બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી છે અને હિંદુઓની કત્લેઆમ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં પાકિસ્તાન અને ચીનના ઈશારે ભડકેલા અનામત વિરોધી આંદોલન હિંસક બનતાં વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડયું પછી કટ્ટરવાદી મુસ્લિમો હિંદુઓ પર તૂટી પડયા હતા. નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસના વડપણ હેઠળ વચગાળાની સરકાર રચાઈ પછી હિંદુઓ સામેની હિંસા થોડો સમય બંધ રહી પણ હવે પાછા હુમલા શરૂ થયા છે. યુનુસની સરકાર હિંદુઓની કત્લેઆમ સામે આંખ આડા કાન કરી રહી છે અને બીજી તરફ હિંદુઓની સુરક્ષા સામે લડનારા નેતાઓને ખોટા કેસો કરીને જેલમાં ધકેલી રહી છે. ઈસ્કોનના ચિન્મય દાસ બ્રહ્મચારીને આ રીતે જ રાજદ્રોહનો ખોટો કેસ કરીને જેલભેગા કરી દેવાયા છે. હિંદુઓ માટે અવાજ ઉઠાવતા ઈસ્કોનને કોમવાદી ગણાવીને તેના પર પ્રતિબંધની હિલચાલ પણ થઈ રહી છે.
બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ નવી વાત નથી. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તૂટી ત્યારે દેશભરમાં હિંદુ મંદિરો તોડાયાં હતાં ને મોટી સંખ્યામાં હિંદુઓને મારી નંખાયા હતા. ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણો વખતે પણ ૧૯૯૨ જેવા જ તોફાનો થયાં હતાં ને હિંદુઓની કત્લેઆમ થઈ હતી પણ રાજકીય વિશ્લેષકો બાંગ્લાદેશમાં હાલમાં થઈ રહેલી હિંસાને ૧૯૭૧ની સ્થિતી સાથે સરખાવી રહ્યા છે કેમ કે આ હત્યાઓ સરકારના ઈશારે થઈ રહી છે.
પાકિસ્તાની સરમુખત્યાર યાહ્યા ખાને ઈસ્ટ પાકિસ્તાનમાંથી હિંદુઓનું નિકંદન કાઢવા શરૂ કરાવેલા ‘ઓપરેશન સર્ચલાઈટ’ જેવું જ ઓપરેશન ખાનગીમાં અત્યારે ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. ઈન્દિરા ગાંધી સરકારે પાકિસ્તાની લશ્કર સામે લડી રહેલી મુક્તિબાહિનીને મદદ કરતાં હિંદુઓ બચી ગયા, બાકી પાકિસ્તાનનો ઈરાદો તો ૧૯૭૧માં જ બાંગ્લાદેશમાંથી હિંદુઓને સાફ કરી દેવાનો હતો. અત્યારે એ જ બદઈરાદા સાથે હુમલા થઈ રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી પણ ઈન્દિરા જેવો લોખંડી મિજાજ નહીં બતાવે તો હિંદુઓ સાફ થઈ જશે એવું વિશ્લેષકો માને છે.
બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમનો સિલસિલો ૧૯૪૭ની આઝાદી વખતે જ શરૂ થઈ ગયેલો. અંગ્રેજોએ પંજાબ અને બંગાળ બે રાજ્યોના ભાગલા પાડયા ત્યારે બંને રાજ્યોમાં લાખો હિંદુઓની હત્યા થઈ હતી, બહેન-દીકરીઓ પર બળાત્કાર થયા હતા ને સંપત્તિએ લૂંટી લેવાઈ હતી. આ અત્યાચારો સહન કરીને ઈસ્ટ પાકિસ્તાનમાં ટકી ગયેલા હિંદુઓ કટ્ટરવાદી મુસ્લિમોને ખટકતા હતા તેથી એ પછી પણ હુમલા થતા રહ્યા. બાંગ્લાદેશમાંથી હિંદુઓ ભાગી રહ્યા છે કેમ કે તેમની સુરક્ષા કરનાર કોઈ નથી. બાંગ્લાદેશની સરકાર પોતે કટ્ટરવાદીઓને હિંદુઓની હત્યા માટે પોષી રહી છે એ જોતાં ભારત સરકારે હિંદુઓની સુરક્ષા માટે દખલગીરી કરવી જોઈએ એવું નીરિક્ષકો માને છે. 1971માં પાકિસ્તાની લશ્કર હિંદુઓનું નિકંદન કાઢી નાંખશે એવો ખતરો સર્જાતાં ઈન્દિરા ગાંધીએ મુક્તિ બાહિનીને મદદ કરીને પાકિસ્તાનને ભારત સામે સીધું યુધ્ધ કરવાની ફરજ પાડી હતી. આ યુધ્ધના કારણે પાકિસ્તાનના બે ટુકડા થયા અને બાંગ્લાદેશનું સર્જન થયું. મોદી સરકારે પણ એવો કોઈ રસ્તો કાઢીને બાંગ્લાદેશી હિંદુઓને બચાવવા જોઈએ.1971માં મસ્જિદોમાંથી એલાન પછી 30 લાખ હિંદુઓની હત્યા કરાઈ, 4 લાખ હિંદુ સ્ત્રીઓ પર રેપ થયા
બાંગ્લાદેશના ૧૯૭૧ના નરસંહારમાં લગભગ ૩૦ લાખ હિંદુઓની હત્યા કરાઈ અને ૪ લાખ હિંદુ બહેન-દીકરીઓને હવસનો શિકાર બનાવીને પાશવી બળાત્કાર ગુજારાયા. એક મહિલા પર ૨૫-૩૦ પાકિસ્તાની બળાત્કાર ગુજારે એવી ઘૃણાસ્પદ ઘટનાઓ બની.
પાકિસ્તાની સૈનિકોનાં ધાડેધાડાં ગામડાંમાં ઉતરી પડયાં અને હિંદુઓનાં આખેઆખાં ગામોને સળગાવીને હત્યા કરી દેવાઈ.
હિંદુ અને મુસ્લિમોની મિક્સ વસતી હતી ત્યાં હિંદુઓની ઓળખ કરવા પુરૂષોને નગ્ન કરાતા અને સુન્નત કરી છે કે નહીં એ તપાસવામાં આવતું. ઘણા હિંદુઓએ બચવા માટે સુન્નત કરાવી લીધી તો તેમને કુરાનની આયાતો બોલવાનું કહેવામાં આવતું.
આયાતો ના બોલી શકે એવા પુરૂષના પરિવારને ઘરમાં પૂરીને ઘરને જ સળગાવી દેવાતું.
પાકિસ્તાનની મસ્જિદોમાંથી ઈસ્ટ પાકિસ્તાન જઈને હિંદુઓની હત્યા કરવા હાકલો કરાતી. મુલ્લા-મૌલવીઓ પ્રવચનો આપતા કે, મુક્તિ બાહિનીના બળવા પાછળ હિંદુઓનો હાથ છે તેથી હિંદુઓને સાફ કરવાથી જ આ સંઘર્ષનો અંત આવશે. ઈમામો એલાન કરતા કે, પાકિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે હિન્દુઓના બલિદાનની જરૂર છે તેથી તમામ હિંદુઓને સાફ કરી દો. હિંદુઓની હત્યા કરનારાને તેમના ઘરની સ્ત્રીઓને ભોગવવાનો અધિકાર મળશે. બંગાળી હિંદુ મહિલાઓને વોર બુટી એટલે કે યુદ્ધની લૂંટ જાહેર કરતા ફતવા બહાર પડાયા હતા. બળાત્કારનો ભોગ બનેલી હિંદુ મહિલાઓમાંથી જે ભાગી શકી એ બચી ગઈ, બાકી બીજી સ્ત્રીઓને પાકિસ્તાનની જેલોમાં લઈ જવાઈ. જેલોમાં પાકિસ્તાની સૈનિકો ગમે ત્યારે આવીને તેમના પર બળાત્કાર કરતા. આ અત્યાચારોથી ત્રસ્ત હજારો હિંદુ મહિલાઓએ જેલમાં જ આપઘાત કરી લીધો હતો.
