Kotda Sangani.
કોટડાસાંગાણી તા ૨૪ માર્ચ કોટડાસાંગાણી માં તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ ટીબી દિવસ ની ઉજવણી કરવામાં આવી .ગ્રામ પંચાયત એવોર્ડ વિતરણ કાર્યક્રમ તેમજ સાથો સાથ ટીબી ના દર્દીઓને ન્યૂટ્રિશન કીટ પણ રાજકોટ ના લાયન્સ ક્લબ ના મેમ્બર નીરવભાઈ મણિયાર દ્વારા ૨૫ ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવેલ હતી અને આરોગ્ય અધિકારી શ્રી ટીબી વિશે જાણકારી આપી હતી અને ટીબીના દર્દીઓ ને દવાઓ સમયસર દવાઓ મેળવવા આવેશે અને ટીંબી મુક્ત કરવાની અભિયાન હાથ ધરવામાં આવી રહી છે માનનીય વડાપ્રધાનશ્રીના ટીબી મુકત ભારત અભિયાન સ્વપ્નને સાકાર કરવા ટીબી મુકત ગ્રામ પંચાયત અભિયાન ભારતભરમાં ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત વર્ષ 2024માં રાજકોટજિલ્લા ના તાલુકા કોટડા સાંગાણી માં – ૨૫ ગ્રામ પંચાયતોને ટીબી મુકત ગ્રામ પંચાયત જાહેર કરેલ છે. ૨૫ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીઓને અને તલાટી મંત્રી શ્રીઓ ને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા મામલતદાર શ્રી ગુમાનસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી શ્રી રિદ્ધિબેન પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડો ભૂમિકા જોષી ટીબી સુપરવાઇઝર પરેશ સખિયા લેબ સૂપરવાઇજર રાજપાલસિંહ જાડેજા તેમજ આરોગ્ય નો સ્ટાફ હાજર રહ્યા હતાં