New Delhi, તા.૧૩
Supreme Courtએ એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જો દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકે છે. આ મામલો Supreme Courtના જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ કેસ એક એવા દંપતી સાથે જોડાયેલો છે જેમણે Stock Marketમાં રોકાણ કર્યું હતું. કેસની વિગતો એવી છે કે, પત્નીને Share Marketમાં ભારે નુકસાન થયું હતું અને તે દેવામાં ડૂબી ગઈ હતી. જ્યારે મામલો મધ્યસ્થી ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો ત્યારે તેણે પતિ અને પત્ની બંનેને દેવાદાર જાહેર કર્યા હતા. આ નિર્ણય સામે પતિએ Supreme Courtનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ તેને ત્યાં કોઈ રાહત મળી નહીં. Supreme Courtએ સ્પષ્ટ કર્યું કે, મૌખિક કરારના આધારે પણ પતિને પત્નીના Stock Marketના દેવા માટે જવાબદાર ઠેરવી શકાય છે. Bombay Stock Exchangeના ૧૯૪૭ના કાયદાનો ઉલ્લેખ કરતા Supreme Courtએ કહ્યું કે, જો ટ્રિબ્યુનલ ઈચ્છે તો તે પતિ પર નાણાકીય જવાબદારી લાદી શકે છે. પતિ-પત્નીના અલગ-અલગ ટ્રેડિંગ એકાઉન્ટ હતા પરંતુ તેઓ તેને સાથે મળીને ચલાવતા હતા. પત્નીને થયેલા નુકસાનની ભરપાઈ પતિના ખાતામાંથી કરવામાં આવી હતી, જેના કારણે તેનું ડેબિટ બેલેન્સ વધ્યું હતું. જ્યારે પતિએ આને પડકાર્યો ત્યારે ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે કહ્યું કે આ લોન બંનેની સંયુક્ત જવાબદારી છે. Supreme Courtએ પણ આને મંજૂરી આપી અને આદેશ આપ્યો કે પતિએ ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે ૧.૧૮ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
Trending
- 30 એપ્રિલનું પંચાંગ
- 30 એપ્રિલનું રાશિફળ
- Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
- અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
- Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે છે!
- શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
- અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
- તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે

