્ષોથી રહેલી છે.
અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં પતંગો વિશેષરીતે બનાવવામાં આવુે છે. ભારતમાં આના સિવાય ક્યાય પણ પતંગો બનાવવાની કામગીરી વિકસેલી નથી અને આ કારીગરી મશીનરી વગરની છે જેથી આખા વિશ્વમાં વિખ્યાત છે. એક પતંગ તૈયાર થાય ત્યારે ઓછામાં ઓછા ૭થી ૮ વ્યક્તિઓના હાથ નીચેથી પસાર થાય છે. આમાં સંપૂર્ણ હાથની બનાવટ હોય છે. આના કાચા માલસામાન વિશે જોઈએ તો દિલ્લી, હૈદરાબાદ, મુંબઈથી માત્ર પતંગોનો કાગળ લાવવામાં આવે છે. આ ઉપરાંત પતંગની કમાન અને ઢઢો એ માત્ર ને માત્ર કલકતા અને તુલસીપુરમાં બનાવવામાં આવે છે. આ માટે વપરાતું વાંસ આખા વિશ્વમાં માત્ર આસામમાં થાય છે અને તે કુદરતી રીતે ઉગી નીકળે છે તેની કોઈ ખેતી નથી. આ પહાડી ઉપર થાય છે અને આની ખાસ એક એ બાબત છે કે આ વાંસ પૈસાથી મેળવી શકાતું નથી. પરંતુ વાંસ લેવુ હોત તો તેના બદલે અનાજ પહાડ પર પહોંચતું કરવામાં આવે છે. અને તેના બદલે વાંસ મેલવવામાં આવે છે અને આ વાંસમાંથી કલકતા અને તુલસીપુરમાં આ કમાન ઢઢા બનાવવાાં આવે છે. આમા આનો કાચો માલસામાન આમ એકટો કરીને પતંગ બનાવવામાં આવે છે. અને ત્યારબાદ એક હજારના થપ્પામાં તેને બહાર મોકલવામાં આવે છે. આમાં ઉત્તરાયણના મહિના કે બે મહિના અગાઉ જાહેરાતો વળા પતંગો બનાવવામાં આવે છે. મોટા ભાગે મીડિયમ સાઈઝના પતંગો વધારે પ્રમાણમાં વેચાય છે બાળકોની ખાસ પસંદો ધ્યાનમાં રાખીને છોટાભીમ, બેનટેન, સુપરમેન જેવા કાર્ટુનના ચિત્રણવાળા પતંગોપણ બજારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત ચાઈનાના પતંગ, પોણીયા, આખીયા, રોકેટ, ચાંદેદાર, અડધીયા, બાબલાવાળા, વગેરે પતંગો બજારમાં જોવા મળે છે. પહેલાના સમયમાં આવા પતંગોમાં ડીઝાઈન પાછળથી ચીપકાવવાાં આવતી હતી પરંતુ આજે આ કામ જ પ્રિન્ટિંગમાં જ કરી દેવામાં આવે છે. જાહેરાતના પતંગો છાપવાના ઓર્ડરો લેવામાં આવે છે આમા આ પતંગ બજાર ૧૨ મહિના ધમધમતું હોય છે.
તાર પ્રમાણે દોરીના ભાવ નક્કી કરાય છે
પતંગના શોખિન લોકો દોરીને વિશેષ મહત્વ આપતા હોય છે. કેટલીક એવી દોરી છે જેને લઈને પતંગબાજોમાં ભારે ક્રેઝ રહે છે. દોરીમાં ખાસિયત જોવા જોઈએ તો બરેલીની દોરી ખાસ છે એ એના સિવાય દોરી બીજે મળતી પણ નથી. આ એક જ પ્રોડક્ટ પર અલગ અલગ કંપની પોતાનાનામ પ્રમાણે માલનું વેચાણ કરે છે. આમા તાર પ્રમાણે દોરીના ભાવ હોય છે જેમ કે ઓછામાં ઓછા ૨, ૪, ૬, ૯, ૧૨,૧૬ વધુમાં વધુ આમ આ રીતે તેનો તાર પર ભાવ નક્કી કરવામાં આવે છે.
