Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Jharkhand માં પ્રથમ તબક્કાની ૪૩ બેઠકો પર ચૂંટણી પ્રચાર બંધ થયો,૧૩ નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન
    અન્ય રાજ્યો

    Jharkhand માં પ્રથમ તબક્કાની ૪૩ બેઠકો પર ચૂંટણી પ્રચાર બંધ થયો,૧૩ નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 11, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રથમ તબક્કામાં, ભૂતપૂર્વ સીએમ ચંપાઈ સોરેન, ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસની પુત્રવધૂ, ભૂતપૂર્વ સીએમ અર્જુન મુંડાની પત્ની સહિત ઘણા દિગ્ગજ લોકોની વિશ્વસનીયતા દાવ પર

    Ranchi,તા.૧૧

    ઝારખંડ ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો ઘોંઘાટ આજથી બંધ થઈ ગયો છે.હવે ઉમેદવારો ડોર ટુ ડોર જનસંપર્ક પ્રચાર કરી શકશે. ઝારખંડની ૪૩ બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૩ નવેમ્બરે છે. સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થશે. કેટલાક વિસ્તારોમાં સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી મતદાન થશે, પ્રથમ તબક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. પ્રથમ તબક્કામાં કુલ ૬૮૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ૧,૩૬,૮૫, ૫૦૯ મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેમાં પુરૂષ મતદારોની સંખ્યા ૬૮,૬૫, ૨૦૮ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૬૮,૨૦,૦૦૦ છે. આ સિવાય વિકલાંગ મતદારોની સંખ્યા ૧,૯૧,૫૫૩ છે. પ્રથમ તબક્કામાં ત્રીજા લિંગના મતદારોની સંખ્યા ૩૦૧ છે. ઝારખંડમાં ૧૩ નવેમ્બરે ૪૩ બેઠકો પર મતદાન માટે કુલ ૧૫,૩૪૪ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં શહેરી મતદાન મથકોની સંખ્યા ૨૬૨૮ છે જ્યારે ગ્રામીણ મતદાન મથકોની સંખ્યા ૧૨,૭૧૬ છે.

    ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૮ વર્ષથી ૩૦ વર્ષની વચ્ચેના મતદારોની કુલ સંખ્યા ૪૧,૮૮,૬૩૬ છે. જેમાં ૨૦ લાખથી વધુ પુરુષ મતદાતા છે જ્યારે ૨૧ લાખથી વધુ યુવા મહિલા મતદારો છે. તે જ સમયે, ૮૫ વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા ૬૩,૭૨૫ છે. ૧૦૦ વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા ૯૯૫ છે. સોમવારે એટલે કે આજે ઝારખંડના પાંચ જિલ્લાઓમાં ૨૨૫ બૂથ પર હેલીડ્રોપિંગ દ્વારા ચૂંટણી કર્મચારીઓને મોકલવામાં આવશે, જેમાં પશ્ચિમ સિંહભૂમ, લાતેહાર, લોહરદગા, ગુમલા અને ગઢવા જિલ્લાનો સમાવેશ થાય છે.

    પ્રથમ તબક્કામાં જે દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની પત્ની મીરા મુંડા, ઓડિશાના રાજ્યપાલની પુત્રવધૂ પૂર્ણિમા દાસ સાહુ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ, ધારાસભ્ય સીપી સિંહ, પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, મંત્રી ડો.રામેશ્વર ઓરાં, મંત્રી બાના ગુપ્તા, મંત્રી દીપક બિરુવા, મંત્રી રામદાસ સોરેન, ભાજપના ઉમેદવાર અને રાજ્યના પૂર્વ મંત્રી, હાલના ધારાસભ્ય નીલકંઠ સિંહ મુંડા, હટિયા બેઠકના ધારાસભ્ય નવીન જયસ્વાલ, ગઢવા બેઠક પરથી હેમંત સોરેન કેબિનેટ મંત્રી મિથિલેશ ઠાકુર અને બરકાગાંવ બેઠક પરથી યોગેન્દ્ર સાહુના પરિવારની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર છે. આ સાથે બીજા ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા પ્રથમ તબક્કાની ચૂંટણી પર નિર્ભર છે.

    ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિ કુમારે મતદારોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓએ મતદાન માટે તેમની મતદાર કાપલી સાથે રાખવી પડશે. જેમને મતદાર કાપલી મળી નથી, તેઓએ મતદાન મથક પર ર્મ્છં અથવા સ્વયંસેવકનો સંપર્ક કરવો જોઈએ અને ટોકન મેળવવું જોઈએ, જેથી તેઓ મતદાનમાં સગવડતા મેળવી શકે. મતદાર ઓળખ કાર્ડની ગેરહાજરીમાં, મતદાર ૧૨ પ્રકારના માન્ય અન્ય ઓળખ દસ્તાવેજો સાથે મતદારની ઓળખ કર્યા પછી તેના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના ૫૩ કેસ નોંધાયા છે. તેમાંથી સૌથી વધુ ૨૮ કેસ ગઢવા જિલ્લામાં સામે આવ્યા છે. રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદથી ૧૭૬.૧૫ કરોડ રૂપિયાની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે.

    તેમણે કહ્યું કે મતદાનના દિવસે ઉમેદવારો મતદાન મથકો પર પોતાનો કેમ્પ લગાવે છે, જેના માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે. કેમ્પ મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાની બહાર હોવો જોઈએ. ધાર્મિક સ્થળ કે અતિક્રમણ કરેલ જગ્યાએ કેમ્પ લગાવી શકાશે નહી. તે કેમ્પમાં ઉમેદવારને લગતા ઝંડા, બેનરો, પ્રતિક, ફોટા વગેરે મૂકવા પર પણ પ્રતિબંધ રહેશે. કેમ્પમાં ઉમેદવારો માત્ર એક ટેબલ અને બે ખુરશીઓ રાખી શકશે. ત્યાં ખાવા-પીવા પર પણ પ્રતિબંધ રહેશે. મતદાન બાદ કેમ્પમાં પાછા ફરવા પર પણ પ્રતિબંધ છે. તમામ ઉમેદવારોને અપીલ કરતા તેમણે કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરશે કે ચૂંટણી પંચના નિયમોનું પાલન થાય.

    jharkhand-assembly-election-2024
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અમે ગાયોની કતલ થવા દઈશું નહીં, અમે હિન્દુઓને વિભાજીત થવા દઈશું નહીં,Yogi Adityanath

    April 18, 2026
    અન્ય રાજ્યો

    મુસ્લિમ સમર્થક દ્વારા ચડાવવામાં આવેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો,CM ચૌધરી

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Samrat સરકાર ૨૪ એપ્રિલે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત

    April 18, 2026
    અન્ય રાજ્યો

    અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.