વર્ષ-૨૦૨૩માં યુનિવર્સિટીને મળેલ સી ગ્રેડનો ટાઇમ પીરીયડ પૂર્ણ થતા નવું એક્રિડીટેશન મેળવવા નેક માટે એપ્લાય થવાની કાર્યવાહી મંથર ગતિએ યુનિ.માં શરૂ થઇ વિવિધ વિભાગો પાસેથી માહિતી એકત્રીકરણ કરવામાં આવી અને ડિસેમ્બરમાં નેક માટે એપ્લાય થવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન અગાઉ ૭૦-૩૦નો જે રેશિયો હતો એટલે કે ૭૦ ટકા ડેટાના આધારે અને ૩૦ ટકા ફીઝીકલ ઇન્સપેક્શનના આધારે થતા ગુણ પર ગ્રેડ નક્કી કરવાની પોલીસીમાં ધરમૂળથી ફેરફાર થયો અને ૧૦૦ ટકા ઓનલાઇન ડેટા બેઝ ઇન્સપેક્શન કરવાનું નક્કી થયું જેમાં નેક માટેના કુલ સાત ક્રાઇટ એરીયા યથાવત રાખવાની સાથે નવા ચાર મુદ્દાની વિગતો ઉમેરાઇ હોવાનું આઇક્યુએસી દ્વારા જણાયું હતું. જો કે, નેકમાં યુનિવર્સિટીને સારો ગ્રેડ મેળવવા એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા હાઇ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી. પરંતુ આ કમિટી મેમ્બરોએ અત્યાર સુધીમાં કરેલી કામગીરીની માહિતી મેળવી હતી. જ્યારે આગામી નવી પદ્ધતિ પ્રમાણે એપ્લાય કરવા જ્યારે પોર્ટલ ખુલશે ત્યારે પોતે સજ્જ રહેવા આગોતરૂ આયોજન કરવું જોઇએ પરંતુ આ હાઇ પાવર કમિટીની હજુ સુધી એકપણ બેઠક મળી નથી. જે સુષુપ્તતા કયો ગ્રેડ અપાવશે. જાણવા મળ્યા મુજબ એસઓપી પણ આગામી દિવસોમાં જાહેર થશે તેવું જણાયું છે.
Trending
- Rajkot: બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાંથી શરાબની 182 બોટલ ઝડપાઈ
- 08 ઓગસ્ટ નું રાશિફળ
- 08 ઓગસ્ટ નું પંચાંગ
- James Anderson નો ફ્લોપ શો, ધ હંડ્રેડમાં તેના ડેબ્યૂમાં તેનો જાદુ કામ ન કરી શક્યો
- Zimbabwe ના ખેલાડીઓ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફી બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરશે
- ટેસ્ટ શ્રેણીના અંત પછી, સ્ટોક્સ હવે The Hundred Tournament માં મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે
- તંત્રી લેખ…પ્રાઇવેટ સ્કૂલોના આડેધડ ફી વધારા સામે દિલ્હી સરકારના કડક પગલાં
- Tankara ના હરબટીયાળી નજીક કારની ઠોકરે બાઈકચાલક આધેડ ઈજાગ્રસ્ત