Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Valsad:3 વર્ષની બાળકી પર દુષ્કર્મ : 9 દિવસમાં ચાર્જશીટ, છ માસમાં સજા
    ગુજરાત

    Valsad:3 વર્ષની બાળકી પર દુષ્કર્મ : 9 દિવસમાં ચાર્જશીટ, છ માસમાં સજા

    Vikram RavalBy Vikram RavalMarch 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Valsad, તા. 25
    Valsadજિલ્લાના ઉમરગામ વિસ્તારમાં 3 વર્ષ અને 3 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેને ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી.

    આ આરોપીને 6 માસમાં અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કોર્ટે ફટકારી છે. ખૂબ જ ઝડપી અને દાખલારૂપ કામગીરી કરીને પીડિતા દીકરી અને તેના પરિવારને ન્યાય અપાવનાર વલસાડ પોલીસની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.

    તા. 27મી ઓગષ્ટ 2024ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મના ગંભીર બનાવમાં વલસાડ જિલ્લા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને દાખલા રૂપ સજા કરાવી છે.

    આ ઘટનાની જાણ સાંજે 6 વાગ્યે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં થતાં, પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ભોગ બનનાર બાળકીને મેડિકલ સારવાર માટે મોકલી હતી. ગુનો ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023ની કલમ 65(2) તથા પોકસો એક્ટની કલમ 4, 5(એમ), 6, 8 મુજબ નોંધાયો હતો.

    બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિરિક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ચુનંદા અધિકારીઓની ટીમો રચી આરોપીને ઝડપી પાડવા સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ગુનો આચરીને પોતાના વતન ઝારખંડ જવા ભાગી ગયો હતો. વલસાડ ક્રાઈમ બ્રાન્ચે માત્ર એક કલાકમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી આરોપીને પકડી પાડ્યો હતો.

    નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેની અધ્યક્ષતામાં રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ માત્ર 6 માસમાં ટ્રાયલ પૂર્ણ કરી મજબૂત પક્ષ રજૂ કર્યો. તા.24મી માર્ચ 2025ના રોજ કોર્ટે આરોપીને દોષી જાહેર કરી અંતિમ શ્વાસ સુધીની કેદની સજા અને રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે, તેમજ ભોગ બનનારને રૂ. 6 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.

    વલસાડ પોલીસે નવા અમલમાં આવેલા ત્રણ કાયદા-ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આ પ્રશંસનીય કામગીરી કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની સમગ્ર ટીમને આ ઝડપી અને ન્યાયી કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા છે અને આ કેસને ગુજરાત પોલીસની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યો છે.

    Valsad Valsad NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026
    મોરબી

    Morbi જમીનના સોદાના બહાને હત્યાના ગુનામાં રમેશ અઘારાના જામીન નામંજૂર

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.