Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian Stock Market માં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્‌…!!!
    વ્યાપાર

    Indian Stock Market માં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્‌…!!!

    Vikram RavalBy Vikram RavalDecember 28, 2024No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પણ વેકેશન મૂડમાં હોવાની સાથે ગત સપ્તાહોમાં મોટાપાયે કરેકશન બાદ કેલેન્ડર વર્ષના અંતિમ સપ્તાહમાં દરેક ઉછાળે ઈન્ડેક્સ બેઝડ ઘટાડો જોવા મળ્યો હતો, જો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીએ સપ્તાહના અંતે ભારે વોલેટાલિટી સાથે સેન્સેક્સે ફરી ૭૯૦૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચરએ પણ ૨૪૦૦૦ પોઈન્ટનું લેવલ પાછું મેળવ્યું હતું. ઉપરાંત, વૈશ્વિક બજારમાં યુએસના બોન્ડની યીલ્ડ વધતાં તેની અસર એશિયાની વિવિધ કરન્સી બજારો પર દેખાઈ હતી. રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી સાથે ડોલરનો આઉટફલો વધતાં તથા દેશની વેપાર ખાધ વધવા ઉપરાંત ફોરેક્સ રિઝર્વમાં ઘટાડાના પગલે રૂપિયામાં સતત ધોવાણ જોવા મળ્યું હતું. સાથે સાથે રશિયાથી થતી ક્રૂડની આયાત ઘટતાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    ગત સપ્તાહે પ્રાયમરી બજારે પણ સેકન્ડરી બજારને ટેકો પૂરો પડ્યો હતો. ભારતીય માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ આઈપીઓના યોગદાનમાં નોંધપાત્ર વધારો થયો હતો. મેઈન બોર્ડ ખાતે ગત સપ્તાહે પાંચ આઈપીઓનું લિસ્ટિંગ થયું હતું જેમાં મમતા મશીનરીએ અંદાજીત ૧૪૭% પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું. આ સાથે ડીએએમ કેપિટલનો ઈશ્યૂ ૩૯%, સનાથન ટેક્સટાઈલ ૨૯.૬૪%, ટ્રાન્સરેલ લાઈટિંગ ૩૫.૪૫% અને કોનકર્ડ એન્વારો ૧૮.૬૯%ના પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વર્તમાન વર્ષમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૭૦૫ અબજ ડોલરની નવી ટોચે જોવા મળ્યું હતું, જો કે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના અંતે દેશના એકંદર ફોરેકસ રિઝર્વમાં ટોચેથી ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો છે. અમેરિકન ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ત્યારે વર્તમાન વર્ષના નવેમ્બરમાં સતત ૧૧માં મહિને રિઝર્વ બેન્ક દ્વારા સોનાની ખરીદી જળવાઈ રહી હતી. વર્તમાન વર્ષમાં રિઝર્વ બેન્કે કુલ ૭૨.૬૦ ટન ગોલ્ડની ખરીદી કરી છે. સોનાની સતત ખરીદીને પગલે એકંદર રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો વધી ૧૦%ને પાર કરી ગયો છે. ડિસેમ્બર માસના અંતે ફોરેકસ રિઝર્વનો આંક ૬૫૨.૮૬ અબજ ડોલર રહ્યો હતો જેમાં ગોલ્ડ રિઝર્વનો આંક ૬૮.૦૫ અબજ ડોલર રહ્યો હતો, જે કુલ રિઝર્વના ૧૦.૪૨% જેટલો થવા જાય છે.

    રાજકીય ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈપણ નાણાંકીય કટોકટી સામે અર્થતંત્રને ટકાવી રાખવા રિઝર્વ બેન્કે ગોલ્ડ રિઝર્વમાં વધારો કરતા રહેવાનો વ્યૂહ અપનાવ્યો છે. એકંદર ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વ વધારી રિઝર્વના ઘટકોને મજબૂત બનાવવાનો પણ હેતુ રહેલો છે.

    અત્રે ઉલ્લેખનિય છે કે ડોલર સામે રૂપિયાના ઘસારાને અટકાવવા રિઝર્વ બેન્કે ડોલરની સતત વેચવાલી કરવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં હેજિંગ તરીકે પણ ગોલ્ડની ખરીદી કરવામાં આવી રહી છે. જેથી તાણના સમયે રૂપિયામાં મોટો ઘટાડો અટકાવી શકાય. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસમાં સતત વેચવાલીને ધ્યાનમાં રાખતા ગોલ્ડ રિઝર્વમાં વધારો યોગ્ય છે.

    મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪માં રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી તેમજ ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૪૯૨૯.૫૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી, જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી તેમજ ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૯૧૨૦.૮૧ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૪ જીઓપોલિટીકલ ટેન્શન સહિતના પડકારોનું રહ્યા બાદ વર્ષ ૨૦૨૫માં પણ પરિસિ્‌થતિ અનિશ્ચિત રહે તેવી સ્થિતિ જોવાઈ રહી છે. અમેરિકામાં સત્તાનું સુકાન હવે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં આવવાની તૈયારી અને ટ્રમ્પ મજબૂત ડોલરની તરફેણમાં હોઈ એના ભાગરૂપે અત્યારે જાણે ભારતીય શેરબજારમાંથી વિદેશી ફંડો રોકાણ સતત પાછું ખેંચવા લાગ્યાના સંકેતે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં ડોલર સામે રૂપિયો લગભગ સ્થિર રહ્યો હતો પરંતુ કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં રાજકીય ભૌગોલિક ઘટનાક્રમોને કારણે વર્ષાન્તે ડોલર સામે રૂપિયામાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડોલર સામે રૂપિયો ૮૫ને પાર જતો રહ્યો છે. રૂપિયામાં ઘસારાને કારણે રિઝર્વ બેન્ક પણ વ્યાજ દર ઘટાડવામાં સાવચેતી ધરાવી રહી છે. રૂપિયાના ઘસારાના કિસ્સામાં નિકાસકારોને લાભ થાય છે પરંતુ આયાતકારોને ફટકો પડે છે.

    ભારત તેની ક્રુડ તેલની ૮૫% આવશ્યકતા આયાત દ્વારા પૂરી કરે છે. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન દ્વારા ગત બેઠકમાં ૨૦૨૫ના વર્ષમાં વ્યાજ દરમાં માત્ર બે જ વખત ઘટાડો કરવાના કરેલા નિવેદનને જોતા કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ડોલર સામે રૂપિયામાં વધુ ઘસારો શકય બની શકે છે. વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓના નફામાં સ્થિરતા જોવા મળી હતી, જો કે ડોલર સામે રૂપિયામાં વધુ ઘસારા શક્યતાએ મંદ માંગ વચ્ચે આયાતી કાચા માલસામાન પર નિર્ભર રહેતી કંપનીઓના માર્જિન પર દબાણ આવવાની શકયતા સાથે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો પણ નબળા જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.

    ઉપરાંત, ટ્રમ્પ સરકારની નીતિ ચાઈના વિરૂધ્ધ અને ભારતની તરફેણમાં રહેવાની શકયતા જોવાઈ રહી છે, પરંતુ પાછલા દિવસોમાં ટ્રમ્પના નવા નીતિ ઘડવૈયાઓ દ્વારા ભારતને પણ નિકાસો પર વધુ આકરી ડયુટી ચૂકવવા તૈયાર રહેવાની ચીમકી સહિતના નેગેટીવ નિવેદનોએ શેરોમાં રોકાણકારો, ફંડો નવી ખરીદીથી દૂર થવા લાગ્યા છે ત્યારે વૈશ્વિક મોરચે ટ્રમ્પની નીતિ અને એના પર વિદેશી ફંડોનું ભારત સહિતના બજારોમાં ફંડ એલોકેશન વર્ષ ૨૦૨૫માં કેટલું રહેશે એ નિર્ભર હોઈ ત્યારે દરેક ઉછાળે સાવચેતી સાથે સ્ટોક સ્પેસિફિક અભિગમ અપનાવવો જરૂરી બની રહેશે.

    બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૩૦૬૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૯૭૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! પેસેન્જર કાર એન્ડ યુટિલિટી વ્હીકલ સેકટરનો આ સ્ટોક રૂા.૩૧૦૩ થી રૂા.૩૧૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર)ACCલિમિટેડ (૨૦૮૧) : આ સ્ટોક રૂા.૨૦૩૩ નો પ્રથમ અને રૂા.૨૦૦૮ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૨૧૦૮ થી રૂા.૨૧૩૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

    (૩)મૂથુટ ફાઇનાન્સ (૨૦૮૦) : ૨૭૫ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૨૦૩૩  નો પ્રથમ તેમજ રૂા.૨૦૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! નોન બેકિંગ ફાયનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૨૧૦૮ થી રૂા.૨૧૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)બાલક્રૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ (૨૮૭૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૦૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૮૨૮ થી રૂા.૨૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૯૭૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)ગ્રાસિમ લિમિટેડ (૨૪૯૬) : રૂા.૨૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૨૫૬૦ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૨૪૭૦ થી રૂા.૨૪૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬)ઓબેરોય રિયલ્ટી (૨૩૨૯) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૩૭૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૩૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૩૦૩ થી રૂા.૨૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૪૦૪ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧) પેટ્રોનેટ એલએનજી (૩૩૦) :- અ / ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૮ થી રૂ.૩૬૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨) ઓનવર્ડ ટેક્નોલોજીસ (૩૧૪) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (૨૮૮) :- રૂ.૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૨૬૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોંધાવશે….!!!

