Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025

    New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે
    • Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી
    • New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો
    • કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા
    • Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા
    • પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ
    • TV actors Paras Chhabra and Karan Khandelwal પણ મહારાજજીના શરણમાં
    • તંત્રી લેખ…હવાઈ મુસાફરી કેવી રીતે સુરક્ષિત રહેશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar:મહુવામાં ભાજપના 18 સભ્યોનો બળવો, બજેટની વિરૂદ્ધમાં મતદાન
    સૌરાષ્ટ્ર

    Bhavnagar:મહુવામાં ભાજપના 18 સભ્યોનો બળવો, બજેટની વિરૂદ્ધમાં મતદાન

    Vikram RavalBy Vikram RavalMarch 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Bhavnagar,તા.25
    મહુવામાં ભાજપના રાજકારણમાં ‘ઘર ફૂટે ઘર જાય..’ જેવી સ્થિતિનો જવાળામુખી ફાટીને બહાર આવ્યો છે. નગરપાલિકાની સામાન્ય સભામાં ખૂદ ભાજપના જ ૧૮ સભ્યોએ બળવો કરી પાંચ કરોડના પુરાંતલક્ષી બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. વિરૂદ્ધમાં મતદાન કરનારા ભાજપના સભ્યોનો સાથ બેઠકમાં હાજર રહેલા એક માત્ર કોંગ્રેસના સભ્યએ પણ આપ્યો હતો. આમ, બજેટની વિરૂદ્ધમાં બહુમતી સધાઈ હતી.સાધારણ સભા શરૂઆતથી જ તોફાની બની હતી અને ભાજપનો વિહીપ વાચવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અસંતુષ્ટ સભ્યોએ એજન્ડા મુજબ કાર્યવાહી થતી ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો. આમ, સાધારણ સભામાં ભાજપના વિખવાદે રાજકારણ ગરમાવ્યું છે અને આગામી દિવસોમાં કોઈ નવા-જૂની થાય તો પણ નવાઈ નહીં તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.

    મહુવા નગરપાલિકાની બજેટ માટે મળેલી સાધારણ સભામાં કોંગ્રેસના પાંચ સભ્ય ગેરહાજર રહ્યા હતા. ૯ વોર્ડની ૩૬ બેઠકમાંથી ૨૫ બેઠક ભાજપ, ૬ કોંગ્રેસ અને પાંચ બેઠક પર સમાજવાદી પાર્ટીના સભ્યો ચૂંટાયેલા છે. તેમાં પણ ભાજપ સાથે કોંગ્રેસ-સપાના નગરસેવકોનું ‘ઈલુ ઈલુ’ ચાલતું હોય, સાંઠ-ગાંઠથી ભ્રષ્ટાચારયુક્ત વહીવટી ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ ખૂદ ભાજપના જ સભ્યોએ કર્યા છે.

    મહુવા નગરપાલિકાના પાંચ કરોડના પુરાંતલક્ષી બજેટ સામે વિરોધ ઉઠાવનારા સભ્યોએ એવા ગંભીર આક્ષેપો મુક્યા છે કે, ખરેખર તો પહેલા કારોબારી સમિતિમાં બજેટ (અંદાજપત્ર) મંજૂરી કરી બાદમાં સામાન્ય સભામાં મુકવાનું હોય છે. આ માટે કારોબારી સમિતિના ચેરમેન જીતુબેન ગોહિલે ગત તા.૨૧-૨ના રોજ પ્રમુખને પત્ર લખી કારોબારીમાં બજેટઊ મંજૂર કરાવવા પણ કહ્યું હતું. તેમ છતાં પ્રમુખ ચાંદનીબેન મહેતાએ તે વાતને ગણકારી ન હતી અને પ્રમુખે સામાન્ય સભામાં બજેટ બારોબાર મુકી હતું. તેથી આ બજેટને નામંજૂર કરવા મતદાન કર્યું છે.

    ભાજપના સભ્યોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, વર્તમાન પ્રમુખની વરણી સામે બહુમતી સભ્યોનો વિરોધ હતો તેમ છતાં પક્ષના આદેશને માન્ય રાખવામાં આવ્યો હતો. વરણીના સાડા ત્રણ માસ બાદ કમિટીની રચના માટે સામાન્ય સભા મળી હતી. તેમાં પક્ષના મેન્ડેટમાં પણ ગોલમાલ કરાઈ હતી. આ ઉપરાંત અમુક કમિટીની રચના અને પ્રતિનિધિની નિમણૂકમાં આજદિન સુધી પ્રમુખે સહી ન કરી હોવાથી કમિટી કામ કરી શકતી નથી. પ્રમુખના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અંગે પક્ષના મોવડીઓને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે અને એક માસમાં પ્રમુખ બદલવાની બાંહેધરી આપવામાં આવ્યાનો પણ ભાજપના સભ્યો તરફથી દાવો કરાયો છે.મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણી થઈ ત્યારથી ભાજપના નગરસેવકોમાં જૂથવાદ શરૂ થઈ ગયો હતો. ભાજપના આંતરિક વિખવાદનો ભોગ મહુવાની જનતા બને છે અને શહેરનો વિકાસ અટકી જતાં શાસકોથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડ-રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોની સ્થિતિ સુધારવાની વાત તો ઘરે ગઈ પણ ભાજપના કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંદરો-અંદરના ડખામાંથી જ નવરા પડતા નથી. તેનો તાદ્રશ્ય દાખલો નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં જોવા મળ્યો છે. આજે સોમવારે મહુવા પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં શાસક પક્ષે પાંચ કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવા મુક્યું હતું. પરંતુ અગાઉથી જે ધારણાં હતી તે મુજબ જ સામાન્ય સભાને ખૂદ ભાજપના જ સભ્યોએ તોફાની અને વિવાદાસ્પદ બનાવી હતી. સભામાં ભાજપના ૨૫માંથી ૮ સભ્ય અને કોંગ્રેસના ૧ સભ્ય મળી કુલ ૧૯ સભ્યએ બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના સાત અને સમાજવાદી પાર્ટીના પાંચ મળી ૧૨ સભ્યએ સમર્થનમાં વોટ આપ્યો હતો.

     

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025

    New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો

    June 18, 2025

    કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા

    June 18, 2025

    Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા

    June 18, 2025

    પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025

    New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.