બોમ્બર જેકેટ :
આ પ્રકારનું જેકેટ આબાલવૃદ્ધોમાં પ્રખ્યાત છે. આમાં તમે આર્મીના કપડાની છાપ જોવા મળે છે. હાલ તમને જુદી જુદી કાર્ગો પ્રિન્ટના જેકેટ્સ બજારમાં મળી શકશે. અને હાલ બજારમાં પાર્ટી કાર્ગોવેર સાથે જ રસ્તા પર ફરવા માટે પહેરવાના પણ જેકેટ્સ ઉપલબ્ધ છે.
સ્પોર્ટી જેકેટ :
હાલ વાહનવ્યવહારમાં વધેલી સુગમતા અને પ્રવાસીસંખ્યા અને પ્રવાસમાં નોખો લૂક મેળવવા નવી ફેશનયુગમાં યુવાનો આવા જેકેટની માંગ કરી રહ્યા છે. વિદેશમાં પહેરવાના કેઝ્યુઅલ વેર તરીકે પણ આ જેકેટની મોટી માંગ છે. આવા જેકેટ મોટા ભાગે બ્રાઈટ કલર્સમાં જોવા મળે છે. આ જેકેટ તમે સફેદ સ્નેકર્સ સાથે કે પછી ડેનિમ સાથે પહેરી શકો છો. અને સ્પોર્ટ્સ લુક મેળવવા માટે આ જેકેટ મહત્ત્વપૂર્ણ સિદ્ધ થશે.
પફર જેકેટ
આ શિયાળામાં પફર જેકેટ ટ્રેન્ડી અને ખાસ લૂક મેળવવાનો અભિનય મહત્ત્વનો વિકલ્પ છે. આને તમે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકો છો. પાતળા ફીટ જીન્સ સાથે હાઈકિંગ પહેરી બૂટ સાથે આ જેકેટ પહેરવાથી તમને આકર્ષક લૂક મળશે.
જીલેટ જેકેટ્સ :
આ આઉટફીટ એક સમયમાં ટ્રેકર્સની પહેલી પસંદ હતું. જોકે હવે ઘણા વિકલ્પ ઉપલબ્ધ હોવાથી તેની માંગમાં ઘટાડો થયો છે. તેમ છતાં આવા જેકેટને સીધી લાઈનોે વાળા જીન્સ, હાઈકિંગ બૂટ અને ટી-શર્ટ સાથે પહેરવાથી તમને આકર્ષક લૂક મળી શકે છે.
ચામડાનું જેકેટ :
આ એક સદાબહાર પ્રકાર છે જેમાં સમયની સાથે જ નાવીન્યપૂર્ણ અને જુદી જુદી જાતના વિવિધતાસભર આકર્ષક બદલાવ આવી રહ્યા છે. આને પ્લેઈટ શર્ટ, ફીટ ડેનિમ સાથે પહેરવાથી તમે શિયાળાના કુલ સ્ટનિંગ પર્સન બની જાઓ તો નવાઈ નહીં….