    (૪) એનએલસી ઈન્ડિયા (૨૨૭) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!

    (૫) કેસ્ટ્રોલ ઈન્ડિયા (૧૯૦) :- રૂ.૧૭૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી લુબ્રિકન્ટ્‌સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૨ થી રૂ.૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬) એન્જિનિયર્સ ઈન્ડિયા (૧૮૦) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૪ થી રૂ.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) બંધન બેન્ક (૧૫૦) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૬ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮) ઈન્ટ્રાસોફ્ટ ટેકનોલોજીસ (૧૪૪) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇ-રિટેલ/ઇ-કોમર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭ આસપાસ રોકાણકારે રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૦૮ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) કેમ્બ્રિજ ટેક્નોલોજી (૯૭) : કમ્પ્યુટર્સ-સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૧૪ થી રૂ.૧૨૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૨)SBFCફાઈનાન્સ (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનાં આ સ્ટોકને ૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૧૦૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

    (૩) ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૭૭) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૮ થી રૂ.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) એશિયન ગ્રેનિટો  ઈન્ડિયા (૬૦) :  રૂ.૫૫ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૪ થી રૂ.૭૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    શેરબજારમાં રોકાણકારોની સંખ્યા વધીને ૧૧ કરોડની નજીક પહોંચી…!!

    દેશમાં શેરબજારમાં લોકોનો રસ ઝડપથી વધી રહ્યો છે. શેરબજારમાં લોકોની વધતી જતી રૂચિને કારણે માર્કેટમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા ૧૧ કરોડની નજીક પહોંચી ગઈ છે. ઓગસ્ટ ૨૦૨૪માં આ સંખ્યા લગભગ ૧૦ કરોડ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ૯ કરોડ હતી.માહિતી અનુસાર, નવેમ્બરના અંતમાં દેશના સૌથી મોટા એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની કુલ સંખ્યા (યુનિક પાન નંબર) ૧૦.૭ કરોડ હતી.

    એકલા મહારાષ્ટ્રમાં ૧૬.૫% (૧.૭૭ કરોડ) નોંધાયેલા રોકાણકારો છે. જોકે,માર્ચ ૨૦૧૫માં તેનો હિસ્સો ઘટયો છે. જો સમગ્ર રાજ્યમાં રોકાણકારોનું મોટા પાયે વિતરણ સૂચવે છે. તે જ સમયે,ઉત્તર પ્રદેશ એકમાત્ર બીજું રાજ્ય છે જેમાં એક કરોડથી વધુ નોંધાયેલા રોકાણકારો છે. છેલ્લા કેટલાક મહિનામાં તે નવા રોકાણકાર નોંધણી ચાર્ટમાં પણ આગળ છે.

    માહિતી અનુસાર,માર્ચ ૨૦૨૨ના અંતે મહિલા રોકાણકારોનો હિસ્સો ૨૨.૭%થી વધીને ૨૪%થવા સાથે લિંગ સમાવિષ્ટતામાં સતત સુધારો થઈ રહ્યો છે. ગોવા, ચંદીગઢ અને મિઝોરમમાં મહિલા રોકાણકારો નો કુલ હિસ્સો ૩૦%થી વધુ છે.આ ઉપરાંત યુવા રોકાણકારો પણ બજાર તરફ આકર્ષાઈ રહ્યા છે. જો વયની દ્રષ્ટિએ જોવામાં આવે તો,કુલ નોંધાયેલા રોકાણકારોમાં,૩૦ વર્ષથી નીચેના રોકાણકારોના આધારમાં લોકોનો હિસ્સો ૪૦% છે. માર્ચ ૨૦૧૯માં તે માત્ર ૨૨.૬% હતો.

    મ્યુચ્યુઅલ ફંડની AUM વધીને રૂ.૬૮ લાખ કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ…!!

