Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ 
    વ્યાપાર

    MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ 

    Vikram RavalBy Vikram RavalFebruary 11, 2025Updated:February 11, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાનો વાયદો ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શી અંતે રૂ.516 ગબડ્યોઃ ચાંદીના વાયદામાં રૂ.1,230નો કડાકો

    ક્રૂડ તેલમાં રૂ.34નો સુધારોઃ કોટન–ખાંડી વાયદો રૂ.200 નરમઃ નેચરલ ગેસમાં મામૂલી વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16737.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80123.14 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 13111.50 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20350 પોઈન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સાંજે 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.96862.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16737.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80123.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20350 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.931.67 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13111.50 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.86306ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86360ના ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શી, નીચામાં રૂ.85229ના મથાળે અથડાઈ, રૂ.85816ના આગલા બંધ સામે રૂ.516 ઘટી રૂ.85300ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.118 ઘટી રૂ.68765ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.8458ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.427 ઘટી રૂ.84881ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95042ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95221 અને નીચામાં રૂ.93932ના મથાળે અથડાઈ, રૂ.95295ના આગલા બંધ સામે રૂ.1230 ઘટી રૂ.94065ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1198 ઘટી રૂ.93950ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.1198 ઘટી રૂ.93939ના ભાવ થયા હતા.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 1779.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.14.4 ઘટી રૂ.852.95ના ભાવ થયા હતા. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.4.75 ઘટી રૂ.266ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.2.45 ઘટી રૂ.257.75ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો રૂ.1.55 ઘટી રૂ.178.2ના ભાવ થયા હતા.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 1807.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6340ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6378 અને નીચામાં રૂ.6301ના મથાળે અથડાઈ, રૂ.6337ના આગલા બંધ સામે રૂ.34 વધી રૂ.6371ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.36 વધી રૂ.6372ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1.1 વધી રૂ.304.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1.1 વધી રૂ.304.8ના ભાવે બોલાયો હતો.

    કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.939ના ભાવે ખૂલી, 80 પૈસા ઘટી રૂ.921.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.200 ઘટી રૂ.53810ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8867.58 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4243.92 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1023.76 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 373.26 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 54.14 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 328.12 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 451.57 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1355.83 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.87 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 3.39 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17714 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 38424 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11239 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 90609 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 26231 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37603 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 144033 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 6031 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21806 લોટના સ્તરે રહ્યો હતો.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20478 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20478 પોઈન્ટના સ્તર અને નીચામાં 20343 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 112 પોઈન્ટ ઘટી 20350 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.10 વધી રૂ.123.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા વધી રૂ.16.2ના ભાવ થયા હતા.

    સોનું ફેબ્રુઆરી રૂ.87000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.122.5 ઘટી રૂ.491.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.534 ઘટી રૂ.1461.5ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.7.52 ઘટી રૂ.7.64ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.23 ઘટી રૂ.1.69ના ભાવ થયા હતા.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.8.95 વધી રૂ.98.5ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા વધી રૂ.16.05ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.87 ઘટી રૂ.545ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.527 ઘટી રૂ.1102ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.20.6 ઘટી રૂ.55.3ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા ઘટી રૂ.10.6ના ભાવે બોલાયો હતો.

    સોનું ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.171.5 વધી રૂ.868ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.94000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.562 વધી રૂ.1788ના ભાવે બોલાયો હતો. તાંબુ ફેબ્રુઆરી રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.5.96 વધી રૂ.14.03ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 55 પૈસા વધી રૂ.1.19ના ભાવ થયા હતા.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.20.7 ઘટી રૂ.57ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા ઘટી રૂ.10.8ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.185.5 વધી રૂ.986.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.94000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.549 વધી રૂ.1570ના ભાવ થયા હતા.

    MCX MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.