Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ
    • આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court
    • Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ
    • America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે
    • USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે
    • Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા
    • અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
    • Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalDecember 10, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૦૮ સામે ૮૧૫૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૧૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૯૪ સામે ૨૪૭૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૧૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૮૨ પોઈન્ટ બંધ થયેલ...!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    મંગળવારે શેરબજાર ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ તેજી બંધ થયો હતો.ભારત તથા અમેરિકાના વર્તમાન સપ્તાહમાં  જાહેર થનારા ફુગાવાના આંક તથા સીરિયાની સરકારના પતન બાદ મધ્યપૂર્વમાં અશાંતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો.ગયા સપ્તાહની રેલી બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ  રેન્જબાઉન્ડ  રહી ઘટાડે  બંધ રહ્યા હતા.સેન્સેક્સ ૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૧૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૬૮૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૬૯૯ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    નવેમ્બરમાં વાહનોના વેચાણમાં મિશ્ર સ્થિતિ જોવા મળી હતી.સમાપ્ત થયેલા નવેમ્બરમાં વાહનોના વેચાણના મિશ્ર આંક ઉપરાંત ઈન્વેન્ટરીના ઊંચા સ્તરને પગલે ઓટો શેરો દબાણ હેઠળ રહ્યા હતા. ટુ વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે પરંતુ અપેક્ષા કરતા નીચી રહી છે જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ ઘટયુ છે, જેની અસર કંપનીઓના શેરભાવ પર જોવા મળી હતી. આ ઉપરાંત ઈન્વેન્ટરીના ઊંચા સ્તરને કારણે પણ ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે.

    અમેરિકામાં બાયોસિક્યોર એકટ મુદ્દે અનિશ્ચિતતાને પરિણામે  ફાર્મા શેરોમાં નરમાઈ જોવા મળી હતી. સદર એકટ અમેરિકાના બાયોટેક ઉદ્યોગમાં ચીનની કંપનીઓના પ્રભાવને મર્યાદિત બનાવશે  અને ભારતની કંપનીઓને તેમની હાજરી વધારવામાં  મદદ મળશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે, પરંતુ એક મુખ્ય ડિફેન્સ બિલમાંથી બાયોસિક્યોર એકટને બાકાત રખાતા અમેરિકા ચીનની કંપનીઓ પ્રત્યે કુણુ વલણ દાખવી રહ્યાના અહેવાલે અહીં કેટલીક કંપનીઓના શેરભાવ પર અસર કરી હતી. 

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,હિન્દુસ્તાન યુનીલીવર,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,વોલ્ટાસ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,ઈન્ડીગો,એચડીએફસી એએમસી,અદાણી એન્ટર.,એસીસી,ગ્રાસીમ,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૫ અને વધનારની સંખ્યા ૨૦૧૯ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન, યુદ્વના વાદળો વિખેરાવા લાગ્યા બાદ હજુ ઈઝરાયેલ અને રશિયાના છમકલા છતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સુકાન સંભાળતા પૂર્વે યુદ્વની સ્થિતિ વધુ  હળવી થવાની અને વિશ્વનું  ફોક્સ આર્થિક વિકાસ પર આવી જવાની અપેક્ષાએ તેજીનો સળવળાટ વધ્યો છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.

    ૨૦૨૫માં ઉદાર નાણાં નીતિ અપનાવવાની ચીને કરેલી જાહેરાત બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)નું ભારત તરફ કેવુ વલણ રહે છે, તે જોવાનું રહેશે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી.ભારતીય શેર બજારોમા ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરરો (એફપીઆઈઝ) શેરોમાં નેટ ખરીદદાર બનવા લાગતાં ફુલગુલાબી તેજી દેખાવા લાગી છે. વિદેશી ફંડોની અગાઉ સતત વેચવાલી અને ઘણા શેરોમાં ઓવરવેલ્યુએશનના કારણે તેજીની અતિની ગતિને બ્રેક લાગી  હતી.હવે શેરોમાં મોટું કરેકશન આવી ગયા  બાદ ઘણા શેરોમાં વાસ્તવિક વેલ્યુએશન દેખાવા લાગ્યું છે.જેના પરિણામે ફંડોએ આકર્ષક વેલ્યુએશને મળતાં અને ઘટી ગયેલા  શેરોમાં મોટી ખરીદી કરીને તેમના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા લાગ્યો છે.

    તા.૧૧.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૦.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૪૦૪ પોઈન્ટ,૨૪૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૦.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૬૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૩૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૮૩૮ પોઈન્ટ થી ૫૩૯૦૯ પોઈન્ટ,૫૪૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લીમીટેડ ( ૨૨૫૯ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૮૩ થી રૂ.૨૨૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૪૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૨૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૮૦૭ ):- રૂ.૧૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭૦ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ટાટા કમ્યુનિકેશન ( ૧૭૮૫ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૯૩૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૦૯ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટી એન્ડ કોફી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૪૪ થી રૂ.૯૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૨૦૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૦૨ થી રૂ.૧૯૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • સન ફાર્મા ( ૧૮૧૧ ):- રૂ.૧૮૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૯૦ થી રૂ.૧૭૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૬૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • બાટા ઇન્ડિયા ( ૧૪૩૯ ) :- ફૂટવેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૦૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ભારત ફોર્જ ( ૧૩૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • મહાનગર ગેસ ( ૧૨૯૪ ) :- રૂ.૧૩૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025

    America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે

    August 27, 2025

    USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે

    August 27, 2025

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.