Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Wayanad માં ભૂસ્ખલને વિનાશ વેર્યો, મૃત્યુઆંક વધીને 143 થયો, રાજ્યમાં બે દિવસનો શોક
    અન્ય રાજ્યો

    Wayanad માં ભૂસ્ખલને વિનાશ વેર્યો, મૃત્યુઆંક વધીને 143 થયો, રાજ્યમાં બે દિવસનો શોક

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વાયનાડમાં 45 રાહત શિબિર બનાવાયા, 3600ને ખસેડાયા, પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર બનાવાયું, વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ

    વાયનાડમાં ભૂસ્ખલને વિનાશ વેર્યો, મૃત્યુઆંક વધીને 143 થયો, રાજ્યમાં બે દિવસનો શોક 3 - image

    વડાપ્રધાન મોદીએ પીડિતોના પરિવારજનોને રૂપિયા 2 લાખ, ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 વળતર જાહેર કર્યું

    વાયનાડમાં ભૂસ્ખલને વિનાશ વેર્યો, મૃત્યુઆંક વધીને 143 થયો, રાજ્યમાં બે દિવસનો શોક 4 - image

    Wayanad,તા.31

    દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી મંગળવારે (30 જુલાઈ) સવારે ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં 143 લોકોનાં મોત થયા છે જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. જોકે, 4 કલાકના ટૂંકાગાળામાં ત્રણ ભૂસ્ખલન થવાથી બચાવ કાર્યમાં અવરોધો ઊભા થયા હતા. વડાપ્રધાન મોદીએ બચાવ કાર્યની સમીક્ષા કરી હતી તથા પીડિતોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી.

    કુદરતી સૌંદર્ય અને ચાના બગીચા માટે પ્રખ્યાત કેરળના વાયનાડમાં ભૂસ્ખલને ભયાનક તારાજી વેરી છે. વાયનાડમાં સંભવત: પહેલી વખત આવી ભયાનક આપદા ત્રાટકી છે. સમય પસાર થઈ રહ્યો છે તેમ કાટમાળમાંથી વધુ ને વધુ મૃતદેહો બહાર નીકળી રહ્યા છે. કાટમાળમાં દટાયેલા સેંકડો લોકોને શોધવા માટે ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે. બચાવ કામગીરી પર નિરિક્ષણ રાખવા પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. બીજીબાજુ મૂશળધાર વરસાદના કારણે અનેક લોકો ચલિયાર નદીમાં તણાઈ ગયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

    પર્વતો વચ્ચે વસેલા વાયનાડમાં મૂશળધાર વરસાદના કારણે પર્વતની જમીન ધસી પડતાં સેંકડો મકાનો દટાઈ ગયા છે. બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્યની સાથે મદદ માટે ભારતીય એરફોર્સે એક એમઆઈ-૧૭ અને એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર પણ તૈનાત કર્યું છે. સૂત્રો મુજબ રાહત કાર્ય માટે સૈન્યની ત્રણેય પાંખ અને એનડીઆરએફ સહિતની એજન્સીઓના 400થી વધુ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય તિરુવનંતપુરમમાં બે ટુકડીઓને સ્ટેન્ડબાય પર રખાઈ છે, જેમને જરૂર પડે તો તુરંત હવાઈ માર્ગે વાયનાડ મોકલાશે. જોકે, સતત પડી રહેલા વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે.

    વાયનાડના ચૂરલમાલમાં વહેલી સવારથી જ બચાવ કાર્ય શરૂ થઈ ગયું હતું, પરંતુ મુંડાકાઈને જોડતો પુલ તુટી પડતાં ત્યાં અસ્થાયી પુલ બનાવી લગભગ ૧૫ કલાક પછી બચાવ કાર્ય શરૂ કરી શકાયું હતું. આ ગામમાંથી અંદાજે ૧૫૦થી વધુ લોકોને બચાવાયા છે. જોકે, વાયનાડમાં 45 રાહત શિબિર બનાવાયા છે, જ્યાં 3600થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું કે, સમગ્ર વિસ્તાર સાફ થઈ ગયો છે. સરકારે બે દિવસ માટે સત્તાવાર શોકની જાહેરાત કરી છે. વાયનાડમાં ભૂસ્ખલનની આપત્તી હૃદય વિદારક છે. કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, ભારતીય નેવીની એક ટીમ બચાવ પ્રયત્નોમાં મદદ કરી રહી છે. વાયનાડમાં ચૂરમાલાને નજીકના શહેર સાથે સાંકળતો એક પૂલ પણ ધોવાઈ ગયો છે. આ વિસ્તારના અંદાજે 70 ટકા લોકોને ઈજા પહોંચી છે. લોકોને યોગ્ય સારવાર મળી રહે તેની અમે ખાતરી કરી રહ્યા છીએ.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પિનરાયી વિજયન સાથે વાત કરી હતી અને કટોકટીના આ સમયમાં શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે પીડિત પરિવારો માટે રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 વળતરની જાહેરાત કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દુર્ઘટના અંગે ભારે શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે, તેમણે કેરળના મુખ્યમંત્રી અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે. તેમણે બચાવ કામગીરી ચાલી રહી હોવાની ખાતરી આપી હતી. હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીને વાયનાડને શક્ય તમામ સહાય પૂરી પાડવા વિનંતી કરીશ. હવામાન વિભાગે મંગળવારે કેરળના કાસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડે, માલાપ્પુરમ, પલક્કડ, થ્રિસુર અને ઈડુક્કીમાં ભારે વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરી છે. તેમણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓને અત્યંત તકેદારી રાખવા સલાહ આપી છે.

    123-dead Four-Villages-Wiped Wayanad-landslide
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.