Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 12 જુલાઈ નું રાશિફળ
    • 12 જુલાઈ નું પંચાંગ
    • Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે
    • Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ
    • Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ
    • અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu
    • આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવું ચુંટણીને કારણે મુશ્કેલ બની શકે છે
    • દિલ્હી હાઈકોર્ટે film ‘Udaipur Files પર રોક લગાવી, નિર્માતા અમિત જાની સુપ્રીમ કોર્ટ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»IndusInd Bankને પોર્ટફોલિયોમાં નુકસાનની દહેશતથી શેરના ભાવ 27 ટકા તૂટયા
    વ્યાપાર

    IndusInd Bankને પોર્ટફોલિયોમાં નુકસાનની દહેશતથી શેરના ભાવ 27 ટકા તૂટયા

    Vikram RavalBy Vikram RavalMarch 12, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.12

    ડેરિવેટિવ્સ પોર્ટફોલિઓમાં વિસંગતતા જોવા મળી હોવાની જાહેરાત બાદ ખાનગી ક્ષેત્રની પાંચમી મોટી બેન્ક ઈન્ડસઈન્ડ બેન્કના શેરભાવમાં મંગળવારે ૨૭ ટકાથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો.   ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગમાં વિસંગતતા બહાર આવતા રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને વેચવાલીનો મારો આવ્યો હતો. મંગળવારે   એનએસઈ પર શેરભાવ ઉપરમાં રૂપિયા ૮૧૦.૪૫ અને નીચામાં રૂપિયા ૬૪૯ થઈ રૂપિયા ૬૫૫.૯૫ બંધ આવ્યો હતો. શેરભાવ એક જ દિવસમાં રૂપિયા ૨૪૪.૫૫ અથવા ૨૭.૧૬ ટકા ઘટી ગયો હતો. બેન્કની માર્કેટ કેપ રૂપિયા ૧૮૦૦૦ કરોડ ઘટી રૂપિયા ૫૧૧૦૦ કરોડ પર આવી ગઈ હતી.

    બેન્ક દ્વારા આ ડિસ્કલોઝરને કારણે આવકને ફટકો પડવાની એનાલિસ્ટોએ ચેતવણી ઉચ્ચારી છે એટલું જ નહીં બેન્કના નબળા આંતરિક નિયંત્રણ સંદર્ભમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.

    બેન્ક દ્વારા હાથ ધરાયેલી આંતરિક સમીક્ષા દરમિયાન ભૂતકાળના ફોરેકસ વ્યવહાર સંબંધિત હેજિંગ કોસ્ટને બેન્કે નીચી આંકી હોવાનું જણાયું હતું. આ વિસંગતતાને કારણે બેન્કની નેટવર્થ પર રૂપિયા  ૧૫૩૦ કરોડની અસર પડવાનો બેન્ક દ્વારા અંદાજ મુકાયો છે.

    બેન્ક દ્વારા આ જાહેરાત બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો અને જંગી વેચવાલી આવી પડતા શેરભાવ ૨૦૨૦ના નવેમ્બર બાદની નીચલી  સપાટીએ જોવા મળ્યો હતો. બેન્કની અંદર વહીવટી કામકાજ તથા નબળા આંતરિક નિયંત્રણ સામે પણ એનાલિસ્ટોએ ચિંતા વ્યકત કરી છે. બેન્કો દ્વારા ફરજપાલનના પગલાં સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

    ડેરિવેટિવ્સ પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નવા માસ્ટર ડાયરેકશન્સ બાદ ૨૦૨૪ના સપ્ટેમ્બર અને ઓકટોબરની વચ્ચે બેન્કને આ વિસંગતતા જણાઈ આવી હતી. સોમવારે બોર્ડ મીટિંગ બાદ બેન્કે આ અંગેની જાણકારી એકસચેન્જોને પૂરી પાડી હતી.

    બેન્કના સીઈઓની મુદત રિઝર્વ બેન્કે ત્રણ વર્ષને બદલે માત્ર એક વર્ષ સુધી જ લંબાવતા તેને પણ એનાલિસ્ટો ગંભીર બાબત ગણી રહ્યા છે. ઈન્ડસઈન્ડ બેન્કના આ પ્રકરણને કારણે બેન્ક શેરોમાંથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી શકે છે.

