Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4
    • Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalApril 2, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૦૨૪ સામે ૭૬૧૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૦૬૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૬૧૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૨૧ સામે ૨૩૩૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૩૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સેક્ટોરલ સ્પેસિફિક સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં ગઈકાલના અંદાજીત ૧૪૦૦ પોઈન્ટના કડાકા બાદ નીચા મથાળે નવી લેવાલી નોંધાતા આજે બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૫૯૨ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિક્સ ટોન સાથે ટ્રમ્પે અમેરિકાથી ભારતમાં થતી નિકાસો પર ભારત સરકાર ટેરિફ ઘટાડવા તૈયાર હોવાના કરેલા દાવાના પગલે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નામે વિશ્વમાં મચાવેલી ઉથલપાથલ ચાલુ રહી હવે ૨, એપ્રિલના દેશ મુજબ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરવાના હોઈ આ પૂર્વે ટ્રેડ નિષ્ણાતો સાથે આ મુદ્દે સ્પષ્ટતા મેળવી નિયમો ઘડી રહ્યાના અહેવાલે વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોને મૂંઝવણમાં મૂકવાનું ચાલુ રાખ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, ટેક, એફએમસીજી, સર્વિસીઝ, ફાઈનાન્શિયલ સર્વિસ, ફોકસ્ડ આઈટી, બેન્કેકસ અને ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૧ અને વધનારની સંખ્યા ૨૮૬૩ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૯૨%, ટાઈટન કંપની લિ. ૩.૭૭%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૮૮%, મારુતિ સુઝુકી ૨.૦૯%, ટેક મહિન્દ્ર ૨.૦૪%, અદાણી પોર્ટ ૧.૯૩%, ભારતી એરટેલ ૧.૭૯%, એચડીએફસી બેન્ક ૧.૭૦% અને ઇન્ફોસિસ લિ. ૧.૪૬% વધ્યા હતા, જયારે નેસ્લે ઇન્ડિયા ૧.૩૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૮૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૮%, બજાજ ફિનસર્વ ૦.૬૮%, લાર્સેન લિ. એશિયન પેઈન્ટ ૦.૩૮%, બજાજ ફાઈનાન્સ ૦.૩૩%, ટીસીએસ લિ. ૦.૧૫% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૧% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ભારતના અર્થતંત્રના વિકાસના ઘણા પડકારો દેખાઈ રહ્યા છે. ટેરિફ, વેપારની અનિશ્ચિતતા અને વધતા જિયો પોલિટિકલ ટેન્શનને કારણે વૈશ્વિક સ્તરે તણાવ યથાવત્ છે. જોકે, સ્થાનિક સ્તરે મજબૂતાઈ અને ઘટતા ફુગાવાના કારણે ભારતીય અર્થતંત્ર સારી સ્થિતિમાં જોવા મળે છે. નાણા મંત્રાલયે ગત સપ્તાહે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ ટેરિફમાં અનિયંત્રિત વધારાને કારણે વૃદ્ધિ પર અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પ દ્વારા ૨ એપ્રિલથી ટ્રેડિંગ પાર્ટનર્સ પર વળતો ટેરિફ લાદવાની ધમકી આપી છે. આ ક્રમમાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ પર ભારે ડયૂટી લાદવામાં આવી છે.

    ટેરિફની કેવા પ્રકારની અસર થશે તેનો અંદાજ નથી પરંતુ તે વૈશ્વિક વૃદ્ધિને અસર કરી શકે છે. વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો થવાની સંભાવના છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા પર અંદાજીત ૫ થી ૧૦ બેસિસ પોઈન્ટ્સની અસર થઈ શકે છે સાથે સાથે અન્ય અસરો ઘણી વધારે પણ હોઈ શકે છે. જો કે એક અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ધીમી વૃદ્ધિને કારણે આગામી નાણાકીય વર્ષ દરમિયાન એકંદર વૃદ્ધિમાં તેજી આવી શકે છે. આ ઊપરાંત નીચા ફુગાવા, રેન્જ-બાઉન્ડ વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ, સરકારી ટેક્સ પ્રોત્સાહનો, નીચા ધિરાણ દરો, વધારાની પ્રવાહિતા અને વધુ સ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે આ વર્ષના અંત સુધી સેન્ટિમેન્ટ મજબૂત રહેવાની ધારણા છે.

    તા.૦૩.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૨.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૪૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૧૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૪૭૪ પોઈન્ટ થી ૨૩૫૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૨.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૫૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૧૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૭૩૭ પોઈન્ટ થી ૫૧૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૯૭૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • કોટક બેન્ક ( ૨૧૫૯ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૦૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૭૪ થી રૂ.૨૧૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૯૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૫૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૧૩ થી રૂ.૧૬૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૪૨૮ ) :- રૂ.૧૩૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૦ બીજા સપોર્ટથી કોમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૬૦ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૩ થી રૂ.૧૦૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ( ૭૭૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૭ સ્ટોપલોસ આસપાસ પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૮૭ થી રૂ.૭૯૩ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચડીએફસી બેન્ક ( ૧૮૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૫૫૬ ) :- રૂ.૧૫૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૨૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૬૫ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૮ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ડો. રેડ્ડીઝ લેબોરેટરી ( ૧૧૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા મોટર્સ ( ૬૭૫ ) :- રૂ.૬૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૬૬૦ થી રૂ.૬૩૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Indian Stock Market Nifty futures Sensex
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    વ્યાપાર

    IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર

    July 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025

    ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.