New Delhi,તા.11
કેનેડાના બ્રેમ્પ્ટન સ્થિત મંદિર પર થયેલા હુમલાના વિરોધમાં ભારતમાં કેનેડા વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાના વિરોધમાં દિલ્હીના ચાણકયપુરી સ્થિત કેનેડા દુતાવાસ પર લોકોએ દેખાવો કર્યા હતા.
કેનેડા સ્થિત દુતાવાસ તરફ જઈ રહેલા હિન્દુ શીખ ગ્લોબલ ફોરમના લોકોને પોલીસે તીનમુર્તિ માર્ગ પર રોકી લીધા હતા. ત્યારબાદ દેખાવકારો પોલીસની બેરીકેડ પર ચડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, બ્રેમ્પ્ટન સ્થિત મંદિરમાં લોકો પૂજા કરી રહ્યા હતા ત્યારે હુમલાની ઘટના બની હતી.