સમગ્ર ભારત વર્ષમાં મકરસંક્રાતિનું પર્વ ઉજવાય છે તે પ્રાચીનકાળથી પ્રવર્તમાન છે. મકરસંક્રાતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. મકરસંક્રાતિ એટલે શું? તો.સૂર્યનારાયણ એક વર્ષમાં બાર રાશી ભોગ કરે છે. સૂર્યનારાયણ મંડલાકારે ફરે છે. જેમ કુંભારનો ચાકડો ફરે છે તેમ. પૃથ્વીના તીસ ભાગોનું અતિક્રમણ કરે છે. એ દરેક ભાગને ’રાશિ’ એવું નામ આપવામાં આવ્યું છે, એટલે રાશિઓ બાર છે, તે આ પ્રમાણે છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન.
આમ સૂર્ય જુદી-જુદી રાશિઓમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ થાય. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંક્રાન્તિ થાય. ધન રાશિમાં સૂર્ય પ્રવેશે ત્યારે ધન સંક્રાંતિ થાય. સૂર્ય જે રાશિમાં હોય તેમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે સમયને સંક્રાંતિ કહે છે. આવી બાર સંક્રાંતિ હોય છે. જેમાં મકરાદિ છ અને કર્કાદિ છ રાશિઓના સૂર્યના પરિભ્રમણકાળનો અનુક્રમે ઉત્તરાયણ અને દક્ષિણાયન કહેવાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રના ચાંદ્રમાસથી સંવત્સરની ગણતરી મુજબ પોષ મહિનામાં લૂર્યમકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોર સર્વમાન્ય પશ્ચિમાત્ય સૌર વર્ષ પ્રમાણે દર વર્ષે સામાન્ય રીતે ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્યના મકર રાશિમાં ભ્રમણની શરુઆત થતી હોઈ આ દિવસે જ મકરસંક્રાંતિની ઉજવણી થાય છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. ધનના સૂર્યમાં સારા લૌકિક કાર્ય કરવામાં આવતા નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતા હોઈ લૌકિક શુભ કાર્યની શરુઆત કરી શકાય છે.
પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તર તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણ શબ્દ ઉત્તર ’ઉત્તર’ અને ’અયન’ એ બે શબ્દોથી બનેલો છે. ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે. અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.
સૂર્યના સંક્રમણની સાથે સાથે જીવનનું સંક્રમણ પણ જોડાયેલું છે માટે છે. આ ઉત્સવનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ખૂબજ મહત્ત્વ છે. ’તમસો માં જ્યોતિર્ગમય’ અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવાની વૈદિક લૄષિઓની પ્રાર્થના આ દિવસનાં સંકલ્પિત પ્રયત્નોની પરંપરા દ્વારા સાકાર થવા સંભવ છે. કર્મયોગી સૂર્ય પોતાના ક્ષણિક પ્રમાદને ખંખેરી અંધકાર પર આક્રમણ કરવાનો આ દિવસે દ્રઢ સંકલ્પ કરે છે. અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવાની સૂર્યની આ ગતિને લૄષિઓએ અતિ શુભ ગણી છે. ધાર્મિક માન્યતા મુજબ તમામ પ્રકારનાં લૌકિક શુભ કાર્યોની શરુઆત ઉત્તરાયણના લૂર્યસંક્રમણથી કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. પણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિધાઈ ગયું. તેમોન અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઈ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી. તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિર્માગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરી ભગવાનની પૂજા-અર્ચના કરવાનો મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મુકી ગુપ્તદાન કરવામાં આવે છે.
