New Delhi,તા.20
સંસદ સંકુલમાં સાંસદો વચ્ચે ધકકામુકકી અને ભાજપના બે સાંસદોને ઈજા તથા રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ વચ્ચે આજે સતત બીજા દિવસે વિવાદ જારી જ રહ્યો છે.ભાજપના સાંસદો દ્વારા ગાંધી પ્રતિમા સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જયારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર ક્રવામાં આવ્યા હતા. ભાજપને ખોટી ફરિયાદો કરવાની આદત હોવાનો પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો.