Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»1 એપ્રિલથી પાંચ મોટા ફેરફાર,ક્રેડિટ કાર્ડ, UPI, LPGની કિંમતમાં
    રાષ્ટ્રીય

    1 એપ્રિલથી પાંચ મોટા ફેરફાર,ક્રેડિટ કાર્ડ, UPI, LPGની કિંમતમાં

    Vikram RavalBy Vikram RavalMarch 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.29

    માર્ચ મહિનો પૂરો થઈ જવા રહ્યો છે અને નવા ટેક્સ યરની શરૂઆત થવા જઈ રહી છે. દર મહિનાની જેમ 1 એપ્રિલ 2025 પણ ઘણાં મોટા ફેરફારો (Rule Change From 1st April) સાથે શરૂ થવા જઈ રહ્યું છે. આ ફેરફારોની અસર તમારા રસોડામાં વપરાતા LPG સિલિન્ડરની કિંમતથી લઈને તમારા બેંક ખાતા સુધી જોવા મળશે. બીજી તરફ જો તમે SBI સહિત અન્ય કોઈપણ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તેનાથી સંબંધિત નિયમો પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ચાલો 1 એપ્રિલથી અમલમાં આવી રહેલા આ મોટા ફેરફારો વિશે વિગતવાર જાણીએ.

    દર મહિનાની પહેલી તારીખે ઓઈલ એન્ડ ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 એપ્રિલ 2025ના રોજ પણ તેમાં ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક સમયમાં જ્યાં 19 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સમાન રહ્યા છે. આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે લોકોને 14 કિલોગ્રામ વાળા સિલિન્ડરના ભાવમાં રાહતદાયક ફેરફારની આશા છે.

    આ ઉપરાંત CNG -PNG ના ભાવ ઉપરાંત એર ટર્બાઈન ફ્યુઅલ એટલે કે ATFના ભાવમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને 1 એપ્રિલ 2025ના રોજ તેમાં ફેરફાર જોવા મળી શકે છે. CNG ના ભાવમાં ઉતાર-ચઢાવથી જ્યાં તમારા વાહન પર થતાં ખર્ચમાં વધારો અથવા અથવા રાહત મળશે, તો બીજી તરફ ATFના ભાવમાં વધારાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે.

    1 એપ્રિલ 2025થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે, જે તેના પર મળતા રિવોર્ડથી લઈને અન્ય સુવિધાઓને અસર કરશે. એક તરફ જ્યાં SBI પોતાના SimplyCLICK ક્રેડિટ કાર્ડ પર Swiggy રિવોર્ડ્સને 5 ગણાથી ઘટાડીને અડધા કરી દેશે. તો બીજી તરફ એર ઈન્ડિયા સિગ્નેચર પોઈન્ટ્સને 30 થી ઘટાડીને 10 કરી દેવામાં આવશે. આ ઉપરાંત IDFC First બેંક ક્લબ વિસ્તારા માઈલસ્ટોનના લાભો બંધ કરવા જઈ રહી છે.

    પહેલી એપ્રિલથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સહિત ઘણી બેંકો ગ્રાહકોના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે. બેંક ખાતાધારકના મિનિમમ બેલેન્સ માટે સેક્ટર વાઈસ આધાર પર નવી લિમિટ નક્કી થશે અને મિનિમમ બેલેન્સ ન હોવાની સ્થિતિમાં ફાઈન લગાવવામાં આવી શકે છે

    1 એપ્રિલથી આગામી ફેરફાર UPI સંબંધિત છે અને જે મોબાઈલ નંબરો સાથે જોડાયેલા UPI એકાઉન્ટ્સ લાંબા સમયથી એક્ટિવ નથી તેને બેંક રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે. જો તમારો ફોન નંબર UPI એપ સાથે લિંક થયેલો છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ નથી કર્યો, તો તેની સેવાઓ બંધ કરવામાં આવી શકે છે.

    બજેટ 2025માં સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી, જેમાં ટેક્સ સ્લેબમાં ફેરફારથી લઈને ટીડીએસ, ટેક્સ રિબેટ અને અન્ય બાબતો સામેલ હતી. બીજી તરફ જૂના ઈન્કમ ટેક્સ એક્ટ 1961ના સ્થાને નવા ઈન્કમ ટેક્સ બિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. આ બધા ફેરફારો 1 એપ્રિલ 2025થી અમલમાં આવવાના છે. નવા ટેક્સ સ્લેબ હેઠળ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા વ્યક્તિઓને ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત પગારદાર કર્મચારીઓ 75,000 રૂપિયાના સ્ટેન્ડર્ડ ડિડક્શન માટે પાત્ર રહેશે. આનો અર્થ એ થયો કે 12.75 લાખ રૂપિયા સુધીની પગારની આવક હવે કરમુક્ત થઈ શકે છે. જોકે, આ છૂટ માત્ર એ લોકો પર જ લાગુ પડે છે જેઓ નવો ટેક્સ વિકલ્પ પસંદ કરે છે.

    આ ઉપરાંત ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) નિયમો પણ અપડેટ કરવામાં આવ્યા છે, જેમાં બિનજરૂરી કપાત ઘટાડવા અને ટેક્સપેયર્સ માટે કેશ ફ્લોમાં સુધારો કરવા માટે વિવિધ વિભાગોમાં મર્યાદા વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર TDS મર્યાદા બમણી કરીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જેનાથી વૃદ્ધો માટે નાણાકીય સુરક્ષા વધી ગઈ છે. બીજી તરફ ભાડાની આવક પર છૂટની મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવી છે, જેનાથી મકાનમાલિકો પરનો બોજ હળવો થઈ ગયો છે અને શહેરી વિસ્તારોમાં ભાડાના બજારને વેગ મળી શકે છે.

    April 1 changes Credit Card LPG prices New Delhi UPI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.