પુરાણકાળમાં બ્રાહ્મણને તલના લાડુમાં સોનાનું ગુપ્તદાન આપવામાં આવતું. બ્રાહ્મણ એ સાંસ્કૃતિક સમાજ રચનાના સંગઠનનું કાર્ય કરે છે. બ્રાહ્મણની જીવન વ્યવસ્થા ટકાવી રાખવાનું કાર્ય સમાજે ગુપ્ત રીતે કરવાનું છે. વળી, બ્રાહ્મણ પ્રભુકૃપાના માધ્યમ તરીકે પણ પવિત્ર ગણાય છે. બ્રાહ્મણને ગૌદાન તથા તલનું દાન આપવાથી તેમના સાંસ્કૃતિક ધર્મ કાર્યને વેગ મળે છે. વળી, તેમનું શરીર સૌષ્ઠવ પણ જળવાય છે. અને બ્રાહ્મણ દેવાના આશીર્વાદ પ્રાપ્ત થવાથી સમાજ અને કુળનો પણ ઉદ્ધાર થાય છે. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શહેરો તથા ગામડાઓમાં ધાર્મિક જનતા ગાયોને ઘાસચારો તથા ગરીબોને પણ અન્ન તથા વસ્ત્રનું દાન આપે છે.
આ દિવસે પતંગ ચગાવવાનો સામૂહિક આનંદોત્સવ ઉજવાય છે. આકાશમાં ચગતો પતંગ એ આનંદનું ઊર્ધ્વગામી પ્રતિક છે. પતંગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, આ આપણે પણ રંગબેરંગી ઉડતા પતંગ છીએ. ઘણા પતંગ દિશા વગર અહીં તહી ઊડીને ફાટી જાય છે. તેમ આપણું જીવન દિશા વગરનું ન હોવું જોઈએ પણ ઉત્કૃષ્ટ ધ્યેયવાળું હોવું જોઈએ. જેમ પતંગનો ઢઢ્ઢો અક્કડ હોય તો તે પતંગ સારી રીતે ઊડી શકતો નથી. પરંતુ નમ્ર ઢઢ્ઢાવાળો પતંગ સારી રીતે ઉડી શકે છે. માટે આપણે જીવનમાં આગળ વધવું હોય તો નમ્ર બનવું જોઈએ. આપણે જો સત્સંગના રંગે રંગાયેલા રહીશું તો આકાશમાં ઉંચે-ઉંચે ઊડી શકીશું અને લહેરાતા-લહેરાતા જિંદગી માણી શકીશું.
પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખ વાણી જે વચનામૃત ગ્રંથ તેના વડતાલ પ્રકરણના ચોથા વચનામૃતમાં પતંગને ભગવાનની મૂર્તિની ઉપમા આપીને સમજાવ્યું છે કે, આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો-નીચો, આસ-પાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરુપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિરુપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઈએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરુપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઈ છે જ નહી અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે. જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા જુદા સદૂગુણોરુપી રંગોથી દીપી ઊઠશે અને ઉન્નત બનશે.
મકર સંક્રાંતિ દાન-પુણ્ય માટે પવિત્ર દિવસ
મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં થતું સંક્રમણ. આ દિવસ દાન પુણ્ય માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. પ્રયાગમાં ત્રીવેણી સંગમમાં આજે લાખો લોકો સ્નાન કરે છે. શાસ્ત્રમાં મકર ’સંક્રાતિ’ પછીનું મૃત્યુ થાય તો શ્રેષ્ઠ ગણાય છે. ભિષ્મ પિતામહ પવિત્ર હતા તેમને ઇચ્છીત મૃત્યુનું વરદાન હતું. મહાભારતના યુદ્ધમાં બાણોથી ઘવાયા હતા. બાણ શૈયા ઉપર ચોપન દિવસ પડયા હતા. તેમના મનમાં ઇચ્છા હતી કે મારા મૃત્યુ સમયે ભગવાન કૃષ્ણ મારા સન્મુખ રહે. મૃત્યુને તેમણે રોકી રાખ્યું, ભગવાન કૃષ્ણે દર્શન આપ્યાં અને કહ્યું કે મારુ મૃત્યું ઉત્તરાયણ પછીથી જ થાય. ભિષ્મપીતામહની ઇચ્છા મુજબ જ બન્યું.
આમય ઉત્તરાયણ તો ગુજરાતનો ખૂબ જ માનીતો તહેવાર છે. આ દિવસે ઉધીયું-જલેબીની મજા માણે છે ચારેબાજુ એ કાપ્યો ! એ કાપ્યોની બૂમો સંભળાય છે.
