આ યોજના દેશભરમાં ૧૮-૭૦ વર્ષની વય જૂથની ૧ લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા શરૂ કરવામાં આવી
Panipat, તા.૯
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરાવી. આ યોજના દેશભરમાં ૧૮-૭૦ વર્ષની વય જૂથની ૧ લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ૧૦ પાસ મહિલાઓને ન્ૈંઝ્ર એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેમને પ્રથમ વર્ષમાં ૭૦૦૦ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. બીજા વર્ષે ૬,૦૦૦ રૂપિયા અને ત્રીજા વર્ષે ૫,૦૦૦ રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનો છે.
સરકારે બીમા સખી યોજના માટે ૧૦૦ કરોડ રૂપિયાનું પ્રારંભિક ભંડોળ આપ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા લાવવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. બીમા સખી યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને નોકરીની તકો અને નિશ્ચિત આવક સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે, ગ્રામીણ વસ્તી જ્યાં રોજગારના વિકલ્પો મર્યાદિત છે તેઓ વધુ સારું જીવન મેળવી શકશે.
મહિલાઓને આર્થિક રીતે સાક્ષર અને મજબૂત બનાવવા માટે બીમા સખી યોજના હેઠળ ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને ત્રણ વર્ષ માટે સ્ટાઈપેનન્ડ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટ્રેનિંગ પછી ૧૦મી પાસ મહિલાઓ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરશે. સ્નાતક બીમા સખીઓને પણ એલઆઈસીમાં વિકાસ અધિકારીની ભૂમિકામાં કામ કરવાની તક મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીમા સખીઓને નિમણૂક પ્રમાણપત્રનું વિતરણ પણ કરશે.
આ યોજનાનું નામ બીમા સખી યોજના છે. એટલે કે આમાં મહિલાઓને વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના દ્વારા, મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમની બીમા સખી તરીકે નિયુક્ત કરવામાં આવશે એટલે કે તેમને ન્ૈંઝ્રના એજન્ટ બનાવવામાં આવશે. આ યોજનામાં જોડાયા બાદ મહિલાઓ લોકોનો વીમો કરાવી શકશે. સરકારની આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘણો ફાયદો થશે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે નોકરી અને રોજગારીની તકો સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે. આવી સ્થિતિમાં સરકારની આ યોજના આ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ ડિસેમ્બરે હરિયાણાના પાણીપતથી આ યોજનાની શરૂઆત કરશે.
બીમા સખી યોજના હેઠળ મહિલાઓને ૭,૦૦૦ થી ૨૧,૦૦૦ રૂપિયા સુધી દર મહિને આપવામાં આવશે. યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને ૭,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. બીજા વર્ષે આ રકમ ૧,૦૦૦ રૂપિયા ઓછી કરીને ૬,૦૦૦ રૂપિયા કરવામાં આવશે. ત્રીજા વર્ષે ૫,૦૦૦ રૂપિયા દર મહિને આપવામાં આવશે. સાથે જ મહિલાઓને ૨૧,૦૦૦ રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે.

