New Delhi તા.1
નવા નાણાંકીય વર્ષના પ્રારંભે કોમર્સીયલ રાંધણગેસ સિલીન્ડરમાં રાહત જાહેર કરવાની સામે સીએનજી-પીએનજીમાં ભાવ વધારો થવાના ભણકારા છે. કેન્દ્ર સરકારે એપીએમ (એડમીનીસ્ટર્ડ પ્રાઈઝ મીકેનિઝમ) ગેસની કિંમતોમાં આજથી વધારો લાગુ કર્યો છે.
કેન્દ્ર સરકારે એપીએમ હેઠળના કુદરતી ગેસની કિંમતમાં ચાર ટકાનો વધારો કર્યો છે.આ પાકૃતિક ગેસનો ઉપયોગ સીએનજી-વિજળી તથા ખાતર ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
પેટ્રોલીયમ મંત્રાલયનાં નોટીફીકેશન મુજબ કુદરતી ગેસની કિંમત પ્રતિ મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ રૂા.6.50 ડોલરથી વધારીને રૂા.6.75 ડોલર કરવામાં આવી છે.
એટીએમ હેઠળનો ગેસ સીએનજી, ઉર્જા તથા ખાતર ઉત્પાદનમાં કાચા માલ સ્વરૂપે ગણાય છે. આ સંજોગોમાં સીએનજી સહીત ઉકત ચીજો-સેવાઓ મોંઘી થઈ શકે છે.
ગેસના ઉત્પાદનમાં સામેલ છે તેના દ્વારા કાચા માલ સ્વરૂપે ગેસ સીએનજી, પીએનજી, વિજળી તથા ખાતર ઉત્પાદન માટે પાઈપ મારફત પહોંચાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં પ્રથમ વખત આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. કુલ ગેસ ઉત્પાદનમાં એપીએમનો હિસ્સો 70 ટકા છે.