સપ્તાહ દરમિયાન સોના–ચાંદીના વાયદામાં મંદીનો કડાકોઃ સોનામાં રૂ.6,693 અને ચાંદીમાં રૂ.10,441નો ધરખમ ઘટાડો
ક્રૂડ તેલનો વાયદો રૂ.274 લપસ્યોઃ કોટન–ખાંડીના વાયદામાં રૂ.1,920ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસ પણ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,76,933 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8,32,767 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.121 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 19 થી 25 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 87,59,949 સોદાઓમાં કુલ રૂ.10,09,821.8 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,76,933.71 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8,32,767.13 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 12,73,736 સોદાઓમાં રૂ.1,35,750.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.73,810ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,866 અને નીચામાં રૂ.67,400 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.6,693ના વ્યાપક ઘટાડા સાથે રૂ.67,462ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.5,300 તૂટી રૂ.54,530 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.668 તૂટી રૂ.6,629ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.6,474ના વ્યાપક ઘટાડા સાથે રૂ.67,491ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.91,441ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.91,441 અને નીચામાં રૂ.80,666 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.10,441ના જંગી ભાવઘટાડા સાથે રૂ.81,331 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.10,313 ગબડી રૂ.81,446 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.10,325 ગબડી રૂ.81,419 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,42,599 સોદાઓમાં રૂ.20,079.08 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.828.45ના ભાવે ખૂલી, રૂ.42.35 ઘટી રૂ.785.55 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.15.25 ઘટી રૂ.206.60 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.5.95 વધી રૂ.194ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.8.45 ઘટી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.14.95 ઘટી રૂ.208.80 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.188.60 જસત-મિની જુલાઈ વાયદો રૂ.10.35 ઘટી રૂ.255.60 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,45,244 સોદાઓમાં રૂ.20,853.58 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,779ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,813 અને નીચામાં રૂ.6,383 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.274ના ભાવઘટાડા સાથે રૂ.6,572 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.276 ઘટી રૂ.6,569 બંધ થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ.5.30 ઘટી રૂ.172.50 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 5.4 ઘટી 172.4 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.250.12 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,510ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,890 અને નીચામાં રૂ.53,160 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,920ના ભાવઘટાડા સાથે રૂ.54,870ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.37.40 ઘટી રૂ.919.90 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.78,278.69 કરોડનાં 111,400.047 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.57,472.24 કરોડનાં 6,652.415 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.6,941.43 કરોડનાં 10,579,790 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.13,912.15 કરોડનાં 76,27,26,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,122.47 કરોડનાં 98,364 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.426.76 કરોડનાં 22,870 ટન તાંબાના વાયદાઓમાં રૂ.13,894.02 કરોડનાં 1,72,050 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,635.83 કરોડનાં 1,40,886 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.166.42 કરોડનાં 29,760 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.83.70 કરોડનાં 875.88 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 29,023.079 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,520.272 ટન, તાંબાના વાયદાઓમાં 37,100 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 28,277 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,500 ટન તથા જસત અને જસત-મિનીમાં 13,823 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 855,130 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 71,044,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 10,944 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 338.4 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.120.96 કરોડનાં 1357 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 154 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 18,850 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,850 અને નીચામાં 17,152 બોલાઈ, 1698 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1740 પોઈન્ટ ઘટી 17,216 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.832767.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.240390.03 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.32583.58 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.448797.29 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.107874.02 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,561.16 કરોડ અને નેચરલ ગેસ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.883.03 કરોડનાં કામકાજ થયાં હતાં.