Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ઓટો સમાચાર»Accident માં ડૂચો વળી જતી કારનો વિવાદ,એક પણ સેફ્ટી ફીચર મદદે નથી આવતું
    ઓટો સમાચાર

    Accident માં ડૂચો વળી જતી કારનો વિવાદ,એક પણ સેફ્ટી ફીચર મદદે નથી આવતું

    Vikram RavalBy Vikram RavalNovember 22, 2024Updated:November 22, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દર બીજા દિવસે એટલા ભયાનક માર્ગ અકસ્માતના અહેવાલો જોવા મળે છે કે તસવીરો જોતાં કમકમાટી છૂટી જાય. આખી કાર કાગળના ડુચ્ચા જેવી થઇ ગઇ હોય છે. કારની હાલત જોઈને જ લાગે કે અંદર બેઠેલું કોઇ બચ્યું નહીં હોય. ભારતમાં માર્ગ અકસ્માતોમાં વર્ષે દહાડે ૧.૭૩ લાખ લોકો મોતના મુખમાં હોમાઈ જાય છે. કારનો માલિક કેટલી ઓછી ઝડપે ગાડી ચલાવે? નવી કાર ઝડપી પિક-અપ વાળી હોય છે. એક્સપ્રેસ હાઇવે અથવા પહોળા રસ્તા પર, કે જ્યાં ટ્રાફિક ઓછો હોય, ત્યાં લોકો સ્પીડનો આનદં લૂંટતા હોય છે.

    ૧૨ નવેમ્બરે દહેરાદૂન ખાતે થયેલા એક કાર અકસ્માતમાં છ યુવાનો કારમાં જ મૃત્યુ પામ્યા હતા. કારનો ડૂચો વળી ગયો હતો. અહેવાલ પ્રમાણે, કારની સ્પીડ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી હતી. કોઈ કહે છે કે યુવાનો પીધેલી હાલતમાં હતા. કારની હાલત જોઇને જાતજાતના અનુમાનો વહેતા થયા છે. આ કાર ટોયટો ઇનોવા હાઇક્રોસ હતી.  કાર આધુનિક હતી, પરંતુ અકસ્માત વખતે તે મુસાફરોની સુરક્ષા કરી શકી નહોતી. હવે પ્રશ્ન એ ચર્ચાય છે કે કાર ઉત્પાદકો  સેફ્ટીની અનેક ખાત્રીઓ આપે છે, પરંતુ હકીકતમાં કાર સેફ્ટી જેવું કશું હોય છે ખરું? ભયંકર અકસ્માત થાય ત્યારે અંદર બેઠેલાઓ ભાગ્યે જ બચતા હોય છે.

    કાર ખરીદવા જઇએ ત્યારે આપણને અનેક સેફ્ટી ફીચર્સ બતાવવામાં આવે છે, પરંતુ ૧૦૦ની સ્પીડે ભાગતી કાર ઝાડ સાથે ટકરાય છે ત્યારે મોટે ભાગે એક પણ સેફ્ટી ફીચર્સ કામ આવતું નથી. વિદેશમાં બનતી કારની તુલનામાં ભારતીય કાર્સનાં સેફ્ટી ફીચર્સ લૂલા સાબિત થઇ રહ્યાં છે.

    ૨૦૨૩ની પહેલી એપ્રિલે ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (મ્શભછઁ) શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં વ્હીકલ સેફ્ટી માટેનાં જે પગલાં લેવાયાં છે તે બરાબર છે કે કેમ તેના ટેસ્ટિંગ માટેનાં માપદંડોની ચકાસણી થઈ હતી. ટેસ્ટિંગ બાદ એકથી પાંચ સ્ટાર આપવામાં આવતા હતા.જોકે આ પ્રકારનું ટેસ્ટિંગ નાટકબાજી સાબિત થયું હતું, કેમ કે સામેથી આવતાં વાહન કે સામે ઊભેલા ઝાડ સાથે કાર ટકરાય તે સ્થિતિની ચકાસણી ફક્ત ૬૪ કિલોમીટરની સ્પીડ સાથે કરવામાં આવચી હતી. નવી કાર હાઇવે પર ૬૪ કિલોમીટરની સ્પીડે ભાગ્યેજ ચાલતી હોય છે. મોટા ભાગે કારની સ્પીડ ૮૦થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક હોય છે. 

