Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને વધાવવા સોળે શણગાર સજતુ સર્કીટ હાઉસ

    October 9, 2025

    કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે Supreme Court માં પહોંચ્યો

    October 9, 2025

    Kantara Chapter 1’ 300 કરોડની ક્લબમાં જોડાવા માટે તૈયાર છે

    October 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને વધાવવા સોળે શણગાર સજતુ સર્કીટ હાઉસ
    • કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે Supreme Court માં પહોંચ્યો
    • Kantara Chapter 1’ 300 કરોડની ક્લબમાં જોડાવા માટે તૈયાર છે
    • Tamannaah Bhatia ફીટ રહેવા માટે શુટીંગ કર્યા બાદ પણ જીમમાં પહોંચી જાય છે
    • ગાયક જુબીન ગર્ગના મોતના કેસમાં નવો વળાંક પિતરાઈ ભાઈ DSP Sandipan ની ધરપકડ
    • બંગાળની રણજી ટ્રોફી ટીમમાં અચાનક જ Mohammed Shami ની એન્ટ્રી
    • દિલ્હીમાં હેડકોચ Gambhir નાં ઘરે ભારતિય ટીમનું સ્પેશિયલ ડિનર
    • ઓસિઝની Pakistan women’s team સામે જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»કોંગ્રેસપછાત વર્ગની અનામત કાપીને મુસ્લિમોને આપવા માંગે છે, અમે આવું થવા દઈશું નહીં,Amit Shah
    અન્ય રાજ્યો

    કોંગ્રેસપછાત વર્ગની અનામત કાપીને મુસ્લિમોને આપવા માંગે છે, અમે આવું થવા દઈશું નહીં,Amit Shah

    Vikram RavalBy Vikram RavalNovember 9, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ranchi,તા.૯

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના છતરપુરમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પછાત વર્ગો, દલિત અને આદિવાસીઓનું અનામત કાપીને મુસ્લિમોને આપવા માંગે છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે જ્યાં સુધી દેશમાં ભાજપ છે ત્યાં સુધી લઘુમતીઓને અનામત નહીં મળે.

    અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અનામત અને બંધારણની વાત કરે છે. પરંતુ બંધારણમાં ક્યાંય ધર્મના આધારે અનામતની જોગવાઈ નથી. મહારાષ્ટ્રમાં ઉલેમાના જૂથોએ કોંગ્રેસને ૧૦ ટકા અનામતની માંગ સાથે મેમોરેન્ડમ સુપરત કર્યું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું કે અમે મદદ કરીશું. જો મુસ્લિમોને ૧૦ ટકા અનામત મળે તો કોની પાસે ઓછું હશે?

    તેમણે કહ્યું કે કોંગ્રેસ ઓબીસી વિરોધી પાર્ટી છે. જ્યારે પણ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પછાત વર્ગને અન્યાય થયો. ૧૯૫૦ માં, કાકા કાલેલકર કમિશનની રચના કરવામાં આવી હતી, જેનો અહેવાલ કોંગ્રેસ સરકારોએ રદ કર્યો હતો. પછાત વર્ગોને અનામત આપવા માટે મંડલ કમિશનની રચના કરવામાં આવી હતી. ઈન્દિરા અને રાજીવ ગાંધીએ મંડલ કમિશનનો વિરોધ કર્યો અને કોંગ્રેસે કેન્દ્રીય સંસ્થાઓમાં પછાત વર્ગોને અનામત આપવામાં વર્ષો વિતાવ્યા. ૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે તેણે તમામ કેન્દ્રીય નોકરીઓ અને પરીક્ષાઓમાં પછાત વર્ગોને ૨૭ ટકા આરક્ષણ આપ્યું હતું. પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવાનું કામ કર્યું.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી પોતાના હાથમાં બંધારણ લહેરાવે છે, તેનું રહસ્ય બે દિવસ પહેલા ખુલ્લું પડી ગયું હતું. તેમાં કોરા કાગળો હતા. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ બંધારણની મજાક ન કરવી જોઈએ. આ વિશ્વાસ અને આસ્થાનો પ્રશ્ન છે. તમે નકલી બંધારણ લહેરાવીને બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સભાનું અપમાન કર્યું છે. કોંગ્રેસે બંધારણની મજાક ઉડાવી છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીની સરકારો સૌથી ભ્રષ્ટ છે. કોંગ્રેસના એક સાંસદના ઘરેથી ૩૦૦ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. તેમની ગણતરી માટે ઉપયોગમાં લેવાતા મશીનો પણ થાકી ગયા. આ પૈસા તમારા છે. તે ઝારખંડના યુવાનો અને ગરીબોની છે, જેને કોંગ્રેસ ઉઠાવી ગઈ હતી. તમે રાજ્યમાં ભાજપની સરકાર બનાવો, અમે ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને જેલના સળિયા પાછળ ધકેલીશું.

