Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
    • Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    • ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu
    • બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૨૩૭૩ પોઈન્ટ ઉપર તેજી આવશે…!!
    વ્યાપાર

    Nifty futures ૨૨૩૭૩ પોઈન્ટ ઉપર તેજી આવશે…!!

    Vikram RavalBy Vikram RavalMarch 3, 2025Updated:March 3, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૩.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૯૮ સામે ૭૩૪૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૭૮૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૦૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૮૦ સામે ૨૨૩૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૧૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ફેબ્રુઆરી માસમાં મોટા ઘટાડા બાદ સ્થાનિક સ્તરે જીડીપીના મજબૂત ડેટા, તેમજ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો આર્થિક ગ્રોથ વેગવાન રહેવાની સંભાવનાઓને પગલે માર્ચ માસની શરુઆત પોઝિટિવ નોટ સાથે કરી હતી. જો કે, થોડી જ ક્ષણો બાદ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ સાથે ટેરિફ વોર, જિઓ-પોલિટિકિલ ક્રાઇસિસે ફોરેન ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.  અમેરિકાની ચીન પર ૧૦ ટકા ટેરિફ લાદવાની નીતિ આ સપ્તાહે લાગુ થવાની સામે ચીને પણ કૃષિ પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની તૈયારી દર્શાવાતા અને બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન શાંતિ કરાર કરવા તૈયાર ન હોવાની અટકળોએ જિઓ પોલિટિકલ ટેન્સનમાં વધારો થતા ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા બદલાતી ટેરીફ પોલીસીના પગલે દેશમાંથી ડોલરનો આઉટફલો વધતા રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવી નીચી સપાટીએ જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડા તરફી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, સર્વિસીસ અને બેન્કેકસ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૫૨ અને વધનારની સંખ્યા ૧૨૩૫ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૨૧%, ભારતી એરટેલ ૧.૭૬%, ઈન્ફોસીસ લી. ૧.૧૯%, એનટીપીસી લી. ૧.૧૪%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૦૬%, લાર્સેન લી. ૧.૦૬% સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૦%, બજાજ ફાઈનાન્સ ૧.૦૦% અને ટાટા સ્ટીલ ૦.૯૫% વધ્યા હતા, જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૩૮%, બજાજ ફિનસર્વ ૧.૮૬%, એચડીએફસી બેન્ક ૧.૭૨%, અદાણી પોર્ટ ૧.૬૩%, મારુતિ સુઝૂકી ૧.૪૮%, એકસિસ બેન્ક ૦.૮૮% હિન્દુસ્તાન યુનિલિવર ૦.૬૮%, સન ફાર્મા ૦.૫૬% અને એશિયન પેઈન્ટ ૦.૫૩% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપ્યો છે. આઈએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે સાથે સાથે જીડીપી ગ્રોથ ૬.૫% રહેવાનો અંદાજ મુક્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૬.૨% નોંધાયો છે. જો કે, તે અપેક્ષિત ૬.૩%ના જીડીપી ગ્રોથ સામે ઓછો છે. બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૫.૬% નોંધાયો હતો. નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૬.૫% નોંધાવાનો અંદાજ છે. જીડીપી ગ્રોથમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ભારતીય અર્થતંત્ર વિકસી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ માસમાં વાર્ષિક ૬%ના દરે ગ્રોથ નોંધાયો છે.

    મોંઘવારીનો દર આરબીઆઈના નિર્ધારિત ૨-૬%ના સ્તરે સ્થિર રહ્યો છે. આઈએમએફનું નવુ મૂલ્યાંકન ભારતની આર્થિક તાકાતને રેખાંકિત કરે છે. આઈએમએફ એ જીડીપી ગ્રોથ જાળવી રાખવા ભારતને અમુક સલાહ પણ આપી છે. જે અનુસાર, મજબૂત ખાનગી રોકાણ અને એફડીઆઈને પ્રોત્સાહન આપવુ પડશે. નીતિગત માળખું, વેપાર કરવામાં સરળતાં તેમજ ટેરિફ-નોન ટેરિફ કપાતના માધ્યમથી બિઝનેસને એકીકૃત કરવો પડશે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. આ વેગને જાળવી રાખવા વ્યાપારિક, આર્થિક અને નાણાકીય સ્થિરતા આવશ્યક છે. ભારતના ખાનગી વપરાશમાં મજબૂત વૃદ્ધિનો ટેકો મળી રહ્યો છે.

    તા.૦૪.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૩.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૨૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૩૦૩ પોઈન્ટ થી ૨૨૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૩.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૩૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૬૦૬ પોઈન્ટ પ્રથમ અને ૪૮૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૨૭૨ પોઈન્ટ થી ૪૮૧૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૮૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ભારતી એરટેલ ( ૧૬૦૨ ) :- એરટેલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૪ થી રૂ.૧૬૪૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટેક મહિન્દ્ર ( ૧૫૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરીઝ ( ૧૧૨૫ ) :- રૂ.૧૦૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૦ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૪૩ થી રૂ.૧૧૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૬૯ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૦૬૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૩૦ સ્ટોપલોસ આસપાસ પોર્ટ્સ એન્ડ પોર્ટ્સ સર્વિસ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૮૩ થી રૂ.૧૦૯૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૭૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • એપીએલ અપોલો ટ્યુબ્સ ( ૧૪૩૩ ) :- રૂ.૧૪૫૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૪૧૪ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સિસ બેન્ક ( ૧૦૦૯ ) :- રૂ.૧૦૨૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૩૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૯૦ થી રૂ.૯૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Nifty futures Sensex Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    વ્યાપાર

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.