    ભારતીય વાહનોની વૈશ્વિક સ્તરનું સ્પીડ ટેસ્ટિંગ શક્ય નથી. પશ્ચિમના દેશોના હાઇવે પર ભાગ્યે જ ‘એક્સિડન્ટ ઝોન’ જોવા મળે છે. ભારતમાં કાર ઉત્પાદકો નિયમો અનુસાર કાર સેફ્ટી મટીરીયલનો ઉપયોગ કરે તો છે, પરંતુ તે તકલાદી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જ્યાં હાઇ સ્ટ્રેન્થવાળું સ્ટીલ વાપરવાનું હોય છે ત્યાં ઓછી સ્ટ્રેન્થવાળું મટીરીયલ વાપરવામાં આવે છે. સેફ્ટી ફિચર્સ હોય છે ખરાં, પણ તેનું વ્યવસ્થિત ટેસ્ટિંગ થતું નથી.  

    એક અહેવાલ અનુસાર, કારની બોડીના ચોક્કસ ઓટોમેટિવ સ્ટાન્ડર્ડની પરીક્ષામાં અનેક ગાડીઓ ફેઇલ થઈ જાય છે. વિદેશની કેટલીક કંપનીઓ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટવાળી ગાડીઓ પાછી ખેંચી લે છે અને તેની જાહેરાત પણ કરે છે. ૨૦૨૦માં લક્ઝરી કાર અને સુપર કાર સહિતની ૩,૩૭,૦૮૨ કારના મોડલને બજારમાંથી પાછા ખેંચવામાં આવ્યાં હતાં. કેટલાકમાં મિરર બરાબર નહોતા તો કેટલાકમાં બ્રેક પોઇન્ટ બરાબર ફિટ નહોતા થયા. 

    ઓેટોમેટિવ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સિસ્ટમ (છૈંજી)-૧૪૫ સૌ પ્રથમ જુલાઇ ૨૦૧૯માં ઇન્ટ્રોડયુસ કરવામાં આવી હતી. તેમાં જાન્યુઆરી ૨૦૨૩માં સુધારા કરાયા હતા. કાર ૮૦ કે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડની ઉપર જાય કે તરત જ સીટ બેલ્ટ એલર્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કીંગ એલર્ટ સિસ્ટમ,  ડ્રાઇવર તેમજ તેની બાજુની સીટ પર બેસનારા માટે એરબેગ્સ સિસ્ટમ એક્ટિવેટ થઈ જવી ફરજીયાત બનાવાઇ હતી.

    કેટલીક કાર જેવી કે હુંડાઇ મોટર્સ, કિયા વગેરે છ એરબેગની સવલતો મૂકે છે, પરંતુ મૂંઝવતો પ્રશ્ન એ છે કે શું કારને અકસ્માત થાય ત્યારે એર બેગ્સ પ્રવાસીઓને ખરેખર બચાવી શકે છે ખરી? કાર સેફ્ટીની વાતો ખૂબ થાય છે, પણ વ્યાવહારિક સ્તરે એનો એટલો અમલ થતો નથી. હવે ઇલેકટ્રોનિક સ્ટેબિલીટી પ્રોગ્રામ આવી રહ્યો છે, જેનો ૨૦૨૬ સુધીમાં દરેક ઓટો મેકર્સે અમલી બનાવવો પડશે. કાર અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય તે ખૂબ જરૂરી છે. 

    car spinning in accident
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    5 જૂન, વિશ્વ પર્યાવરણ દિન

    June 5, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર બાદના પડકારો

    June 5, 2025
    લેખ

    Drone યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે લશ્કરી સંઘર્ષનો આધાર બનવાની શક્યતા છે

    June 5, 2025
    લેખ

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.