Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalMarch 8, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ક્રૂડ તેલના વાયદામાં સાપ્તાહિક ધોરણે રૂ.351નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.838 અને ચાંદીમાં રૂ.2,591નો ઉછાળો

    સપ્તાહ દરમિયાન નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયુઃ નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં સુધારોઃ કોટન–ખાંડી વાયદો રૂ.850 તૂટ્યોઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,53,025 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1151895.33 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 111,99,708 સોદાઓમાં કુલ રૂ.13,04,934.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,53,025.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1151895.33 કરોડનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે બુધવાર, 5 માર્ચના રોજ એમસીએક્સ પર નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,273 કરોડનું રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયું હતું.

    કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,15,123 સોદાઓમાં રૂ.89,507.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.84,899ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.86,329 અને નીચામાં રૂ.84,033ના મથાળે અથડાઇ, સપ્તાહનાં અંતે રૂ.838ના ઉછાળા સાથે રૂ.86,034ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.476 વધી રૂ.69,857 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.8,762ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.792ના ઉછાળા સાથે રૂ.86,002ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.95,113ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.98,324 અને નીચામાં રૂ.93,852ના મથાળે અથડાઇ, સપ્તાહનાં અંતે રૂ.2,591ના ઉછાળા સાથે રૂ.98,141ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,444 ઊછળી રૂ.98,052 અને ચાંદી-માઇક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,448 ઊછળી રૂ.98,060 બંધ થયો હતો.

    બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 83,569 સોદાઓમાં રૂ.13,061.21 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબું માર્ચ વાયદો રૂ.858ના ભાવે ખૂલી, રૂ.26.40 વધી રૂ.890.85, એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.5.65 વધી રૂ.264.40 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.182 થયો હતો. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.7.75 વધી રૂ.276 થયો હતો. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.5.30 વધી રૂ.264.15 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.181.65 જસત-મિની માર્ચ વાયદો રૂ.7.35 વધી રૂ.275.50 બંધ થયો હતો.

    એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 10,28,831 સોદાઓમાં રૂ.50,439.82 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,127ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,148 અને નીચામાં રૂ.5,685ના મથાળે અથડાઇ, સપ્તાહનાં અંતે રૂ.351ના ભાવઘટાડા સાથે રૂ.5,784 બોલાયો હતો,, ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.350 ઘટી રૂ.5,783 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયુદીઠ રૂ.345ના ભાવે ખૂલી, રૂ.26.20 વધી રૂ.373.90 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 26.5 વધી 374.2 બંધ થયો હતો.

    કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.16.61 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.51,400ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,750 અને નીચામાં રૂ.51,400ના મથાળે અથડાઇ, સપ્તાહનાં અંતે રૂ.850 ઘટી રૂ.52,660ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.70 વધી રૂ.932.40 બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.56,696.44 કરોડનાં 66,321.323 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.32,811.13 કરોડનાં 3,401.375 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,534.72 કરોડનાં 1,27,81,030 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.42,905.10 કરોડનાં 1,16,22,55,750 એમએમબીટીયુનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,090.01 કરોડનાં 41,971 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.203.03 કરોડનાં 11,194 ટન તાંબાના વાયદાઓમાં રૂ.8,946.79 કરોડનાં 1,02,598 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,821.38 કરોડનાં 1,04,384 ટનનાં કામકાજ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.50 કરોડનાં 2,640 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.13.11 કરોડનાં 142.2 ટનનાં કામકાજ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,857.182 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 896.038 ટન, તાંબાના વાયદાઓમાં 21,485 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 19,562 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,286 ટન તથા જસત અને જસત-મિનીમાં 15,578 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 10,94,760 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,17,43,500 એમએમબીટીયુ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,528 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 74.52 ટનના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.13.66 કરોડનાં 136 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 75 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 20,200 પોઇન્ટ ખૂલી, ઉપરમાં 20,546 અને નીચામાં 20,004 બોલાઇ, 542 પોઇન્ટની મૂવમેન્ટ સાથે 272 પોઇન્ટ વધી 20,536 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1151895.33 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.315444.05 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13233.86 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.617740.48 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.191410.75 કરોડનાં કામકાજ થયાં હતાં.

    MCX Weekly Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.