New Delhi, તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી મંડળે સોમવારે છાત્રો માટે ‘વન નેશન વન સબ સ્ક્રીપ્શન’ (ઓએમઓએસ)ને લીલીઝંડી આપી દીધી છે. આ યોજનાના લાગુ થવાથી છાત્રો ફેકલ્ટી અને રિસર્ચસને મોટી મદદ મળશે આ યોજના પર લગભગ 6000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.
યોજનાના માધ્યમથી લગભગ ઈન્ટરનેશનલ લેવલ પર શુ શું સંસોધન થઈ રહ્યું છે. તેની જાણકારી માત્ર એક કલીક પર મળી જશે. આ યોજના પર લગભગ 6 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.
કેન્દ્ર સરકારે આ નવી યોજનામાં હજુ 30 મોટા ઈન્ટરનેશનલ જર્નલ પબ્લીશર્સને સીધુ પેમેન્ટ કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 માં દેશના રિસર્ચ ઈકો સીસ્ટમમાં મોટા ફેરફારોની ભલામણ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે છેલ્લા કેટલાંક દિવસોમાં આ બીજી મોટી યોજના લાગુ કરી છે.

