Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Modi and Justin Trudeau જી-20 ફોટોસેશનમાં વાતચીત કરતા દેખાયા
    લેખ

    Modi and Justin Trudeau જી-20 ફોટોસેશનમાં વાતચીત કરતા દેખાયા

    Vikram RavalBy Vikram RavalNovember 22, 2024No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     ભારત અને કેનેડાના સંબંધો તંગ બન્યા છે. કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓ માટેના વેરિફિકેશનની પ્રક્રિયા પણ વધારે અઘરી બનાવી દેતા કેટલાય ભારતીયો પરેશાન છે. ભારત વિરોધી ખાલિસ્તાની આતંકવાદીઓને છાવરવા મુદ્દે કેન્દ્ર સરકાર વારંવાર કેનેડાની સરકારની ટીકા કરે છે. એ દરમિયાન હવે એક ફોટાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જી-૨૦ના ફોટોસેશનમાં પહેલાં તો બાઈડેન અને જસ્ટિન ટ્રૂડો વગર જ એક ગુ્રપ ફોટો રીલિઝ કરાયો હતો, પરંતુ પછીથી ફરીથી સંયુક્ત ફોટોસેશન ગોઠવાયું હતું. જેમાં બાઈડેન વચ્ચે ઉભા છે, તેમની ડાબી તરફ મોદી અને જમણી તરફ ટ્રૂડો છે. રસપ્રદ બાબત એ હતી કે મોદી અને ટ્રૂડો કોઈ મુદ્દે હસીને વાતચીત કરતા હતા. તેમણે શું વાતો કરી હશે એ લોકો માટે અટકળનો વિષય બન્યો હતો.

    મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણની નાંદેડમાં પરીક્ષા

    મહારાષ્ટ્રના મરાઠાવાડામાં નાંદેડ સૌથી મોટો જિલ્લો છે. આ વિસ્તારમાં શેરડીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. આ વિસ્તારમાં ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણની ચર્ચા થતી રહી છે. અશોક ચૌહાણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. અશોક ચૌહાણના પિતા શંકરરાવ ચૌહાણ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. અશોક ચૌહાણ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ શંકરરાવ ચૌહાણની ત્રીજી પેઢી ચૂંટણીના મેદાનમાં છે. અશોક ચૌહાણના પુત્રી શ્રીજયા ભોકર આ વિસ્તારમાંથી ઊભા રહ્યા હતા. પુત્રીને જીતાડવા માટે અશોક ચૌહાણે આક્રમક પ્રચાર કર્યો હતો. સ્થાનીક લોકોનું કહેવું છે કે રાહુલ ગાંધી પણ આ વિસ્તારની રાજનીતીમાં ખાસ રસ લઈ રહ્યા છે. નાંદેડની બોર્ડર તેલંગાણા સાથે લાગે છે અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અહીં કોંગ્રેસ વતી પ્રચાર કર્યો ૨હતો.

    મરાઠાવાડાનું રાજકારણ : શરદ અને અજીત પવાર વચ્ચે જોરદાર સ્પર્ધા

    મરાઠાવાડાનો મુખ્ય જિલ્લો બીડ છે. બીડનો મતલબ કૂવો થાય છે. એમ કહેવાય છે કે, બીડના ગ્રામ્ય વિસ્તારોના દરેક ઘરમાં એક કૂવો હતો. આ વિસ્તારમાં શેરડી કાપનારા મજૂરોનું પ્રમાણ સૌથી વધારે છે. બીડ જિલ્લો મહારાષ્ટ્રનો એક સૌથી પછાત જિલ્લો ગણાય છે. બીડ જિલ્લાની મોટા ભાગની બેઠકો પર એનસીપી (શરદ પવાર) અને એનસીપી (અજીત પવાર) વચ્ચે જોરદાર સ્પર્ધા છે. ભાજપના સદગત નેતા ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડે તેમ જ એમના ભત્રીજા ધનંનજય મુંડે પણ બીડ જિલ્લામાંથી વિધાનસભાની ચૂંટણી લડયા છે. લોકસભાની ચૂંટણીમાં મરાઠા અનામતના મુદ્દે પંકજા મુંડે હારી ગયા હતા. આ જિલ્લામાં એનસીપી (શરદ પવાર)નું જોર વધુ છે. 

    મહારાષ્ટ્રમાં આ મુદ્દાઓ પર વિધાનસભા ચૂંટણી લડાઈ

    મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પક્ષો કેટલાક ખાસ મુદ્દાઓને કેન્દ્રીત કરી ચૂંટણી લડયા છે. એક તરફ વોટ જેહાદ વિરુદ્ધ ધર્મયુદ્ધનો નારો ગાજ્યો. બીજી તરફ એક હૈ તો સેઇફ હૈ… અને જાતી આધારીત વસ્તી ગણતરીનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, મરાઠાવાડા, વિદર્ભ તેમ જ મુંબઈ શહેર પર બધાની નજર છે. આ વખતની વિધાનસભાની ચૂંટણી કોઈ ખાસ મુદ્દા કરતા જાતીય સમીકરણોને આધારે લડાઈ છે. આ ચૂંટણીમાં બંને શિવસેના અને બંને એનસીપીની અગ્ની પરીક્ષા છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસના ભવિષ્યનો આધાર પણ આ ચૂંટણીના પરિણામો પર છે. મહારાષ્ટ્ર ૬ વિભાગોમાં વહેંચાયું છે અને આ દરેક વિભાગોનું અલગ રાજકારણ છે. 

