ચોકલેટ આપી નરાધમે બે વખત હવસનો શિકાર બનાવી હતી
Kotda Sangani,તા.18
કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળ ઔદ્યોગિક વસાહત ની 12 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવવા અંગેનો કેસ ગોંડલની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપી રોહિત વાઘેલાને 20 વર્ષની કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ રીબડા ધોરીમાર્ગ પર આવેલા સાપર વેરાવળ ઉદ્યોગિક વિસ્તારની 12 વરસની સગીરાને બે વખત શાંતિધામ ગેટ અક્ષર રેસીડેન્સી માં રહેતો રોહિત મનીષ વાઘેલા નામના શખ્સે દુષ્કર્મ આચાર્ય અંગેની પીડીતાના માતાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પીડીતાને તેની માતાએ વેફર લેવા માટે 5 રૂપિયા આપેલા હતા પરંતુ માસુમ પુત્રી ની ઘરે આવતા તેની માતાને શંકા ગયેલ કે વધુ રકમની ચોકલેટ આવે છે જેથી તેને પુત્રીને પૂછપરછ કરતા માસુમ પુત્રી જણાવેલ કે ચોકલેટ રોહિત તે મને આપેલ છે અગાઉ રોહિત પોતાના ઘરે બોલાવી બે વખત શરીર સંબંધ બાંધેલ છે તેવી વાત કરતા માતાએ તુંરત સાપર વેરાવળ પોલીસ મથક સાથે ધસી જય અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ છે રોહિત વાઘેલા ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યો હતો. વાત ગોંડલ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયા દ્વારા દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજુ કરેલુ ,ભોગ બનના સગીરાની જીબાની, દસ્તાવેજી પુરાવા અને માતા પિતાની જીબાની તેમજ સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયાની દલીલ , હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાકેલા ચુકાદાઓને ધ્યાને લઇ ગોંડલ સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ આરોપી રોહિત વાઘેલા ને 20 વર્ષની કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