    નીચા હેજિંગ ખર્ચને કારણે બેન્કના ચોપડામાં ખોટા મૂલ્યાંકનો મુકાયા હતા. ડેરિવેટિવ પોર્ટફોલિઓ મેનેજમેન્ટ પર રિઝર્વ બેન્કની નવી માર્ગદર્શિકાના પાલન સાથે આ મુદ્દો સંકળાયેલો છે. જણાઈ આવેલી વિસંગતતાની તપાસ કરવા બેન્કે વિગતવાર આંતરિક સમીક્ષા શરૂ કરી છે અને બહારી એજન્સીની પણ નિમણૂંક કરી હોવાનું બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. જો કે બેન્કની નફાશક્તિ અને કેપિટલ એડિકવસી મજબૂત છે અને એક વખતની પ્રતિકૂળ અસરને તે ગ્રહણ કરી શકે એમ છે એવી બેન્કના સંચાલકો તરફથી સ્પષ્ટતા આવી પડી છે. વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક અથવા આગામી નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકના પરિણામોમાં આ અસર જોવા મળી શકે છે.

    નબળા આંતરિક નિયંત્રણ બાબતે વ્યકત કરાયેલી ચિંતાને કારણે બેન્કના શેરનું રેટિંગ વધુ ઘટી શકે એમ છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

    વર્તમાન નાણાં વર્ષમાં ઈન્ડસઈન્ડ બેન્કે અનેક નકારાત્મક ઘટનાક્રમોનો સામનો કર્યો છે. બેન્કની માઈક્રોફાઈનાન્સમાં તાણ, ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો પહેલા ચીફ ફાઈનાન્સિઅલ ઓફિસર (સીએફઓ)નું રાજિનામુ, ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર (સીઈઓ)ને ત્રણ વર્ષને બદલે એક વર્ષ માટે જ મુદત લંબાવી આપવાના નિર્ણય અને હવે પોર્ટફોલિઓમાં વિસંગતતાને કારણે બેન્કની નેટવર્થને શકય ફટકાનો બેન્ક સામેના પડકારોમાં સમાવેશ થાય છે.

    મુંબઈ : ઈન્ડસઈન્ડ બેન્કના પ્રમોટર અશોક હિન્દુજાએ બેન્કની નાણાં સ્થિતિ તંદૂરસ્ત હોવાનું જણાવી જરૂર પડયે બેન્કમાં નવી મૂડી ઠાલવવાની તૈયારી બતાવી હતી. ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગમાં  જોવા મળેલી વિસંગતતાને બેન્ક પહોંચી વળી શકે એમ છે એમ તેમણે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.

    શેરધારકોએ ગભરાવાની જરૂર નથી. આ સામાન્ય પ્રકારની સમશ્યાઓ હોય છે. બેન્કમાં પ્રમોટરોનો હિસ્સો ૧૫ ટકા પરથી વધારી ૨૬ ટકા કરવાની દરખાસ્ત પર રિઝર્વ બેન્કની મંજુરીની રાહ જોવાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

    રિઝર્વ બેન્કની લીલીઝંડી મળ્યા બાદ પ્રમોટરો જરૂર પડયે બેન્કમાં મૂડી ઠાલવશે એમ તેમણે ઉમેર્યુ હતું.

    IndusInd Bank portfolio losses share price
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 11, 2025
    રાષ્ટ્રીય

    વિશ્વની સૌથી ઝડપી પેમેન્ટ પધ્ધતિ ભારતમાં : UPI ને શ્રેય

    July 11, 2025
    વ્યાપાર

    પાંચ મહિના બાદ ફરી mutual funds માં રોકાણ વધ્યું !

    July 11, 2025
    વ્યાપાર

    Silver માં ફરી રોકેટ ગતિની તેજી : રૂ. 3500નો ઉછાળો : 113800 નવો રેકોર્ડ બ્રેક ભાવ

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025

    Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ

    July 11, 2025

    Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ

    July 11, 2025

    અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu

    July 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.