Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»૨૧ નવેમ્બર World Television Day
    લેખ

    ૨૧ નવેમ્બર World Television Day

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક સમયે ટીવી બ્રોડકાસ્ટ કે કેબલ પ્રસારણ પૂરતા સિમીત હતા, આજે સ્માર્ટ ટીવી ઈન્ટરેક્ટિવ બન્યા છે

    એક સમયે શિક્ષણ, માહિતી અને મનોરંજન પીરસવાના હેતુસર શરૂ થયેલું ટેલિવિઝન આજે જાણે જીવનના એક અનિવાર્ય ભાગ સમાન બની ગયું છે. ટીવીના મહત્ત્વને ધ્યાનમાં રાખતા દર વર્ષે ૨૧મી નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે.

    ટેલિવિઝન દર્શકોને વિવિધ માહિતી તો પીરસે છે, પણ દેશ-વિદેશની ઘટના, સમાચારો, વિવિધ વિષયોની માહિતી, સાંસ્કૃતિક રીત-રિવાજો વગેરેની જાણકારી થકી વિશ્વના એક હિસ્સાના લોકોને બીજા હિસ્સા સાથે જોડે છે. વર્તમાન સમયમાં સતત બદલાતી ટેકનોલોજી સાથે ટીવી માત્ર બ્રોડકાસ્ટ કે કેબલ પ્રસારણ પૂરતું જ સીમિત નથી રહ્યું, લેટેસ્ટ ટીવીમાં વિવિધ મલ્ટિમીડિયા શો નિહાળી શકાય છે, લાઈવ વીડિયો કે મ્યુઝિક સ્ટ્રીમિંગ જેવા ઈન્ટરેક્ટિવ કાર્યક્રમોમાં દર્શકો ઓનલાઈન સામેલ થાય છે, ટીવીમાં ઈન્ટરનેટ બ્રાઉઝિંગ પણ થઈ શકે છે. આથી જ વર્ષ ૨૦૨૪ના વિશ્વ ટેલિવિઝનની થીમ ટેલિવિઝનઃ કનેક્ટિંગ ધ વર્લ્ડ (ટેલિવિઝન વિશ્વને જોડે છે) રાખવામાં આવી છે.

    સન ૧૯૨૬માં સ્કોટિશ એન્જિનિયર, જ્હોન લોગી બાયર્ડે ટેલિવિઝનની શોધ કરી હતી. જો કે ફિલો ફર્ન્સવર્થે સન ૧૯૨૭માં વિશ્વનું પ્રથમ કાર્યરત ટેલિવિઝન બનાવ્યું, જે ૦૧ સપ્ટેમ્બર ૧૯૨૮ના રોજ પ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. કલર ટેલિવિઝનની શોધ પણ જ્હોન લોગી બાયર્ડે વર્ષ ૧૯૨૮માં કરી હતી. એ પછી ટીવી પર સૌ પ્રથમ સાર્વજનિક પ્રસારણ ૧૯૪૦થી શરૂ થયું હતું.

    ટીવીની શરૂઆત પછી તે કમ્યુનિકેશનનું પ્રભાવશાળી માધ્યમ તરીકે ઉભર્યું અને તેનું મહત્ત્વ વધતું ચાલ્યું. આથી નવેમ્બર ૧૯૯૬માં, સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ)એ પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું હતું. જેમાં અગ્રણી મીડિયા હસ્તીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીવીના વધતા મહત્વ પર ચર્ચા કરી હતી. તેથી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ દર વર્ષે ૨૧ નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસ વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે મનાવાય છે.

    ટેલિવિઝન તેની શોધના ત્રણ દાયકા પછી ભારતમાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગૅનાઇઝેશન (યુનેસ્કો)ના સહયોગથી નવી દિલ્હીમાં ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯ના રોજ ભારતમાં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી. ટીવીની શરૂઆત ઓલ ઈન્ડિયા રેડિયો હેઠળ કરવામાં આવી હતી અને ટીવીનું પ્રથમ ઓડિટોરિયમ આકાશવાણી ભવનમાં બનાવવામાં આવ્યું હતું, જે પાંચમા માળે હતું. જેનું ઉદૃઘાટન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.

    ભારતમાં ટીવીના શરૂઆતના દિવસોમાં, સામુદાયિક સ્વાસ્થ્ય, ટ્રાફિક, રસ્તાના નિયમો, ફરજો અને નાગરિકોના અધિકારો જેવા વિષયો પર અઠવાડિયામાં બે વાર દિવસમાં એક કલાક માટે કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા.

    સન ૧૯૭૨ સુધીમાં અમૃતસર અને મુંબઈ માટે ટેલિવિઝન સેવાઓ શરૂ થઈ. જ્યારે ૧૯૭૫ સુધી ભારતના માત્ર સાત શહેરોમાં ટેલિવિઝન સેવા શરૂ કરવામાં આવી હતી.ભારતમાં વર્ષ ૧૯૮૨માં રંગીન ટીવી અને રાષ્ટ્રીય પ્રસારણ શરૂ થયું હતું.

    ગુજરાતમાં પહેલીવાર સન ૧૯૭૫માં ખેડા જિલ્લાના પીજ મુકામે ટી.વી. કેન્દ્ર શરુ થયું હતું. તેમાં દરરોજ સાંજના બે કલાક માત્ર કૃષિ અને પશુપાલન વિષયક કાર્યક્રમ પ્રસારિત થતા હતા. જેને આસપાસના ૩૫ કિલોમીટરના વિસ્તાર સુધી જોઈ શકાતા હતા. આ ટીવી કેન્દ્ર ખેતીવાડી અને સંલગ્ન વ્યવસાયને ઉપયોગી થાય એ હેતુથી ભારતીય અંતરીક્ષ વિભાગ (ઇસરો)ના સેટેલાઈટ ઈન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટ (સાઈટ) હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું.

    એ પછી દેશમાં સમયાંતરે વિવિધ ટીવી ચેનલ્સ શરૂ થતી ગઈ અને ટીવીનો સુવર્ણ યુગ આવ્યો. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં ૨૦૨૨-૨૩ની સ્થિતિએ ૯૦૫ સેટેલાઈટ ચેનલ્સ હતી.

    આજે ડિજિટલ ટેકનેલોજીના વિકાસ સાથે ટીવી પણ બહુઆયામી બની ગયા છે.

    આલેખનઃ સંદીપ કાનાણી

    World Television Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    5 જૂન, વિશ્વ પર્યાવરણ દિન

    June 5, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર બાદના પડકારો

    June 5, 2025
    લેખ

    Drone યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે લશ્કરી સંઘર્ષનો આધાર બનવાની શક્યતા છે

    June 5, 2025
    લેખ

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.