New Delhi,તા.20
ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડુતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા.1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફોર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડુત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે.
પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લીકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે. પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડૂતે https://gifr.agnstack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે.
દરમ્યાન રાજય સરકાર દ્વારા રવિ સિઝનમાં ખેડુતો પાસેથી રૂા.2425ના કવીંટલના લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવાનુ જાહેર કરવામાં આવ્યુ છે તેની નોંધણી 1 જાન્યુઆરીથી ઓનલાઈન કરવાની રહેશે.