    શેરબજારમાં ભારે અસ્થિરતા હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. ૨૦૨૪ના વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ.૧૭ લાખ કરોડનો વધારો થયો છે. નવેમ્બર ૨૦૨૪માં સતત ૪૫મા મહિને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પ્રવાહ ચાલુ રહ્યો હતો. તે જ સમયે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) દ્વારા રોકાણ સતત બીજા મહિને રૂ.૨૫,૦૦૦ કરોડથી વધુ રહ્યું હતું. બજારના નિષ્ણાતો માને છે કે મજબૂત આર્થિક વૃદ્ધિ અને બજારમાં રોકાણકારોની વધતી ભાગીદારીને કારણે ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. એમ્ફીના ડેટા અનુસાર,વર્ષ ૨૦૨૪માં રૂ.૯.૧૪ લાખ કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. તેમજ રોકાણકારોની સંખ્યામાં ૫.૬ કરોડનો જંગી વધારો થયો છે. સિપની લોકપ્રિયતા એટલી છે કે રૂ.૨.૪ લાખ કરોડનું રોકાણ આ માર્ગ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં આવ્યું હતું.આ રોકાણ સાથે, ઉદ્યોગની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) નવેમ્બરના અંત સુધીમાં વધીને રૂ.૬૮ લાખ કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જે ૨૦૨૩ના અંતે ૫૦.૭૮ લાખ કરોડ રૂપિયા કરતાં ૩૩ ટકા વધુ છે. એમ્ફી દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર નવેમ્બર ૨૦૨૪માં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં ૩૫,૯૪૩ કરોડ રૂપિયા,ડેટ ફંડ્‌સમાં ૧૨,૯૧૬ કરોડ રૂપિયા અને હાઈબ્રિડ ફંડ્‌સમાં ૪,૧૨૪ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. ઓક્ટોબરમાં ઇક્વિટી ફંડમાં રૂ.૪૧,૮૮૭ કરોડ,ડેટ ફંડમાં રૂ.૧.૫૭ લાખ કરોડનો પ્રવાહ હતો.

    કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં IPO દ્વારા વિક્રમી રૂ.૧.૮ લાખ કરોડ એકત્ર કરાયા…!!

    કેલેન્ડર વર્ષ ૨૦૨૪ ભારતના પ્રાયમરી બજાર માટે અસાધારણ વર્ષ સાબિત થયું છે. વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૩૧૭થી વધુ આઈપીઓ દ્વારા રૂ.૧.૮ લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે,જે અત્યાર સુધીમાં સૌથી વધુ ભંડોળ છે. આ આંકડો કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ઊભા કરાયેલા રૂ.૧.૩ લાખ કરોડના રેકોર્ડને પણ વટાવી ગયો છે અને કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં ઊભા કરાયેલા રૂ. ૫૭૬ અબજ કરતાં ઘણો વધારે છે. પ્રાયમરી બજારથી રોકાણકારો ખુશ જોવા મળ્યા છે. ભારતીય માર્કેટ કેપિટલાઇઝેશનમાં આઈપીઓના યોગદાનમાં નોંધપાત્ર વધારો થયો છે. તે વર્ષ ૨૦૨૩માં ૧.૪% થી વધીને વર્ષ ૨૦૨૪માં ૨.૯% થયું છે. જો કે,આ ઉછાળા છતાં,તે હજુ પણ વર્ષ ૨૦૧૭ (૩.૭%) અને વર્ષ ૨૦૨૧ (૩.૪%) પાછળ છે. જો કે વર્ષ ૨૦૨૪માં એસએમઈ આઈપીઓનું યોગદાન ઓછું હતું. જે કુલ આઈપીઓ પ્રવૃત્તિનો ૫.૩% છે,જે વર્ષ ૨૦૨૩માં ૮.૬% કરતા ઓછો છે. ઓછો હિસ્સો હોવા છતાં,૨૦૨૪માં એસએમઈ દ્વારા એકત્ર કરાયેલ કુલ મૂડી રૂ. ૯૨ અબજ હતી,જે ૨૦૨૩માં રૂ. ૪૯ અબજની કુલ મૂડી કરતાં બમણી હતી. એસએમઈ હજુ પણ આઈપીઓ લેન્ડ સ્કેપમાં વૈવિધ્ય લાવવાનું મહત્વનું પરિબળ છે. હ્યુન્ડાઈ મોટરએ ભારતમાં સૌથી મોટા આઈપીઓ સાથે ઇતિહાસ રચ્યો છે. તેણે ઓક્ટોબર ૨૦૨૪માં આઈપીઓ દ્વારા રૂ. ૨૭૮.૬ અબજ એકત્ર કર્યા હતા,જે મે ૨૦૨૨માં એલઆઈસી દ્વારા નિર્ધારિત અગાઉના રેકોર્ડ (રૂ. ૨૦૫.૬ અબજ)ને વટાવી ગયો હતો. આ વર્ષે ભારતમાં સૌથી મોટી ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) પણ જોવા મળી હતી, જેમાં વોડાફોન-આઇડિયાએ એપ્રિલ ૨૦૨૪માં ૧૮૦ બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. તેણે જુલાઈ ૨૦૨૦માં યસ બેંક (રૂ. ૧૫૦ અબજ) અને માર્ચ ૨૦૦૪માં ઓએનજીસી (રૂ. ૧૦૬.૯ અબજ)ના અગાઉના રેકોર્ડને વટાવી દીધા હતા. ભારતના હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ સેક્ટરે ૨૦૨૪માં આઈપીઓ દ્વારા રૂ.૧૪,૮૧૧ કરોડ ઊભા કર્યા છે. વધતી વૈશ્વિક તકો વચ્ચે મજબૂત સ્થાનિક માંગને કારણે ૨૦૧૯ પછી એકત્ર કરવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે.

    વર્ષ ૨૦૨૪માં FPIનું શેરોમાં રૂ.૫૦૫૦ કરોડનું રોકાણ…!!

    વર્ષ ૨૦૨૩માં વિદેશી રોકાણકારોના ભારતીય શેરોમાં રોકાણમાં તેજી બાદ વર્ષ ૨૦૨૪માં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે. શેરોમાં ખર્ચાળ વેલ્યુએશન અને જીઓપોલિટીકલ અનિશ્ચિતતાના કારણે સાવચેતીને લઈ વિદેશી રોકાણકારોની ભારતીય શેરોમાં વર્ષ ૨૦૨૪માં માત્ર રૂ.૫૦૦૦ કરોડ જેટલી ખરીદી કરી છે. પરંતુ વર્ષ ૨૦૨૫માં એફપીઆઈઝના રોકાણમાં ફરી રિકવરીની અપેક્ષા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં માત્ર રૂ.૫૦૫૨ કરોડનું રોકાણ નોંધાયું છે. જે ડેટ માર્કેટમાં રૂ.૧.૧૨ લાખ કરોડનું રહ્યું હોવાનું ડિપોઝિટરીઝના આંકડા દર્શાવે છે.

    વર્ષ ૨૦૨૩માં શેરોમાં એફપીઆઈનું રૂ.૧.૭૧ લાખ કરોડનું જંગી ચોખ્ખુંરોકાણ નોંધાયું હતું.

    જ્યારે વર્ષ ૨૦૨૨માં વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરોમાં તીવ્ર વધારાના નેગેટીવ પરિબળે રૂ.૧.૨૧ લાખ કરોડની ચોખ્ખી જાવક કરી હતી.ભારતીય શેરોમાં એફપીઆઈઝના રોકાણમાં ઘટાડો ખાસ શેરોના ઓવર વેલ્યુએશનના કારણે રહ્યો છે. આ સાથે જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ પણ વિદેશી રોકાણકારોની વેચવાલી માટેનું પ્રમુખ પરિબળ બની રહ્યું છે. આ રોકાણ ઓટ પૂર્વે એફપીઆઈઝ દ્વારા વર્ષ ૨૦૧૯, વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧માં ત્રણ વર્ષમાં ચોખ્ખું રોકાણ રહ્યું હતું.

    વર્ષ ૨૦૨૪માં એફપીઆઈઝ દ્વારા જાન્યુઆરી, એપ્રિલ અને મે, ઓકટોબર તેમ જ નવેમ્બરમાં રોકાણ જાવક રહી હતી. જે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના કારણે જોવાયું છે. આ દરમિયાન વર્ષ ૨૦૨૪માં એફપીઆઈઝ દ્વારા ભારતીય ડેટ માર્કેટમાં રૂ.૧.૧૨ લાખ કરોડનું રોકાણ કરાયું છે. જે વર્ષ ૨૦૨૩ના રૂ.૬,૬૬૩ કરોડની તુલનાએ વધુ છે. ઈક્વિટીઝ-શેરોમાં એફપીઆઈઝની મોટી વેચવાલી ફાઈનાન્શિયલ સર્વિસિઝ ક્ષેત્રમાં રૂ.૫૪,૫૦૦ કરોડની રહી છે. ત્યાર બાદ ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં રૂ.૫૦,૦૦૦ કરોડ અને એફએમસીજીમાં રૂ.૨૦,૦૦૦ કરોડની રહી છે.

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.