Morbi, તા.15
ભારતીય ચુંટણી પંચ દ્વારા આગામી તા. 01/01/2025 ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સંદર્ભે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે આગામી તા.17/11/2024 (રવિવાર), તા.23/11/2024 (શનિવાર), તા.24/11/2024 (રવિવાર) ના રોજ Special Campaign Day જાહેર કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન મતદાન મથકના સ્થળે બી.એલ.ઓ. સવારના 10:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી હાજર રહેવાના છે જેથી આપના વિસ્તારના સબંધિત મતદાન મથકનો સંપર્ક કરી મતદારયાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ-6, મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-7 અને મતદારકાર્ડમાં સુધારા અને સ્થળાંતર માટે ફોર્મ-8 ભરવાનું રહેશે.