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે હેમંત સોરેને ચૂંટણી દરમિયાન યુવાનોને વચન આપ્યું હતું કે અમે તમને બેરોજગારી ભથ્થું આપીશું, પરંતુ હેમંત સોરેને તેમનું વચન પૂરું કર્યું નથી. અમે દરેક યુવાનોને દર મહિને બે હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપીશું. દર વર્ષે એક લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવશે અને ૨ લાખ ૮૭ હજાર ખાલી જગ્યાઓ પારદર્શક રીતે ભરવામાં આવશે. ભાજપની સરકાર બન્યા બાદ ઘૂસણખોરો ઝારખંડના યુવાનોની નોકરીઓ છીનવી શકશે નહીં. અમે કાયદામાં ફેરફાર કરીને ઘૂસણખોરોને આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરતા અને તેમની જમીન હડપ કરતા અટકાવીશું. ભાજપ રોટી, માટી અને દીકરીની રક્ષા કરશે.

    અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગીઓ કહે છે કે અમે કલમ ૩૭૦ પાછી લાવીશું. પણ રાહુલ ગાંધી, શું તમારી ચોથી પેઢી પણ કલમ ૩૭૦ પાછી લાવી શકશે નહીં? લોકોનો સંકલ્પ છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ૧૦ વર્ષમાં યુપીએ સરકારે ઝારખંડને ૮૪ હજાર કરોડ રૂપિયા આપ્યા. જ્યારે મોદી સરકારે ૩ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા આપ્યા. પરંતુ ઝારખંડની જનતાના આ પૈસા કોંગ્રેસ અને જેએમએમ ઉઠાવી ગયા.

    ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે, આ અંતર્ગત પ્રથમ તબક્કામાં ૧૩ નવેમ્બરે ૪૩ બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં ૨૦ નવેમ્બરે ૩૮ વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામ ૨૩ નવેમ્બરે આવશે. હાલમાં, ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં કોંગ્રેસ અને આરજેડીનું ગઠબંધન રાજ્યમાં પાંચ વર્ષથી સરકારમાં છે. વિપક્ષમાં ભાજપ અને છત્નજીેંનું ગઠબંધન છે.

    Amit Shah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું’,બિહાર ચૂંટણી વચ્ચે Tejashwi Yadav ની જાહેરાત

    October 9, 2025
    અન્ય રાજ્યો

    Madhya Pradesh માં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22

    October 9, 2025
    અન્ય રાજ્યો

    આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે આરોપ

    October 9, 2025
    અન્ય રાજ્યો

    Bihar elections: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર

    October 9, 2025
    અન્ય રાજ્યો

    Javed Habib પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

    October 9, 2025
    મુખ્ય સમાચાર

    મારું સ્વપ્ન છે કે ચંપલ પહેરનાર કોઈપણ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે,PM Narendra Modi

    October 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને વધાવવા સોળે શણગાર સજતુ સર્કીટ હાઉસ

    October 9, 2025

    કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે Supreme Court માં પહોંચ્યો

    October 9, 2025

    Kantara Chapter 1’ 300 કરોડની ક્લબમાં જોડાવા માટે તૈયાર છે

    October 9, 2025

    Tamannaah Bhatia ફીટ રહેવા માટે શુટીંગ કર્યા બાદ પણ જીમમાં પહોંચી જાય છે

    October 9, 2025

    ગાયક જુબીન ગર્ગના મોતના કેસમાં નવો વળાંક પિતરાઈ ભાઈ DSP Sandipan ની ધરપકડ

    October 9, 2025

    બંગાળની રણજી ટ્રોફી ટીમમાં અચાનક જ Mohammed Shami ની એન્ટ્રી

    October 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને વધાવવા સોળે શણગાર સજતુ સર્કીટ હાઉસ

    October 9, 2025

    કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે Supreme Court માં પહોંચ્યો

    October 9, 2025

    Kantara Chapter 1’ 300 કરોડની ક્લબમાં જોડાવા માટે તૈયાર છે

    October 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.