New Delhi,તા.10
પાંચ દિવસના સપ્તાહ સહિતની માંગણી સાથે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારી સંગઠને તા.24-25 ફેબ્રુઆરીના બે દિવસની બેન્ક હડતાલની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે લાંબા સમયથી બેન્કો સહિતની નાણાકીય સંસ્થાઓમાં હાલ જે રીતે બે શનિવાર રજા અને બે શનિવાર એ કામકાજના દિવસો છે.
તેના બદલે તમામ વીક એન્ડ શનિ-રવિ રજા અને પાંચ દિવસના સપ્તાહની માંગ પર હજું સૈદ્ધાંતિક નિર્ણય લઈને અમલ માટે તૈયારી હોવાનો સંકેત આપ્યો હતો પણ અમલ નહી થતા હવે ઓલ ઈન્ડીયા બેન્ક ઓફીસર્સ કો ફેડરેશનએ તા.24-25 ફેબ્રુઆરીએ બે દિવસની રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાલની ચેતવણી આપી છે.
આ ઉપરાંત બેન્કોમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરવા મંજુરી આપવા અને પર્ફોમન્સ સંબંધીત જે ગાઈડલાઈન પાછી ખેચવાની માંગ કરી છે. આ ઉપરાંત બેન્ક બોર્ડ ઓફ ડિરેકટરમાં કર્મચારી અધિકારીઓના પ્રતિનિધિની નિયુક્તિ કરવા પણ માંગણી કરી છે.

