Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJanuary 1, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૧.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૧૩૯ સામે ૭૮૨૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૮૯૮.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૮૦૫ સામે ૨૩૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૫૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૮૯૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૬૦૦ પોઈન્ટ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચરે ૨૩૯૬૪ પોઈન્ટનો ઇન્ટ્રાડે હાઈ નોંધાવ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે યુએસ, યુકે, કોરિયા, ચીન, ફ્રાન્સ, જર્મની સહિત મોટાભાગના એશિયન સ્ટોક માર્કેટ્સ તેમજ યુરોપિયન શેરબજારો બંધ રહ્યા હતા. નવા વર્ષની શરૂઆત સાથે હવે રોકાણકારો ફુગાવો અને ફેડ રિઝર્વ દ્વારા રેટ કટના પડકારો પર ફોકસ રહેશે. ટ્રમ્પની નિમણૂક બાદ અમેરિકાની નવી આર્થિક નીતિઓને ધ્યાનમાં રાખતાં વિદેશી રોકાણકારો નવા રોકાણ માટે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે જાન્યુઆરીમાં ત્રીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અને યુનિયન બજેટ પર સૌની નજર રહેશે.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં ઉપરાંત ભારતમાં ફિસ્કલ ડેફીસીટ વેરાકિય ખાધ એપ્રિલથી નવેમ્બરમાં વધી રૂ.૮.૪૭ લાખ કરોડની સપાટીએ પહોંચતા રૂપિયા પર દબાણ જોવા મળ્યું હતું. સાથે સાથે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી ક્રૂડ, સોના-ચાંદી સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે અને તેના પગલે ફુગાવો વધતાં હવે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજમાં ઘટાડો વિલંબમાં પડવાની શક્યતા જોવાઈ રહી છે.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૧ અને વધનારની સંખ્યા ૨૭૪૧ રહી હતી, ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી ૩.૨૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૫%, બજાજ ફાઈનાન્સ ૧.૬૯%, લાર્સેન લિ. ૧.૬૪%, ટાટા મોટર્સ ૧.૧૫%, એશિયન પેઈન્ટ ૦.૯૯%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૯૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૭૬%, એકસિસ બેન્ક ૦.૬૪%, એચડીએફસી બેન્ક ૦.૫૬% અને બજાજ ફિનસર્વ ૦.૫૪% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૦.૯૮%, અદાણી પોર્ટ ૦.૮૦%, ઝોમેટો લિ.૦.૫૪%, એચસીએલ ટેકનોલોજી ૦.૨૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૨૧%, હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૧૭%, ટેક મહિન્દ્ર ૦.૦૯% અને નેસલે ઈન્ડિયા ૦.૦૩ ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં ડોલર સામે રૂપિયો ૩% જેટલો ઘટયો છે ત્યારે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં દેશની આઈટી સેવા કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. ડોલર સામે ભારતીય રૂપિયાની સતત નબળાઈથી દેશના આયાત બિલમાં ભલે વધારો થયો હોય પરંતુ દેશની આઈટી સેવા કંપનીઓનો ૬૦ થી ૬૫% વેપાર હિસ્સો અમેરિકાની બજારમાં રહેલો હોવાથી આઈટી કંપનીઓને લાભ થઈ રહ્યો છે. ખાસ કરીને ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ અમેરિકાની બજારમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે.

    ભારતની આઈટી કંપનીઓ જ નહીં પરંતુ અમેરિકાની કંપનીઓ જે ભારતમાં તેમની બેક ઓફિસ હાજરી ઝડપથી વધારી રહી છે તેમને પણ ભારતમાં નીચા લેબર કોસ્ટનો લાભ થઈ રહ્યો છે. જો કે મંદ માંગ વચ્ચે ડોલર સામે રૂપિયામાં જોરદાર ઘસારાને પરિણામે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો ખાસ કરીને કાચા માલ માટે આયાત પર નિર્ભર કંપનીઓના પરિણામો નબળા જોવા મળવાની ધારણાં પણ મૂકવામાં આવી રહી છે. ડોલર સામે રૂપિયો હાલમાં ૮૫.૫૫ ને પાર જતો રહ્યો છે ત્યારે આયાતી કાચા માલસામાન પર નિર્ભર રહેતી કંપનીને ડોલર પેટે વધુ રૂપિયાની જોગવાઈ કરવાની હોવાથી માર્જિન પર પણ દબાણ આવવાની શકયતા છે.

    તા.૦૨.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૧.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૮૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૧૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૮૭ પોઈન્ટ થી ૨૩૭૦૭ પોઈન્ટ,૨૩૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૧.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૪૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૩૭૩ પોઈન્ટ થી ૫૧૨૦૨ પોઈન્ટ,૫૧૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૪૬૪ ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૦૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૮૪ થી રૂ.૨૪૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૮૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૯૯ ):- રૂ.૧૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૭૧૧ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૪ થી રૂ.૧૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૦૮૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૪૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ કેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૩૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૬૦ થી રૂ.૨૩૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૨૨૨૬ ):- રૂ.૨૨૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૨૦૩ થી રૂ.૨૧૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૯૧૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૯૮ થી રૂ.૧૮૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૫૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૦૮ થી રૂ.૧૪૯૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૯૩ ) :- રૂ.૧૩૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.