Morbi,તા.24
ઢુવા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં ફ્યુઝ બદલાવતી વખતે યુવાનને વીજશોક લાગતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના ખખાણા ગામના રહેવાસી વનરાજ ખોડાભાઈ વનાણી (ઉ.વ.૨૮) નામના યુવાન ઢુવા નજીક આવેલ સ્કોવેટ સિરામિકમાં ફ્યુઝ બદલાવતી વખતે વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે