Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»આવકવેરાનું Return ફાઈલ કર્યા પછી ઘ્યાન નહિ રાખો તો ફસાશો
    વ્યાપાર

    આવકવેરાનું Return ફાઈલ કર્યા પછી ઘ્યાન નહિ રાખો તો ફસાશો

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.06

    આવકવેરાના રિટર્ન ફાઈલ કર્યા પછી બેન્ગ્લુરુ સીપીસી દ્વારા રિટર્નને ડિફેક્ટિવ એટલે કે ક્ષતિયુક્ત જાહેર કરવામાં આવે તે પછી તેમાં કરદાતા તરફથી પંદર જ દિવસમાં સુધારો ન કરવામાં આવે તો કરદાતાનું રિટર્ન જ ઇનવેલિડ થઈ જાય છે. આ અંગેની જાણકારી માત્ર કરદાતાના ઈ-મેઈલ પર જ મોકલવામાં આવે છે. તેથી સંખ્યાબંધ કરદાતાઓના તે ઘ્યાનમાં આવતું નથી અને તેમના રિટર્ન ઇનવેલિડ ઠરી રહ્યા છે.

    15 દિવસમાં જવાબ ન મળે તો રિટર્ન ઇનવેલિડ થઈ જાય

    કરદાતાને ક્ષતિયુક્ત રિટર્નનો ઈ-મેઈલ કર્યા પછી સામાન્ય રીતે પંદર દિવસનો સમય આપવામાં આવે છે. પરંતુ પંદર દિવસમાં કરદાતા તરફથી પ્રતિભાવ ન મળે તો તેના રિટર્નને ઇનવેલિડ-ગેરકાયદેસર ગણી લેવામાં આવે છે. આ મેઈલ જોવો જોઈએ અથવા તો કરદાતાએ લોગ ઇન કરીને તે ચેક કરી લેવાનું રહે છે. આ અંગે ડિપાર્ટમેન્ટ તરફથી અન્ય કોઈપણ રીતે જાણકારી આપવામાં આવતી નથી. અન્યથા તેમનું રિટર્ન ફાઈલ થયું જ નથી તેવું માની લેવામાં આવે છે.

    કરદાતાને રિફંડ મળવાપાત્ર છે કે નહિ તે નક્કી કરવામાં આવે છે 

    આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યા પછી થતાં ઇ-વેરિફિકેશન બાદ આવકવેરા ખાતા પાસેના કરદાતાના ઉપલબ્ધ ડેટાને આધારે કરદાતાએ વેરા પેટે વધારાની રકમ જમા કરાવવાની આવે છે કે કેમ તે નક્કી કરીને કે પછી કરદાતાને રિફંડ મળવાપાત્ર છે કે નહિ તે નક્કી કરી કરે છે. તેમ જ કરદાતાના રિટર્નમાં અન્ય કોઈ ખામી છે કે નહિ તે નિશ્ચિત કરવામાં આવે છે.

    આ સંજોગોમાં રિટર્ન ક્ષતિયુક્ત બની જાય 
    કરદાતાના 26 એએસની, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટની, ટીઆઈએસની વિગતો મિસમેચ થતી હોય તો આવકવેરા અધિકારી તેને ક્ષતિયુક્ત જાહેર કરી દે છે. 26 એએસની કુલ આવક સાથે તમારા રિટર્નમાં દર્શાવેલી આવક મેળ ન ખાતી હોય તો પણ તે રિટર્નને ક્ષતિયુક્ત રિટર્ન ગણી લેવામાં આવે છે.
     

    ડિવિડંડની કે પછી ટીડીએસની રકમ કપાયાની નોંધ જ રિટર્નમાં કરવામાં ન આવી હોય જેવી ક્ષતિઓ આવકવેરા અધિકારીઓ દર્શાવે છે. ઇન્કમ ખોટા હેડ હેઠળ દર્શાવી હોય તો તેવા સંજોગોમાં પણ રિટર્ન ક્ષતિયુક્ત બની જાય છે. ખોટા ડિડક્શન ક્લેઈમ કર્યા કે ઓડિટ રિપોર્ટ સાથે રજૂ કરવાનો રહી ગયો હોય તો પણ રિટર્ન ક્ષતિયુક્ત ગણાઈ જાય છે. કુલ રિસિપ્ટ કરતાં વધારે ટીડીએસ ક્લેઈમ કર્યો હોવાનું જણાય તો પણ રિટર્ન ક્ષતિયુક્ત ગણાય છે.