    પાક. નાગરિકોનો ક્રાઈમ રેટ વધતા યુએઈએ વિઝા બંધ કર્યા

    પાકિસ્તાનના નાગરિકોમાં યુએઈ જેવા ગલ્ફ દેશોમાં જઈને કમાવાનો ક્રેઝ છે. પાકિસ્તાનની સરકારો રોજગારી સર્જવામાં નાકામ રહી હોવાથી જેની પાસે સગવડ થઈ જાય છે તે ટૂરિસ્ટ વિઝા લઈને યુએઈ પહોંચી જાય છે અને ત્યાં ચાર-છ મહિના નોકરી-ધંધો કરીને કમાણી કરી લે છે, પરંતુ પાકિસ્તાનના નાગરિકો યુએઈમાં જઈને પણ સુધરતા નથી અને ક્રાઈમ કરે છે. વારંવાર પાકિસ્તાની નાગરિકોની ક્રિમિનલ ઘટનાઓમાં સંડોવણી જોવા મળી એટલે યુએઈની સરકારે પાકિસ્તાનના નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું છે. યુએઈના રાજદૂતને બોલાવીને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે પૂછ્યું હતું. વિદેશ મંત્રીએ શબ્દો ચોર્યા વગર પાકિસ્તાની નાગરિકોના ક્રાઈમ રેટનું કારણ આપી દીધું હતું.

    સુપ્રિયા સુલેએ સુધાંશુ ત્રિવેદી સામે સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી

    ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટીલે એનસીપી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલે પર આરોપ મૂક્યો છે કે, સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ક્રીપ્ટો કરંસીમાં ગરબડ કરીને બીટકોઈનની હેરાફેરી કરી છે. બીટકોઈનના બદલામાં મળેલી રોકડ રકમનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો છે. આ બાબતે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ સુપ્રિયા સુલે સામે આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપનો ઉત્તર આપતાં સુપ્રિયા સુલેએ કહ્યું છે કે, એમણે સુધાંશુ ત્રિવેદીના દરેક સવાલનો જવાબ આપી દીધો છે. સુધાંશુના આક્ષેપો એકદમ જૂઠા છે. આ બાબતે સુપ્રિયાએ સાયબર ક્રાઇમમાં ફરીયાદ પણ કરી છે. આક્ષેપ બાબતે સુપ્રિયા સુલે સુધાંશુ ત્રિવેદી સાથે કોઈપણ મંચ પરથી ડિબેટ કરવા તૈયાર છે. સુપ્રિયાએ સુધાંશુ ત્રિવેદીને બદનક્ષીની નોટીસ પણ મોકલી છે.

    મમતા બેનર્જીએ 140 ગેરકાયદેસર હોટલોનું ડિમોલિશન અટકાવ્યું

    નેશનલ ગ્રન ટીબ્યુનલ (એનજીટી)ના હુકમ પછી પશ્ચિમ બંગાળની ૧૪૦ જેટલી હોટલોનું ડિમોલિશન કરવાનું નક્કી થયું હતું. આ તમામ હોટલોએ સીઆરઝેડના કાયદાનો ભંગ કર્યો હતો. આ હોટલોને તોડી પાડવા માટે તંત્રએ નોટીસ પણ આપી હતી. હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકાએક મંદારમણીના દરિયા કિનારે આવેલી આ હોટલોનું ડિમોલિશન અટકાવી દીધું છે. મમતાના કહેવા પ્રમાણે રાજ્યમાં કોઈપણ જગ્યાએ બુલડોઝર ચલાવવાની પરવાનગી અપાશે નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અધિકારીઓએ આ ડિમોલિશન અંગે મમતા બેનર્જીને જાણ કરી નહીં હોવાથી મમતા નારાજ થયા હતા. 

    ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર કુરેશીને એક્ઝીટ પોલ પર શંકા

    ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ એક્ઝીટ પોલને ગેરકાયદેસર કહ્યા છે. એમનું કહેવું છે કે, પહેલા તબક્કાના મતદાનથી માંડીને છેલ્લા તબક્કાના મતદાન સુધી એક્ઝીટ પોલ દર્શાવવા પર પ્રતિબંધ છે તો પાછળથી પણ એક્ઝીટ પોલ કઈ રીતે દર્શાવવામાં આવી રહ્યા છે. કુરેશીના કહેવા પ્રમાણે ચૂંટણી કમિશનરની નજર સામે આ બધું થઈ રહ્યું હોવા છતાં તેઓ ચૂપ છે. જનપ્રતિનિધિત્વની કલમ ૧૨૬ (એ)માં ૨૦૦૯ના વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એ વખતે એક્ઝીટ પોલ પ્રકાશિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે ઇલેકશન કમિશનની ઢીલી નીતીને કારણે એક્ઝીટ પોલ પ્રકાશિત થઈ રહ્યા છે. 