બાંગ્લાદેશમાં 1947માં 22 ટકા હિંદુ હતા, અત્યારે માત્ર 8.5 ટકા હિંદુ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલાઓના કારણે હિંદુઓનું અસ્તિત્વ આદિવાસીઓ પૂરતું મર્યાદિત થઈ જવાનો ખતરો છે. ભારત આઝાદ થયો અને ભારત તથા પાકિસ્તાન એમ બે ભાગ પડયા ત્યારે પાકિસ્તાનની કુલ વસતીમાં ૧૩ ટકા હિંદુ હતા. આ પૈકી મોટા ભાગના હિંદુ પૂર્વ બંગાળ (ઈસ્ટ પાકિસ્તાન) એટલે કે હાલના બાંગ્લાદેશમાં રહેતા હતા. ૧૯૪૭માં પૂર્વ પાકિસ્તાનની વસતીમાં હિંદુઓનું પ્રમાણ ૨૨ ટકા હતું જ્યારે પશ્ચિમ પાકિસ્તાન એટલે કે હાલના પાકિસ્તાનમાં હિંદુઓનું પ્રમાણ ૧.૬ ટકા હતું. અત્યારે બાંગ્લાદેશની ૧૭.૩૫ કરોડની વસતીમાં માત્ર ૧.૩૦ કરોડ હિંદુ છે. બાંગ્લાદેશની કુલ વસતીમાં હિંદુએનું પ્રમાણ માત્ર ૮.૫ ટકા છે. આઝાદી પછીનાં ૭૭ વર્ષમાં હિંદુઓનું પ્રમાણ ઘટીને લગભગ ત્રીજા ભાગનું થઈ ગયું છે.
બાંગ્લાદેશમાં રહેનારા હિંદુઓમાં મોટા ભાગના બંગાળી હિંદુ છે. બાંગ્લાદેશના હિંદુઓને શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા અને આદિવાસી એમ બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે. આઝાદી પછી તરત જ ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા હિંદુઓ પર હુમલા શરૂ થઈ ગયા હતા તેથી મોટા ભાગના હિંદુ કાં ધર્માંતરણ કરીને મુસ્લિમ બની ગયા કાં ભાગીને શહેરોમાં આવી ગયા.
લાંબ સમયથી આ હિંદુઓને નિશાન બનાવીને હુમલા કરાઈ રહ્યા છે તેથી શહેરી વિસ્તારોમા હિંદુઓનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. મોટા ભાગના હિંદુ ભાગીને પશ્ચિમ બંગાળ આવી રહ્યા છે. આદિવાસીઓમાં ગારો, ખાસી, જૈંતિયા, સંથાલ, બિશનપુરીયા, મૈનપુરી, ત્રિપુરી, મુંડા, ધનુક વગેરે સમુદાયના હિંદુ છે. કટ્ટરવાદીઓમાં તેમના પર હુમલા કરવાની તાકાત નથી તેથી આદિવાસી હિંદુઓની વસતી બહુ ઘટી નથી પણ બીજે બધે હિંદુ સાફ થઈ રહ્યા છે.આઝાદી પછી પાકિસ્તાન પર પંજાબી અને સિંધીઓની ચડી બેઠા જ્યારે બંગાળીઓ અને બિહારીઓના અધિકારો છિનવી લઈને તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન જેવા બનાવી દેવાયેલા. શેખ મુજીપુર રહેમાને ૧૯૪૮મા તેની સામે અવાજ ઉઠાવીને બાંગ્લાભાષીઓના અધિકારોની માગ કરી ત્યારે હિંદુઓને પોતાની સાથે લીધા હતા. આ કારણે કટ્ટરવાદી મુસ્લિમોનો હિંદુઓ તરફ ખાર વધ્યો અને તેમના પર હુમલા પણ વધ્યા. ૧૯૬૨માં રાજશાહી હત્યાકાંડ થયો તેમાં ૮૦ હજાર હિંદુઓની હત્યા થઈ હતી. સંખ્યાબંધ મંદિરો તોડાયાં હતાં ને હિંદુઓની સંપત્તિ લૂંટવામાં આવી હતી.. ૧૯૬૪માં પાછાં કોમી તોફાન થયાં ત્યારે પણ લગભગ ૧૫ હજાર હિંદુ મરાયા હતા. આ હત્યાકાંડ પાકિસ્તાની લશ્કરની મદદથી જ કરાતા હતા.