    ક્ષતિનો જવાબ પંદર દિવસમાં ન આપવામાં આવે તો રિટર્ન ઇનવેલિડ માનવામાં આવે છે 

    કરદાતાને મેઈલ પર દર્શાવવામાં આવેલી ઉપરોક્ત ક્ષતિનો જવાબ પંદર દિવસમાં ન આપી શકે તો કરદાતાનું રિટર્ન ઇનવેલિડ ઠરી જાય છે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીનું કહેવું છે. રિટર્ન ફાઈલ ન કર્યાનું ગણાઈ જાય અને ડિસેમ્બર સુધીમાં રિવાઈઝ રિટર્ન ફાઈલ ન થાય તો કરદાતાએ રિટર્ન ન ભરવા માટે પેનલ્ટી થાય છે. કરદાતાને કોઈ રિફંડ મળવા પાત્ર હોય તો તે રિફંડ પણ નથી મળતું. તેમાંય વળી લૉસનું રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું હોય તો લૉસ કેરી ફોરવર્ડ પણ કરી શકાતો નથી.

    આ પ્રકારના ક્ષતિયુક્ત રિટર્ન માટે અન્ય કોઈપણ રીતે સરકાર તરફથી કરદાતાને કોમ્યુનિકેટ કરવામાં આવતું જ નથી. કરદાતા તે મેઈલ જોઈ લે તો તેનો જવાબ પાઠવીને રિટર્નમાં સુધારો કરી શકે છે. તેમ જ રિટર્નમાં સુધારો કરવાની કેમ જરૂર નથી તેનો જવાબ પણ આપી શકે છે.

    આવકવેરાની સાઈટ પર લોગ ઈન કરીને ચકાસણી કરતા રહો

    આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યા પછી આવકવેરા વિભાગ દ્વારા ઈ-મેઈલ મળે તો તેને ગંભીરતાથી લઈને તમે પોતે તેનો જવાબ આપવાની કે પછી તમારા ટેક્સ કન્સલ્ટન્ટનો અભિપ્રાય લઈને તમે તેનો 15 દિવસમાં જવાબ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. પંદર દિવસમાં જવાબ આપશે તો તેને રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવાની તક મળશે. મોટાભાગના કરદાતાઓ મેઈલ પર આવેલા મેસેજને જોતાં નથી. તેથી એક બે વર્ષે તેમને ખબર પડે છે કે તેમનું રિટર્ન તો ફાઈલ થયું જ નથી. કારણ કે આવકવેરા અધિકારી જવાબ ન મળતા તે રિટર્નને ગેરકાયદે ઠેરવી દે છે.

    રિટર્નની ચકાસણી અને પ્રોસેસ કઈ રીતે થાય

    – કરદાતા રિટર્ન ફાઈલ કરે

    – ઈ-વેરિફિકેશન કરતા રિટર્ન અપલોડ થયાનું કન્ફર્મ થઈ જશે

    – બેન્ગ્લુરુના સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરના અધિકારી તેમાં કોઈ ક્ષતિ છે કે નહિ તેની ચકાસણી કરશે

    – ક્ષતિ જણાતા કરદાતાને ઈ-મેઈલ મોકલી દેશ

    – ઈ-મેઈલ કર્યા પછી પંદર દિવસ જવાબ આપવાની તક આપવામાં આવશે

    – ઈ-મેઈલ સિવાય કોઈપણ માઘ્યમથી મેસેજ મોકલવામાં આવતા નથી

    – ઈ-મેઈલનો જવાબ પંદર દિવસમાં નહિ આપવામાં આવે તો તમે રિટર્ન ફાઈલ નથી કર્યું તેમ નક્કી કરી દેવામાં આવશે.

    Income-Tax-Return processing-message
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.