આ મકરસંક્રાતિ એટલે સૂર્ય પૃથ્વીની આસપાસની પરિભ્રમણ દિશા બદલી ઉત્તર તરફ જાય છે અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે. આ ઘડી (દિશાફેર) ઉત્તરાયણ કહેવામાં આવે છે. દેવીપુરાણ મુજબ સંક્રાંતિ ખૂબ જ લૂક્ષ્મ સમયમાં સંપન્ન થાય છે. આ દિવસે ગાયોને ઘાસ, ઘુઘરી ખવડાવવાથી પુણ્ય મળે છે. શ્રીજીબાવા પ્રસન્ન થાય છે. દક્ષિણ ભારતમાં મકર સંક્રાંતિની રાત્રીને ’ભોગી’ કહેવામાં આવે છે, આ રાત્રે ઘરનો કચરો એકઠો કરીને ઘરના પ્રાંગણમાં ભેગો કરી સળગાવે છે ! સૂક્ષ્મ રીતે જોઈએ છે તે જીવન એ પણ એક પતંગ છે તેને ભકિતની કિન્યા બાંધવી જોઈએ અને આચાર વિચારની દોરીથી જીવનના આકાશમાં ઉડાવવી જોઈએ. પ્રભુને નિત્ય પ્રાર્થના કરવી કે હે પ્રભુ ! જીવનના આકાશમાં મારો પતંગ લહેરાવજે તે અધવચ્ચે ફસકી ન જાય તે જોજે. મારી દોર તારે હાથ છે. દક્ષિણ ભારતમાં હરિયાળાં ખેતરોમાં નવું અન્ન આવે છે ઘરમાં અન્ન આવે છે. આ ’પોંગલદિન’ તરીકે ઉજવવામાં આવે છે. પુષ્ટિ માર્ગના મંદિરોમાં આ દિવસે જોગી ઉત્સવ મનાવવામાં આવે છે. મર્યાદા માર્ગને તલનું દાન આપવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં સ્નેહીઓને એકબીજાને તલના લાડુ ઘેર બનાવી વહેંચવામાં આવે છે. આ તલ પરસ્પરના પ્રેમનું પ્રતિક મનાય છે. દાન કેમ આપવું ? તે અંગેનો એક પ્રસંગ છે. બ્રહ્માંડ પુરાણમાં એક પ્રસંગ છે દુર્વાસા મુની પાસે દ્રોણાચાર્યના પત્ની આવે છે તેમનું નામ કૃપી હતું તે. કહે છે કે એ મુનીરાજ ! હું સાત્ત્વીક જીવન ગાળું છું. મેં કદાપિ પાપ કર્યું નથી. તો પ્રભુ મારી સાથે અન્યાય કેમ કરે છે મારે ’પુત્ર રત્ન’ કેમ નહીં ? દુર્વાસા મુની સાંત્વન આપે છે કે મકરસંક્રાંતિ આવે છે આ દિવસો તું દધિમંથન દાન કરજે. ગાયોને દાણ નાખજે. તારા મનોરથ સિદ્ધ થશે અંતે કૃપીને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે.
ગુજરાતમાં આ દિવસે ડાકોરમાં રાજા રણછોડને ડાકોરમાં ખીચડાનો પ્રસાદ ઘરાવવામાં આવે છે. આ રીતે આ લૄતુમાં નવા આવેલા ધાન્યને પ્રભુને નૈવેઘરુપે અર્પણ કરવાનો હેતુ છે. ’’દાન’’ પરોપકાર માટે હોવું જોઈએ પ્રભુ વરસાદ મોકલે છે. સૂર્યનારાયણ પ્રકાશ માટે બીલ મોકલતો નથી. આ વરસાદનું પાણી મફત મળે છે તે માણસે પાણીની ટાંકી બનાવી તેમાં ભેગુ કરે છે. આ પાણીની ટાંકી કે શહેરોમાં કુલર મુકી પોતાના નામની તકતી મૂકાવે છે આ સાત્ત્વિક દાન કહેવાય ? આરોગ્યની દ્રષ્ટિએ આ દિવસ શ્રેષ્ઠ છે તલના લાડુ ખાવાથી આરોગ્ય માટે સારુ છે. આ તલ સાંકળી એ મોંઘા વસાણાની ગરજ સાલે છે. પુષ્ટિવર્ધક છે.