પાકિસ્તાનના શાસકો બંગાળીઓના વિરોધને લશ્કરી તાકાતની મદદથી કચડવા મથ્યા કરતા હતા પણ મુજીબુરની લોકપ્રિયતા વધતી જતી હતી. ૧૯૭૦ની ચૂંટણીમાં મુજીબુરની અવામી લીગે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં ૩૦૦ બેઠકોમાંથી ૧૬૭ બેઠકો જીતી હોવા છતાં સરમુખત્યાર યાહ્યા ખાને મુજીબુરને સરકાર રચવા ના દેતાં મુજીબુરે અલગ બાંગ્લાદેશની રચના માટે આંદોલનનું એલાન કરતાં જ પાકિસ્તાની લશ્કર અને મુજીબુરની મુક્તિબાહિની સામસામે આવી ગયાં હતાં. યાહ્યાખાને બંગાળીઓની લડતને કચડી નાંખવા બહુ મથામણ કરી પણ ના ફાવ્યા. બાંગ્લાદેશની મુક્તિ માટેનું આંદોલન પ્રચંડ બની થયું.
આ આંદોલનને કચડી નંખવા ૨૫ માર્ચ, ૧૯૭૧ના રોજ યાહ્યાખાને લશ્કરને છૂટો દોર આપી દીધો. રહેમાનની ધરપકડ કરીને બાંગ્લા પ્રજા પર પાકિસ્તાની લશ્કરે બેફામ અત્યાચાર શરૂ કર્યા. મુજિબુરના સમર્થકોને ખતમ કરવા પાકિસ્તાની લશ્કરે ઓપરેશન સર્ચલાઈટ શરૂ કર્યું. મુજિબુર રહેમાનના સમર્થકોએ પાકિસ્તાની લશ્કરના અત્યાચારો સામે બંગાળીઓનું રક્ષણ કરવા હથિયાર ઉઠાવ્યાં. ૧૦ એપ્રિલે બાંગ્લાદેશમાં પ્રોવિઝનલ ગવર્નમેન્ટ રચાઈ. આ સરકારે મોહમ્મદ અતાઉલ ગોની ઉસ્માનીને કમાન્ડર બનાવીને બાંગ્લાદેશની આઝાદી માટે મુક્તિ બાહિની રચી.
મુક્તિબાહિનીને હિંદુઓ મદદ કરે છે એ બહાના હેઠળ પાકિસ્તાની સૈનિકો અને રઝાકારોએ હિંદુઓને સાફ કરી નાંખવા ઝુંબેશ ચલાવીને ૩૦ લાખથી વધારે હિંદુઓને સાફ કરી દીધા હતા. પાકિસ્તાન ત્યારે અમેરિકાના ખોળામાં બેઠેલું તેથી હિંદુઓની કત્લેઆમ સામે આંખ આડા કાન કરેલા પણ જિનીવા સ્થિત ઇન્ટરનેશનલ કમિશન ઑફ જ્યુરિસ્ટ્સે તપાસ કરીને રીપોર્ટ આપેલો કે પાકિસ્તાનની સરકારે બહુમતી હિંદુ વસ્તીને સાફ કરી દેવા પ્રયત્ન કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાંથી લગભગ ૮૦ લાખ પૂર્વ પાકિસ્તાની ભાગી ગયા કે જેમાં ૯૦ ટકા હિંદુઓ હતા.
અત્યારે પણ બાંગ્લાદેશમાંથી હિંદુઓ ભાગી રહ્યા છે કેમ કે તેમની સુરક્ષા કરનાર કોઈ નથી. બાંગ્લાદેશની સરકાર પોતે કટ્ટરવાદીઓને હિંદુઓની હત્યા માટે પોષી રહી છે એ જોતાં ભારત સરકારે હિંદુઓની સુરક્ષા માટે દખલગીરી કરવી જોઈએ એવું નીરિક્ષકો માને છે. ૧૯૭૧માં પાકિસ્તાની લશ્કર હિંદુઓનું નિકંદન કાઢી નાંખશે એવો ખતરો સર્જાતાં ઈન્દિરા ગાંધીએ મુક્તિ બાહિનીને મદદ કરીને પાકિસ્તાનને ભારત સામે સીધું યુધ્ધ કરવાની ફરજ પાડી હતી. આ યુધ્ધના કારણે પાકિસ્તાનના બે ટુકડા થયા અને બાંગ્લાદેશનું સર્જન થયું. મોદી સરકારે પણ એવો કોઈ રસ્તો કાઢીને હિંદુઓને બચાવવા જોઈએ. બાકી હિંદુઓ નામશેષ રહી જશે.