    કેરળમાં દેશની પહેલી 24 કલાક કાર્યરત ઓનલાઈન કોર્ટ શરૂ થઈ

    કેરળના કોલ્લમમાં એક નવી પહેલ થઈ છે. રાજ્ય આ મામલે દેશને રાહ દેખાડશે. કેસના ભારણને જોઈને કોલ્લમમાં એક ઓનલાઈન કોર્ટ શરૂ કરવામાં આવી છે. આ કોર્ટ ૨૪ કલાક અને સાતેય દિવસ કાર્યરત રહેશે. એમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ સબમિટ કરવાથી લઈને સ્ટે લેવા, ઓનલાઈન હીયરિંગ કે નવી અરજી કરવા સુધીના કામો દિવસ-રાત ગમે ત્યારે અને ગમે ત્યાંથી કરી શકાશે. ચેક બાઉન્સ, મારામારી, છેતરપિંડી, ચોરી જેવા કેસના આરોપીઓને કોર્ટમાં ગમે  ત્યારે રજૂ કરવાની સવલત મળશે. ૨૪ કલાકની સેવા આપતી આ પ્રકારની દેશની આ પ્રથમ અને એકમાત્ર કોર્ટ બનશે.

    ભાજપ દિલ્હીની મહિલા મતદારોને ખુશ કરવા મોટી યોજના લાવશે

    લાડલી બહેન યોજનાથી ઘણાં રાજ્યોમાં ભાજપને ફાયદો મળ્યો છે એવું ભાજપની આંતરિક સમીક્ષામાં જણાયું છે. તે પછી હવે દિલ્હીમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ માત્ર દિલ્હીની મહિલા મતદારોને ધ્યાનમાં રાખીને લાડલી બહેન જેવી કોઈ યોજના લોંચ કરવાનું વિચારે છે. દિલ્હીમાં ભાજપની ટીમ ખાનગી સર્વે કરી રહી છે. દિલ્હીના વિસ્તારોમાં મહિલાઓની સમસ્યા જાણી રહી છે. ભાજપ દિલ્હીમાં મહિલા મતદારો માટે યોજના શરૂ કરીને ચૂંટણી પહેલાં માસ્ટર સ્ટ્રોક ફટકારે એવી શક્યતા છે.

    દિલ્હીમાં લગભગ લોકડાઉન જેવી પરિસ્થિતિ : 50 ટકાને વર્ક ફ્રોમ હોમ

    દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણે માઝા મૂકી છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે, સરકારી ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. દિલ્હીમાં જેમ જેમ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ ખાનગી કંપનીના કર્મચારીઓ પણ હવે ઘરે રહીને કામ કરે છે. દિલ્હીમાં સ્કૂલ – કોલેજો બંધ છે. દિલ્હીમાં આવતા ટૂરીસ્ટોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. ગુરુગ્રામમાં પણ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. દિલ્હીમાં ટ્રકો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. દિલ્હી બહારના મધ્યમ કક્ષાના વાહનોને પણ દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

    બિહાર ભાજપમાં સમ્રાટ ચૌધરી અને દિલીપ જયસ્વાલ વચ્ચે પાવરગેમ

    બિહાર ભાજપમાં સુશીલ કુમાર મોદી બાદ હવે સમ્રાટ ચૌધરીનો દબદબો વધ્યો છે. તેને બેલેન્સ કરવા ભાજપે ડો. દિલીપ જયસ્વાલને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી છે. ગઠબંધનની સરકારમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સંગઠનમાં પણ પોતાના માણસો સેટ કર્યા છે અને સંગઠન તેમ જ સરકારમાં એમનું કહ્યું થાય એવો માહોલ બનાવ્યો છે. તેની સામે દિલીપ જયસ્વાલે લાલ આંખ કરી છે. તાજેતરમાં પ્રદેશ પ્રમુખે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે એક બેઠક કરી હતી. એમાં તેમણે સમ્રાટ ચૌધરી તરફ ઈશારો કરીને કહ્યું હતું કે અમુક લોકો પાર્ટીમાં નવાબી ઠાઠ રાખે છે, પરંતુ એવું હવે ચાલશે નહીં. જયસ્વાલે તો ઉપમુખ્યમંત્રીનો ઉલ્લેખ કરીને કહ્યું કે મેં ડેપ્યુટી સીએમ અને ગઠબંધન સરકારના મંત્રીઓને કહી દીધું છે કે પોતાનો સ્વભાવ બદલો અને ભાજપના સંસ્કારોને અપનાવો. આ ટીપ્પણીની ચર્ચા જાગી છે.

    Modi and Justin Trudeau
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    5 જૂન, વિશ્વ પર્યાવરણ દિન

    June 5, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર બાદના પડકારો

    June 5, 2025
    લેખ

    Drone યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે લશ્કરી સંઘર્ષનો આધાર બનવાની શક્યતા છે

    June 5, 2025
    લેખ

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.