ઉત્તરાયણ પ્રેમી વિદેશીઓ માટે અમદાવાદ બેસ્ટ ચોઈસ
ઉત્તરાયણ વિદેશી મુલાકાતીઓને ઘણી જ આકર્ષીત કરે છે. શહેરી વિસ્તારનાં મોટા સુથારવાડો, ખાડિયા ખાતે વિદેશીઓ ઉત્તરાયણની ઉજવણી માટે આવી ગયા છે. આ હેરિટેજ હાઉસનાં જગદીપ મહેતા કહે છે કે, ’’દર વર્ષે ઉત્તરાયણ ઉજવવા માટે વિદેશીઓ અમદાવાદમાં અચૂકથી આવે છે. ખાસ તો વિદેશીઓને ઉત્તરાયણનો ઘણો જ શોખ ધરાવે છે. તેઓ પતંગમાં કિનિયા કેવી રીતે બાંધવી, પતંગ કેવી રીતે આકાશમાં ઉડાડવો એ બાબતે ઘણો જ ઉત્સાહિત હોય છે. આવી જ રીતે આપણું ટ્રેડીશનલ ફૂડ ચિક્કી, ઉંધિયું, જલેબી પણ ખાવાનાં શોખીન છે.’’
મૂળ ઓસ્ટ્રેલિયાની કેરેલો ડગલસ ઉત્તરાયણની ઉજવણી માટે ખાડિયા ખાતે આવી જ જાય છે. તે કહે છે કે, ’’ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. છેલ્લાં ચાર વર્ષથી ઉત્તરાયણ માટે ખાડિયા જ આવું છું. મને પતંગમાં કિનિયા બાંધવી ખૂબ જ ગમે છે. જોકે પહેલાં પતંગ કેવી રીતે ઉડાવવો તેની કોઈક સમજણ પડતી નહોતી પરંતુ અત્યારે પતંગ ચઢાવતાં આવડી ગયો છે. આ ઉપરાંત પતંગ કપાય તો ’લપેટ’ની બૂમ પાડવાની પણ ઘણી જ મજા આવે છે.’’
આવી જ રીતે, ઉત્તરાયણની શોખીન એમી અને ડેરન કહે છે કે, ’’આઈ લવ કાઈટ, સાચે જ ભારત દેશમાં અવનવા તહેવારો જોવા મળે છે. તેમાં પણ ઉત્તરાયણમાં પતંગ ચઢાવવાની મજા તો કોઈક ઓર જ છે. હું છેલ્લાં બે વર્ષથી પતંગ માટે અમદાવાદમાં જ આવું છું. પતંગની સાથે સાથે ગુજરાતી ફૂડ ચિક્કી ખાવાની પણ ઘણી જ મજા આવે છે. સાચે જ આઈ લવ કાઈટ ફેસ્ટિવલ! અહીં આવીને પતંગને હવામાં સ્થિર રાખવા માટે શું કરવું પતંગને કેવી રીતે ઢીલ આપવી અને કેવી રીતે ફિરકી લપેટવી તેની પણ પૂરતી માહિતી મેળવી લીધી છે. અમદાવાદ આવીને અલગથી દોરી રંગાવું છું. પતંગોની ખરીદી કરું છું. પતંગોમાં પણ ચાંદેદાર, ફુદીવાળાને ફર્સ્ટ ચોઈસ આપું છું. આને માટે આશરે હજારો રુપિયાનો ખર્ચ કરું છું.’’ જ્યારે આ વિદેશી સારા કલેર અને સ્કાય હોકમેન પણ કાઈટનાં ફલાઈંગના ક્રેઝી છે. તેઓ કહે છે કે, ’’અમને પહેલાં ઉત્તરાયણ અંગે પુસ્તકમાં વાંચ્યું હતું. પરંતુ રુબરુ જોયા બાદ એકદમ અલગ જ અનુભવ લાગ્યો. આ ફેસ્ટિવલમાં એકતા જોવા મળે છે.

